________________
જુએ છે. પ્રજાજનો પણ એકીટસે જોઇ રહ્યા છે. હવે કુંવરી કેવી સમસ્યા પૂછે છે એ સાંભળવાને સૌ ઉત્સુક છે. કુંવરી પિતા સામે જુએ છે.
રાજા કહે છે - હે રાજકુમારી! તમારા જવાબોથી અમે સૌ આનંદ પામ્યા છે. તમારા બંનેના પંડિત પણ ઘણા હર્ષિત થયા છે. કુમારની પરીક્ષામાં તું પાસ થઇ. હવે તમે પણ કુમારને કંઇક અર્થગર્ભિત સમસ્યા પૂછો.
રાજાની આજ્ઞાને હાથ જોડી માથું નમાવીને, કુમારી પિતાની આજ્ઞા લઇને કુમારને પ્રશ્ન કરેછે. હે કુમરજી! સ્વસ્થતા પૂર્વક મારી સમસ્યા સાંભળો.
૧) કુમારીની પ્રથમ સમસ્યા ઃ- ત્રણ અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર કાઢતાં બાકી રહેલ બીજો અને ત્રીજો અક્ષર મળીને બનતો શબ્દ, તેને હૃદયમાંથી દૂર કરવા દ્વારા દેહને પવિત્ર બનાવવો જોઇએ. બીજો અક્ષર જતાં બાકી રહેલા પહેલા અને ત્રીજા એમ બે અક્ષરના મળવાથી જે શબ્દ બને, તે શબ્દ બલથી પણ અધિક છે અને તેનાં દ્વારા સૌ કોઇ જીતી જાય છે. અને ત્રીજો અક્ષર જતાં પહેલા અને બીજા બે અક્ષરથી બનતો જે શબ્દ તે પોતપોતાનું હોય તો સૌને વહાલું લાગે છે, તેમજ તે ત્રણ અક્ષરોથી બનતો આખોય શબ્દ તમારા મુખની ઉપમાને યોગ્ય છે.
કુમારની સમસ્યાપૂર્તિ :- હે કુમારી! તમારા ત્રણેય અક્ષરથી પૂછાયેલ શબ્દ “કમલ” એવો બને છે કારણકે ‘ક’ જવાથી રહેલો ‘મલ' હૃદયમાંથી કાઢવાથી મન પણ નિર્મલ થાય છે અને એથી તન પણ નિર્મલ થાય છે. ‘મ’ જવાથી રહેલો ‘કલ' શબ્દ કળાને જણાવે છે, અને બળથી ન જીતી શકાય એવા માણસોને ‘કલ’થી જીતી શકાય છે માટે તે બળથી પણ અધિક છે. અને ‘લ' જવાથી રહેતો ‘કમ' શબ્દ ‘કામ' એવા અર્થને જણાવે છે અને કામ તો સૌને પોતપોતાનું પ્રિય હોય જ છે. તેમજ મુખને કમલની ઉપમા અપાય છે. એ વાત સુપ્રસિદ્ધ જ છે.
૨) કુમારીની બીજી સમસ્યા ઃ- કુંવરી પિતાની સામે જુએ છે અને કહેછે - હે પિતાજી! મારી સમસ્યાનું અર્થઘટન કરતાં જવાબ કુમા૨ે બરાબર કહ્યો. રાજાની આજ્ઞા લઇને કુંવરી હવે બીજી સમસ્યા પૂછે છે.
ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલો અક્ષર જતાં બાકી રહેલા બે અક્ષરોથી બનતા શબ્દનો અર્થ ‘‘ઉભી રહેલી’’ એવો થાય છે. બીજો અક્ષર જતાં બાકી રહેલાં પહેલા અને ત્રીજા એ બે અક્ષરોથી બનતા શબ્દ ‘‘વિધવા'' એવો અર્થ થાય છે. અને ત્રીજો અક્ષર જતાં બાકી રહેલા પહેલા અને બીજા, બે અક્ષરોથી બનતા શબ્દવાળી વસ્તુને જો અનાજમાં નાખી હોય તો તેનાથી અનાજનું રક્ષણ થાય છે. ત્રણેય અક્ષરનો અર્થ લૌકિકપર્વમાં ધાગાથી બંધુ બંધાય છે.
કુમારની સમસ્યાપૂર્તિ - કુંવરી! તે ત્રણ અક્ષરનો એક શબ્દ ‘રાખડી' છે. કારણકે ‘રા’” જવાથી બનતા ‘‘ખડી’’ શબ્દનો અર્થ ઉભી રહેલી થાય છે, જ્યારે બીજો અક્ષર ‘‘ખ’’ જતાં બનતા ‘‘રાડી’’ શબ્દનો અર્થ રાંડેલી એટલે ‘‘વિધવા’’ થાય છે, અને અંતિમ અક્ષર ‘ડી’ જવાથી ‘‘રાખ’ શબ્દ બને છે જે અનાજમાં નાંખવાથી અનાજનું રક્ષણ થાય છે. ત્રણેયનો ભેગો અર્થ લૌકિક પર્વ રક્ષાબંધનને દિવસે બેન ધાગાની બનેલી રાખડી બાંધવના હાથે બાંધે છે.
૩) કુમારીની ત્રીજી સમસ્યા ઃ- રાજદુલારી પિતાની સામે જુએ છે. રિપુમર્દન રાજા બંને સમસ્યાના જવાબ સાંભળી દીગ્મૂઢ બની જાય છે. રાજા કુંવરીની સામે જોઇ ત્રીજી સમસ્યા પૂછવા સંમતિ આપે છે. આજ્ઞા લઇને કુંવ૨ી કુમા૨ને પૂછે છે - હે કુમા૨! વળી ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલો અક્ષર બાદ કરતાં રહેલા બે અક્ષરનો જે શબ્દ બને છે, તે વિવાહના પ્રસંગે પ્રથમ કરાય છે. બીજો અક્ષર બાદ કરતાં બાકી રહેલાં પહેલા અને ત્રીજા અક્ષર એ બે અક્ષરોથી જે શબ્દ બને છે તે જો ઘરના આંગણે હોય છે તો દુધ અને ઘીનુંસુખ ગણાય છે. તથા ત્રીજો અક્ષર બાદ કરતાં પહેલા બે અક્ષરથી બનતો જે શબ્દ તે કરવાથી તે દુર્તિને પમાડે છે. વળી તે ત્રણેય અક્ષરોથી જે બને છે, તે તમારા પગમાં જોવાય છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૩૩