SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે દીક્ષા લેવા આવ્યો છું. હું પાટણ નગરીનો વતની છું. સંસારમાં મારું કોઈ સગું નથી. આપ કૃપા કરીને મને દીક્ષા આપો. અને ભયંકર સંસારમાંથી મને બચાવી લ્યો. સંસાર સમુદ્રથી મને પાર ઉતારો. વિમલકીર્તિ દિગંબર કહે છે શ્રાવક! તમે ભવ ઉદ્યોગથી દીક્ષા લેવા તૈયાર થયા છો. તે સારી વાત છે. પણ આજે દીક્ષાનો યોગ નથી. આજનો દિવસ દીક્ષા માટે સારો નથી. આવતીકાલે વિચારીશું. વળી સાંભળો-આજે મારે કારણવસાત્ એકાન્તમાં એકલાએ ધ્યાન ધરવાનું છે. માટે હું ધ્યાન ધરવા જાઉં છું. કટિરમાં રાશલ નામે મારો શિષ્ય છે. તે તમારી સંભાળ લેશે. આજે રોકાઈ જાવ. આવતી કાલે દીક્ષાની વાત. આ પ્રમાણે કહી વિમલકીર્તિએ રાશલને બોલાવ્યો. નવા શ્રાવક ધર્મબુદ્ધિની સંભાળ માટે ભલામણ કરી. અને પોતે ધ્યાન કરવાને અન્ય કુટિરમાં ચાલ્યા ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે ધ્યાન ધરવું હોય તો એકલાએ. ધ્યાનમાં બીજાને સાથે ન લેવો જોઇએ. ધ્યાન ધરવામાં એકલો. જયારે ભણવું હોય તો બે જણાં સાથે રહીને ભણતાં મઝા આવે. બે જણા ભણવામાં, ગીત ગાવા હોય, નૃત્ય સાથે કરવું હોય તો ત્રણનો સથવારો જોઈએ. ત્રણ ભેગા થાયતો ગીત-ગાન નાચ આદિ થઈ શકે. મુસાફરી વાટમાં ચાર જણાં જોઈએ. જો આ બધા કાર્યમાં ઘણા માણસો કરવા લાગે તો કાર્યસિદ્ધિ થતી નથી. ઘણાં માણસો એક કાર્યમાં જોડાય તો ખેંચાખેંચની સંભાવના રહે. ધર્મબુદ્ધિનો આખો દિવસ રાશલ સાથે પસાર થઈ ગયો. રાત પડી રાશલે નવા શ્રાવકને સૂવાની જગ્યા બતાવી. અને - પછી પોતાની જગ્યાએ નિરાંતે સૂઈ ગયો. સૌ નિદ્રાધીન થયા. ચોરને તો ઊંઘ આવતી નથી. સૌને ઘસઘસાટ ઊંઘતા જોયા. ચોર પગલે ઊભો થયો. કુટિરમાં જે હતું તે બધું લઇને રવાના થઈ ગયો. ગુરુ ધ્યાન ધરવા ગયા હતા. તેમની ઉપધી પણ ઉપાડી ગયો. સવારે સૌ જાગ્યા. ગુરુ ધ્યાન પૂરું કરીને કુટિરમાં આવ્યા. રાશલને કહે છે મારી ઉપધિ આપ. રાશલ ઉપાધિ લેવા ગયો. સારાયે મઠમાં જોઈ વળ્યો. પણ ગુરુજીની ઉપાધિ મળી નહિ. પાત્ર આદિ ભાજન પણ ન મળ્યા. રાશલ ગુરુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો. હે ગુરુદેવ! ગઇકાલે આવેલ શ્રાવક મઠમાં નથી. ને સાથે તમારી ઉપાધિ નથી. વળી યોગ કરવાનો પટ્ટો નવકારવાળી કવલી, પુસ્તક આદિ કંઈ જ દેખાતું નથી. ચોર બધું જલઈને ચાલ્યો ગયો છે. શ્રાવક થઈને આવ્યો અને આપણે તૂટી ગયો. શિષ્યની વાત સાંભળી ગુરુ પણ આસનેથી ઊભા થઈ ગયા. મઠમાં જોવા લાગ્યા. કંઈ ન મળ્યું. અરે! ચોરને પકડવા જતાં હું જ લૂંટાઈ ગયો, આપણે તો લૂંટાઈ ગયા, ભાઈ લૂંટાઈ ગયા. અરે! રાશલ! મારી પીંછી અને કમંડલ આપ. નગરમાં જઈને કોટવાલ ને વાત કરું શિષ્ય કહે- ગુરુજી! એ પણ લઈ ગયો છે. આ વાત સાંભળીને ગુરુના હૈયામાં ફાળ પડી. અરે! મારું પણ બધું જ ઉપાડી ગયો. મારા લિંગને પણ ન રહેવા દીધું. મારી ઓળખ નિશાની રૂપ પીંછી, કમંડલ પણ લઈ ગયો. આ ચોરે તો મારો વેશ વગોવી નાંખ્યો. હા! હા! કરતાં ભૂમિ ઉપર મૂછ થઈ પડી ગયા. શિષ્ય ગુરુજીને મૂછમાંથી સ્વસ્થ કરવા ઉપાય કર્યા. ભાનમાં આવતાં વળી બબડવા લાગ્યા. આટલું બધું કષ્ટ આપી ગયો. શિષ્ય કહે- ગુરુદેવ! ખેદ ન કરો. હવે શું થાય? વિમલકીર્તિ બોલ્યો- હે રાશલ! મારી વાત સાંભળ! મારી કુટિરમાં દવા માટે વીસ દીનાર રાખી હતી તે પણ આ પાપી લઈ ગયો. દીક્ષાને બહાને મારું બધું જ લૂંટી ગયો. આ સમાચાર કોટવાળને મળ્યા. કોટવાળે રાજાને સમાચાર કહ્યા. વળી રાજદરબારે ચોરને પકડવા પડહ વગડાવ્યો. ભીમ નામના માળીએ સભામાંથી આવીને બીડું પકડયું. આરામિક ભીમો બીડું છલીને ઘેર ગયો. સભામાં ચોરની મા પણ હતી. આ વાત ઘરે જઈને દીકરા-ચોરને કહી. આ વાત સાંભળી ચોર ઘણો હરખાયો. હવે ચોર વૃદ્ધ યોગીનું રૂપ લઇને ભીમ માળીને ત્યાં આવે છે. હાથમાં દેવીની પ્રતિમા છે. બીજા હાથમાં જોષ જોવા માટે ટીપ્પણું પુસ્તક લીધું છે. વૈદકશાસ્ત્રને જાણતો હોય તેમ થોડી ઘણી ઔષધિઓ પણ સાથે લીધી છે. આવા ઠઠારા સાથે હાથમાં લાકડી લઈને ભીમના દરવાજે આવી ઊભો. તેની પાછળ લોકોનું ટોળું છે. કવિતા ગાતા ગાતા ઊભો છે. વૃદ્ધ એવા યોગીરાજને ૨૩) (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy