________________
રનનુયાધિકાશ.
પશ્ચિાત્તાપ
પિનાતિ (દશી ૨૦). कृतं मयामुत्र हितं न चेह, लोकेऽपि लोकेश मुखं न मेऽभूत् ।। अस्मादृशां केवलमेल जन्म, जिनेश जज्ञे भवपूरणाय ॥ ६॥
છકાય જીના પ્રતિપાળક, હે જગન્નાથ, મેં નિશ્ચ પરભવને વિષે કોઈ પણ પ્રકારનું હિત એટલે લોકકલ્યાણ, કે આત્મકલ્યાણુ, કે પરોપકારાદિ કાંઇ પણ સુકૃત ન કર્યું, તેથી જ આ ભવમાં પણું મને યથાર્થ સુખ પ્રાપ્ત ન થયું ; હે જિનનાથ, અમારા જેવાને જન્મ તે કેવળ અવતાર પૂર્ણ કરવારૂપ થયે, અર્થાત્ જેમ પર ઘણા ભવ વ્યર્થ કર્યા તેમ આ પણ એક વધારે, ગણવામાટે થયા. ૬. તથા– मन्ये मनो यन्न मनोवृत्तत्वदास्वपीयूषमयूखलाभात् । द्रुतं महानन्दरसं कठोरमस्मादृशां देव तदश्मतोपि ॥ ७ ॥
હે સ્વામિન આપનું અતિ સુંદર, શાંત પવિત્ર, શીળવંત મહામનેર સુધારસમય મુખરૂપી ચંદ્ર કિરણના અપૂર્વ દર્શનને લાભ થયા છતાં તથા તેમાંથી નિકળતા પરમ અમૃત સદ્દસ દેશનારૂપી મહા આનંદદાયક રસનું મન થયા છતાં પણ મહરૂં મન તેમાં લેશમાત્ર ભીનું થયું નહિ, પિગળ્યું નહિ, તેથી હું એમ માનું છું કે તે માહારું મન પાષાણ થકી પણ અત્યંત કઠોર હોવું જોઇએ. ૭. વળી– त्वतः सुदुष्मापमिदम्पयाप्त, रत्नत्रयम्मूरिभवभ्रमेण । ... प्रमादनिद्रावशतो गतन्तत् , कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८॥
હે નાથ, સેંકડો ભવ ભમતાં મહા કટે પ્રાપ્ત થાય એવું અતિ દુર્લભ સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્ન ત્રયનું શુદ્ધ સેવત આપ પાસેથી મને મળ્યા છતાં મેં તેને વિષય કષાયાદિ પ્રમાદ તથા નિદ્રાને વશ પડી, તથા વ્યર્થ વિથાઓ, પરનિંદા તથા કુથલી કરવામાં ગુમાવ્યું; માટે હવે હું રંક પામર ભિખારી કેની આગળ પિકાર કરું? મારે તે એક આપનેજ આધાર છે તે હવે આપની કૃપા થાય તેજ મારું કાંઈ શ્રેય થાય તેમ છે. ૮. તેમજ-.
वैराग्यरक परवचनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्यनश्च मेऽभूद, कियद् हुने हास्यकरं स्वमीच ॥९॥