________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ – ભાગ ૨ એ. સક્ષમ - પૂજ્ય માતાપિતા સન્મુખ બાળકના બે બેલ. किम्बाललीलाकलितो न बालः, पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाग्रे ॥ ३ ॥
હે સ્વામિના બાલચેષ્ટાએ યુક્ત એ મુગ્ધ બાલક, સર્વ પ્રકારના વિકલ્પરહિત હેવાથી, નિર્દોષપણે, સરલતાથી પિતાના માતાપિતા આગળ નિડરપણે નિખાલસ દીલથી શું નથી બલતે? અર્થાતુ, બેલે છે તેમ હું પણ મારા પાપના પશ્ચાત્તાપપૂર્વક મારા અભિપ્રાયને આપની પાસે યથાર્થ કહી બતાવું છું. ૩.
જન્મની નિષ્ફળતા–વ્યર્થ ભ્રમણ. दत्तं न दानं परिशीलितं च, न शालिशीलं न तपोभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन्, विभो मया भ्रांतमहो मुधैव ॥ ४॥
હે સ્વામિન, મેં મૂઢે સત્પાત્રને વિષે દાન પણ ન દીધું, વળી અબ્રહ્મના ત્યાગરૂપ અને રૂડા આચારના સેવનરૂપ પવિત્ર શીળ ધર્મને પણ ન પાળે, વળી પરમાત્માએ કહેલ બાહ્ય અને આત્યંતર બાર પ્રકારને ઈચ્છાનિધિરૂપ તષ પણ સમતા ભાવે ન કર્યો તેમ ચિત્તના નિર્મલ પરિણામરૂપ ભલે ભાવ પણ ન ભાવ્ય અર્થાત્ ભક્તિ, વિરાગ્ય, અને જ્ઞાનની કઈ પણ રૂડી ભાવનાનું ચિંતવન કર્યું નહિ; માટે હે પ્રભે, મેંતો આ સંસારને વિષે વ્યર્થજ જન્મમરણરૂપ ભ્રમણ કર્યું. ૪.
પ્રભુતરફ પ્રેમ ન થવાનું કારણ
વિગ્રા. दग्धोऽग्निना क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । प्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वां ॥५॥
હે પ્રભુ, ક્રોધરૂપી અગ્નિના સદા ધગધગતા તાપે તપ્ત થયેલે, અને લેભરૂપી મહા ભયંકર સપે ડસેલે, તથા અહંકારરૂપી અજગરે ગળે; અને માયા એટલે છલ, કપટ, પ્રપંચરૂપી જાળના બંધનમાં બંધાયેલે એ હું પામર પ્રાણી છું; તેથી હે પ્રભુ, હું આપને કેવી રીતે ભજું? હે નાથ, આ અનાદિ અનંત કાળના કેડે લાગેલા ક્રોધ, માન, માયા, અને લેભરૂપી ભયંકર શત્રુઓથી હું છૂટું; એવી મહારા ઉપર આપની કૃપા થયે આપનું સમ્યક્ પ્રકારે સેવન કરવાને મારે હેતુ જ્યારે પાર પડે છે. '