Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
..?
પણ એ જ નિયમ છે. ધર્મકળાનો અભ્યાસ એમાં અપવાદ બની શકે નહિ. શંકા ૨ : પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું, એ માયાચાર નથી ?
સમાધાન : પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું તેટલા માત્રથી એ માયાચાર નથી, પરંતુ ફરી તે પાપનું તે ભાવે સેવન કરવું એ* માયાચાર છે. પ્રતિક્રમણ કરનાર વર્ગ પાપથી છૂટવા માટે પ્રતિક્રમણ કરે છે. તેથી તેનો ભાવ ફરી વાર પાપ નહિ કરવાનો છે. ફરી વાર પાપ નહિ કરવાનો ભાવ હોવા છતાં ફરી વાર પાપ થાય છે, તેનું ફરી વાર પ્રતિક્રમણ કરે છે. એ રીતે વારંવાર પ્રતિક્રમણ કરવાથી તેને અનુબંધ પાપ કરવાનો નહિ પણ પાપ નહિ ક૨વાનો પડે છે. પાપ નહિ કરવાનો અનુબંધ જ તેને એક વખતે સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. તેથી શ્રી જિનશાસનમાં જ્યાં સુધી જીવ પાપથી રહિત ન બને, ત્યાં સુધી તેને પાપનું પ્રતિક્રમણ અવશ્ય કર્તવ્ય તરીકે ઉપદેશ્યું છે. એ માટે કહ્યું છે કે :
મૂલપદે ડિક્કમણું ભાખ્યું, પાપતણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે.
૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ ૨જી-ગાથા ૧૮મી. પાપને નહિ કરવારૂપ મુખ્ય પ્રતિક્રમણ શક્તિ મુજબ અને ભાવ મુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે.
અથવા કહ્યું છે કે :
પડિક્કમણું મૂલપદે કહ્યું, અણકરવું પાપનું જેહ મેરે લાલ; અપવાદે તેહનું હેતુ એ, અનુબંધ તે શમ-રસ-મેહ મેરે લાલ. પ્રતિક્રમણ ગર્ભહેતુ સ્વાધ્યાય-ઢાળ ૯મી-ગાથા ૩જી.
* તે ભાવે એટલે ફરી કરવાના ભાવે અથવા ફરી પાપ કરીશું અને ફરી મિથ્યા દુષ્કૃત દઈશું એવા ભાવે, તે માટે કહ્યું છે કે
મિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે; આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે રે.
ઉ. શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન-ઢાળ બીજી, ગા. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org