Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
६१
સમાધાન : પ્રતિક્રમણ સમ્યગ્દર્શનમાં લાગેલા અતિચાર, દેશવિરતિધર્મમાં લાગેલા અતિચાર અને સર્વવિરતિ ધર્મમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે યોજાયેલું છે, તથા સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિના અધિકારી એવા બીજા જીવોને પણ પોતાના ગુણસ્થાનને યોગ્ય વર્તન નહિ કરવાના કારણે લાગેલા અતિચારની શુદ્ધિ કરવા માટે છે. તેથી દોષની શુદ્ધિને ઇચ્છનાર સર્વ કોઈ આત્માઓએ પ્રતિક્રમણ કરવાની જરૂર છે.
આવશ્યકનિર્યુક્તિમાં પ્રતિક્રમણ કરવામાં ખાસ પ્રયોજનો બતાવતાં કહ્યું છે કે
(પ્રસંગે) નિષિદ્ધનું આચરણ કરવાથી, વિહિતનું આચરણ ન કરવાથી, જે વસ્તુ જે રીતે શ્રદ્ધેય હોય, તે વિશે અશ્રદ્ધા કરવાથી, તથા માર્ગથી વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી જે દોષો લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે.*
આ ચારેય વસ્તુઓ ઉન્નતિના અર્થી મનુષ્યમાત્રને લાગુ પડે છે. તેથી એ ચારે દોષોનું જેમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ સૌ કોઈ આત્માર્થી જીવને ઉપકારક છે.
સુવિહિતશિરોમણિ આચાર્યપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વર ફરમાવે
છે કે
નિષિદ્ધનું આસેવન આદિ, જે કારણ માટે પ્રતિક્રમણના વિષયરૂપ કહેલ છે, તે કારણ માટે આ પ્રતિક્રમણ ભાવશુદ્ધિનું-અંતઃકરણની નિર્મળતાનું પરમપ્રકૃષ્ટ કારણ છે.*કારણ કે-એમાંનો એક એક દોષ પણ જો તેમાંથી પાછું ફરવામાં ન આવે તો અનંતગુણ પર્યત દારુણ વિપાક આપનારો થાય છે.
શંકા ૬ : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી હોય છે. તેનાં સૂત્રોનો અર્થ જેઓ જાણતા હોતા નથી તેઓની આગળ એ સૂત્રોને
* पडिसिद्धाणं करणे किच्चाणमकरणे पडिक्कमणं ।
असद्दहणे य तहा विवरीयपरूवणाए य ॥ x निषिद्धासेवनादि यद्विषयोऽस्य प्रकीर्तितः । .
तदेतद्भावसंशुद्धेः कारणं परमं मतम् ॥
योगबिन्दु गाथा-४००
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org