SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિવેક વિલાસ’ નામના ગ્રંથમાં બતાવે છે કે, ચંદ્રનાડી પ્રવેશે પ્રયાણ કરે તો પુષ્પાદિક વડે પ્રતિમાની પૂજામાં, ધનના ઉપાર્જનમાં, વિવાહમાં, કિલ્લા-પર્વત અને નદીના આક્રમણમાં અવગાહનમાં, ગમનમાં, આગમનમાં, જીવિતવ્યના પ્રશ્નમાં, ગૃહ-ક્ષેત્ર (ખેતર) પશુ આદિને સંગ્રહ કરવામાં, મૂલ્ય વડે વસ્તુને ખરીદવામાં, મૂલ્ય વડે વસ્તુને વેચવામાં, વૃષ્ટિ વરસાદના પ્રશ્નમાં, રાજાદિની સેવામાં, ખેતેમાં (બીજ-વપનમાં) હલાહલ આદિ વિષભક્ષણમાં, જય થશે કે નહિ? એવા પ્રશ્નમાં, શાસ્ત્રના અધ્યયનમાં, રાજયાભિષેક આદિથી મંત્રીપદની સ્થાપનામાં અને સર્વ શુભ કાર્યમાં, ચંદ્ર-વામનાડી પ્રવેશ-પ્રવાહ શુભ છે. કાર્યના પ્રશ્નકાલે અને કાર્યના આરંભકાલે જો વામ-ડાબી નાસિકાના પવન વડે પૂર્ણ વાયુનો પ્રવેશ થાય તો નિઃશંકપણે કાર્યસિદ્ધિ થાય છે. તે વેળાએ નમસ્કુમારને ડાબી નાસિકાએ પવન વડે પૂર્ણ પ્રાણવાયુનો સંચાર થયો. શુભ શુકનને જોતાં સજજન આદિ પરિવારથી યુકત પંથને વિષે પ્રયાણ કરે છે. સાથે માત-પિતા, રાજા-રાણી અન્ય સ્નેહીજનો પણ ચાલે છે. આટલા બહોળા પરિવારયુકત કુમાર અને સુંદરી સમુદ્રકિનારે આવે છે. ત્યાં ઘણા બીજા પણ નગરજનો કુમાર ને સુરસુંદરી જાય છે તેથી મૂકવા માટે સૌ આવે છે. દરિયા કાંઠે સંખ્યાબંધ માણસોનો મેળો જામ્યો છે. આમ ઘણા સાજન, માજન અને નગરની નારીઓ પણ કુમારને વળાવવા કાંઠે આવી છે. વહાણમાં સાથે આવવાવાળા પુરુષો અને સ્ત્રીઓ વહાણમાં ચઢી ગયા છે. ધનાવહ શેઠ ને શેઠાણી ધનવતીને અમર પગે લાગ્યો. વળી રાજા રિપુમર્દન- રાણી રતિસુંદરીની રાજદુલારી પતિ પાછળ પરદેશ જોવા પ્રયાણ કર્યું છે તે સુરસુંદરી ગુણોથી ભરેલી પેટી છે. તેને માતા હૈયા ભરી ભરીને ભેટે છે ને આંખ આંસુની ધારા ચાલી જાય છે. રાણી સુરસુંદરીને છેલ્લે કંઇ જ કહી શકતા નથી. કુમારના માતાપિતા પોતાના પુણ્યશાળી લાલને જોઇ રહ્યા છે. નયનોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. માતા પિતા દીકરાને ભેટી રહ્યા છે. પરદેશની પ્રીત શી! પરદેશ જનાર પાછા આવે ત્યારે આનંદ. કયારે આવે તે નકકી જ નહીં. માટે અમર-સુદંરીનું માતાપિતા માટે છેલ્લું મિલન હતું. સાથે આવેલ સ્વજન પરિવાર પણ આ વિખૂટા પડતા કુટુંબમેળાને જોઇ શકતા નથી. એ સૌની આંખો પણ સજળ બની છે. એમ કરતાં જે સાથે આવવાનો પરિવાર તે પણ ભારે હૈયે વહાણમાં ચડવા લાગ્યો. બારે વહાણને સંભાળનારા સૌએ પોતાની જગ્યા સંભાળી લીધી. ને સમય થયે વહાણે પ્રયાણ કર્યું. છૂટો પડતો સ્વજન વર્ગ સૌ હાથ હલાવીને આવજો આવજો કરી રહ્યા છે. માતા-પિતા પણ છેલ્લી શિખામણ આપતાં કહે છે કે બેટા! ક્ષેમકુશળના સમાચાર મોકલજે. સુરસુંદરીને સાચવજે. સાથે આવેલ પરિવારની પણ દેખભાળ બરાબર કરજે. આ બાજુએ બારે વહાણોને એકી સાથે હંકારવા માટે શુભ સમયે તોપ ફોડી ને તરત જ બધા જ વહાણો એકી સાથે ગતિમાન થયા. સઢવાળાએ સઢને સંભાળી લીધા. વહાણ દેખાયા ત્યાં સુધી દરિયા કિનારે રાજા-રાણી, શેઠશેઠાણી, બીજો પણ પરિવાર ત્યાં ઉભો છે. જયારે દેખાતા બંધ થયા ત્યારે સૌ અશ્રુભીની આંખોને લૂછતા નગર ભણી પાછા ફર્યા. ધ્રુવતારાને જોનારા અધિપતિ ધ્રુવતારાને જુએ છે ને દિશાને જાણીને તે રીતે વહાણને હંકારવાની આજ્ઞા કરે છે. નિઆણ ભરનારા દોરી વડે નિઆણને માપી રહ્યા છે. માલિમ જાતિના પુરુષો પાંજરામાં બેઠા થકાં પટ અને પુસ્તક પટાકા જુએ છે. સુકાનને સંભાળનારા લોકો સુકાનને બરાબર સંભાળપૂર્વક સંભાળીને સુકાન ચલાવે છે. બધા જ વહાણના ખલ સીઓ, ખારવાઓ, સૌથી વધારે મહેનત જેમને પડે તે સૌ પુરુષો સઢની દોરીને સંભાળી રાખે છે. બારે વહાણોને શેઠ ધનાવહે શણગાર્યા હતા, જે શણગારની ગરિમા જુદી હતી. વળી દરેક વાહણમાં જુદા જુદા પ્રકારના વાજીંત્રો પણ ક્યા હતા. ધ્વજાઓ-પતાકાઓ, પણ ફરકી રહી હતી. કવિ ઉપમા કરે છે. આ ધ્વજા વાવટા જે બહુ ફરકી રહ્યા છે ને વાજિંત્ર વાગે છે તો જાણે કે વહાણના શિરે છત્ર ન હોય? તેમ શોભતા હતા. દરિયાઇની સફર કરતા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૯
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy