________________
પરિ છે.
દેવસ્તુત્યધિકાર. ભાવથી પિતાની ખરી સ્થિતિ જાહેર કરવામાં આવે અને દીનભાવથી માગણી કરવામાં આવે. એટલે ભક્તને ખરા ભાવજ પિતાને વાંચ્છિત ફળ આપે છે માટે આત્મકલ્યાણની ઈચ્છા કરનારે તેમ તેને લગતા દરેક પ્રકારનો થન કરનારે ખરા ભાવથી એટલે નિષ્કપટ ભાવથી અને દીનપણુથી તેની સ્તુતિ કરવી આવશ્યક હોવાથી દેવસ્તુતિનો અધિકાર ચાલુ કરવામાં આવે છે.
દેવ યે પામો,
૩પતિ (૧ થી ૪). श्रेयः श्रियां मङ्गलकेलिसद्म, नरेन्द्रदेवेन्द्रनतांघ्रिपद्म। .. सर्वज्ञसर्वातिशयप्रधान, चिरं जय ज्ञानकलानिधान ॥१॥
સર્વ પ્રકારના કલ્યાણને કરનારી એવી જ્ઞાનાદિ અનંત ગુણ લહમીરૂપ, સર્વ પ્રકારના માંગલિકને કીડા કરવાના મંદિરરૂપ, ચક્રવર્યાદિ મનુષ્યના મહારાજાએ તથા દેવના જે ઈંદ્રા તેમણે જેમનાં ચરણ કમલ પ્રત્યે મહા ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે એવા, જગતુત્રયના સર્વ ભાવને એક સમયમાં સમકાળે જાણનાર, હેવાથી સર્વજ્ઞ એવા, વળી અષ્ટ મહાપ્રાતિ હાય તથા ચેત્રીશ અતિશય યુક્ત સર્વોત્તમ મહિમાવંત એવા, અને સર્વ પ્રકારની કલાઓને જીતનારી એવી કેવળ જ્ઞાનરૂપી સર્વોત્કૃષ્ટ કળાના નિધાન એવા હે વિતરાગ જિનેશ્વર પ્રભુ, હે પરમાત્મા આપ સદા ઉત્કૃષ્ટપણે જયવંતા વ. ૧.
વીતરાગમતિ દીનવાણી. जगत्रयाधार कृपावतार, दुर्वारसंसारविकारवैद्य ।
श्रीवीतराग त्वयि मुग्धभावाद्विज्ञप्रभो विज्ञपयामि किञ्चित् ॥२॥
ત્રણ ભુવનના એક પરમ આધારભૂત, એવા હે નાથ, સર્વ જગત જીવ ઉપર સમાન દષ્ટિએ એકાંત દયાનાજ અવતારરૂપ, એવા, વળી આ ભયંકર ચતુર્ગતિ ભ્રમણરૂપ, વિષય કષાયના મૂળરૂપ, અત્યંત કષ્ટ કરીને નિર્વાણ થઈ શકે એ આ મહા સંસારરૂપી જે દીર્ઘ રોગ, તેના અતિ પ્રબલ રાગ, દ્વેષ, અજ્ઞાન મેહ, મિથ્યાત્વાદિ દારૂણ વિકારેને પરમશાંત દેશનામૃતરૂપી શમતામય શીતલ ઔષધોપચારે કરીને મટાડવામાં, હે સર્વોત્કૃષ્ટ ધવંતરિ વૈદ્ય! ગયા છે રાગ અને દ્વેષાદિ સર્વ દેશે તે જેમના, એવા હે વીતરાગ પરમાત્મા, હે ચતુર શિરોમણિ તમારી આગળ હું અલ્પમતિવંત, વિકલ જ્ઞાનવાળે હોવાથી ભેળે ભાવે લેશમાત્ર વિનતિ કરૂં છું... ૨.