________________
કરી કોઈ ઉપાય પડાવું, એહની તપશકિત હરાવું; કંદર્પને દર્પે ચલાવું હો લાલ. કામ ૧ ૧ ઈમ ચિંતી ઇન્દ્ર તેડાવી, મેનિકા દેવી આવી; તસ આગળ વાત સુણાવી. હો લાલ કામ. ૧ ૨ જાઓ વિશ્વામિત્ર ચલાવો, તપશકિત સમસ્ત હરાવો; એહ કામ કરી ઇહાં આવો, હો લાલ. કામ ૧૩ દેવી નિસુણીને વહે છે, જિહાં વિશ્વામિત્રી રહે છે; તિહાં આવી ઉપાય ગ્રહે છે હો લાલ. કમિ. ૧૪ ઋતુ અવતારિયો જે વસંત, વનસ્પતિ સઘળી હસંત; જિમ દેખી ચિત્તા ઉલસંત, હો લાલ. કામ. ૧૫ પંચવર્તી પુસ્પજ થાંવે, સુગંધી પરિમલ પાવે; તે ભોગિતણે ચિત્ત ભાવે હો લાલ. કામ. ૧૬ ભ્રમરા રણઝાટ કરતા, મંદ મંદ સમીર વરતા; કે ઇ વનચર જંતુ ફરતા, હો લાલ. કામ. ૧૭ કે કી-યુગ વનમાં ભમતાં, શુક શુકી સ્વરે રમતાં; સુખ સંગે રહે દિન ગમતાં, હો લાલ. કામ. ૧૮ મંજરી સહકારે વરતી રહી કોકિલ ટહુકા કરતી; તસ મંજરી આનન ધરતી, હો લાલ. કામ. ૧૯ ઇમ ઋતુ વસંત કરીને, સ્વાભાવિક રુપ ધરીને; નવશત શું ગાર શરીરે, (વરીને) હો લાલ. કામ. ૨૦ ઋષિ આગળ નાટિક કરતી, સ્વર કોકિલને અપહરતી; સ્વરનાદ ઠેકાણે આદરતી, હો લાલ. કામ. ૨૧ ગીત ગાનને વીણા વજાવે, કરે હાવભાવ નૃત્ય થાવે; કથા કામની હાસ્ય લહાવે, હો લાલ. કામ. ૨૨ સુખિયાને સૌખ્ય કરાવે, દુઃખિયાનું દુઃખ હરાવે; નાદ પંચમ વેદ ધરાવે, હો લાલ. કામ. ૨૩
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)