Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
५८
સમાધાન : જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વ્રતની પ્રતિજ્ઞાના ૧૪૭ વિકલ્પો માનવામાં આવ્યા છે. તે આ રીતે :
(એક ત્રિકસંયોગી)
(૧) મનથી, વચનથી અને કાયાથી.
(૨) મનથી, વચનથી.
(૩) મનથી, કાયાથી. (૪) વચનથી, કાયાથી.
(૫) મનથી.
(૬) વચનથી.
(૭) કાયાથી.
એ રીતે (એક) ત્રિકસંયોગી, (ત્રણ) દ્વિકસંયોગી અને (ત્રણ) અસંયોગી, એ કુલ સાત વિકલ્પો, ત્રણ કરણના અને એ જ રીતે કુલ સાત વિકલ્પો ( કરવું, કરાવવું અને અનુમોદવું) એ ત્રણ યોગના, એ બેનો ગુણાકાર કરતાં ૭×૭=૪૯ અને એને ત્રણ કાળે ગુણતાં ૪૯૪૩=૧૪૭ વિકલ્પો થાય છે. એમાં લીધેલા કેટલાક વિકલ્પોનું પાલન થાય અને અન્ય વિકલ્પોનું પાલન ન થાય તો પણ પ્રતિજ્ઞાનો સર્વાંશે ભંગ થયો ગણાય નહિ. એમાં જે માનસિક ભંગ થાય છે, તેને અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર માનેલ છે, પણ અનાચાર કહેલ નથી. અતિક્રમાદિ દોષોનું નિંદા, ગહ, આલોચના અને પ્રતિક્રમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે અને એ રીતે પ્રતિજ્ઞાનું નિર્વહણ થઈ શકે છે. દોષવાળું કરવા કરતાં ન કરવું સારું એ વચનને જૈન શાસનમાં ઉત્સૂત્ર વચન તરીકે સંબોધવામાં આવ્યું છે. કરવું તો શુદ્ધ જ કરવું, અન્યથા કરવું જ નહિ. એ વચન શાસ્ત્રકારોને માન્ય નથી, કારણ કે-કોઈ પણ ક્રિયા વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપપૂર્વકના અભ્યાસથી જ શુદ્ધ થાય છે. અભ્યાસના પ્રારંભકાળમાં ભૂલ ન જ થાય એમ અજ્ઞાની જ માને. ભૂલવાળાં અનુષ્ઠાનો કરતાં કરતાં જ ભૂલ વિનાનાં અનુષ્ઠાનો થાય છે. સાતિચાર ધર્મ જ નિરતિચાર ધર્મનું કારણ બને છે. જેટલા જીવો આજ સુધી મોક્ષે ગયા છે, તે એ રીતે સાતિચાર ધર્મનું આરાધન કરીને નિરતિચાર ધર્મ પાળનારા થયા છે. દુન્યવી કળાઓના અભ્યાસમાં
Jain Education International
(ત્રણ દ્વિકસંયોગી)
(ત્રણ અસંયોગી)
For Private & Personal Use Only
www.jainelibrary.org