Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
દ્વાદશાંગીનો સાર છે અને તેનાથી મુક્તિ નિકટ આવે છે. આવા ચારિત્રગુણનો અભ્યાસ એ જીવન સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યસૃષ્ટિ જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપ રમણતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે આ ચારિત્ર એ. પરમ દ્વાર છે અને એ જ પરમ કસોટી છે. જેઓ એ કસોટીમાંથી પસાર થવા માટે આનાકાની કરે છે કે અણગમો બતાવે છે, તેઓ ચારિત્રગુણથી હજારો કોશ દૂર છે. એટલું જ નહિ પણ ચારિત્રગુણના પાલનને પરિણામે મળનારી સુગતિના ભાગી થવા માટે સર્વથા બેનસીબ છે.
સાવદ્ય વ્યાપારોનું પ્રત્યાખ્યાન અને નિરવદ્ય વ્યાપારોનું આસેવન એ જ એક ચારિત્રનું લક્ષણ હોય તો તે ચારિત્રને ટકાવનાર કે વધારનાર, જન્માવનાર કે સુધારનાર સન્ક્રિયા સિવાય બીજું કોઈ નથી, એ વાત આપોઆપ સિદ્ધ થાય છે. એટલા માટે શાસ્ત્રકારોએ ચારિત્રનું બીજું લક્ષણ સમિતિગુપ્તિથી પવિત્રિત ચારિત્ર પણ કહ્યું છે. કાયાની સમ્યફ પ્રવૃત્તિ, એ સમિતિઓ છે, અને કાયા, વચન અને મન એ ત્રણેનો સમ્યગ્ (પ્રવર્તનનિવર્તનરૂપ) નિગ્રહ, એ ગુપ્તિઓ છે. તેની સંખ્યા અનુક્રમે પાંચ અને ત્રણ મળીને આઠ છે. એ આઠ પ્રકારની ક્રિયાઓને પ્રવચનની માતા અને દ્વાદશાંગરૂપ જૈન શાસનની જનેતા તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે.
કિલ્લો સમારકામથી જ ટકે, તેમ ક્રિયારૂપી કિલ્લો પ્રતિક્રમણરૂપી સમારકામથી જ ટકે. પ્રતિક્રમણ એ ક્રિયારૂપી કિલ્લામાં પડેલાં છિદ્રો કે ગાબડાઓનું સમારકામ છે. એ રીતે ચારિત્રનો પ્રાણ ક્રિયા છે અને ક્રિયાનો પ્રાણ પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણની ક્રિયાને અંગે કેટલીક શંકાઓ અને તેનાં સમાધાન
શંકા ૧ : પ્રતિક્રમણ એ છ આવશ્યકમય છે અને તેમાં પહેલું સામાયિક છે. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર કરવા નહિ, કરાવવા નહિ કે અનુમોદવા નહિ એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તો વશ રહેતું નથી, તો પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ?
* तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् ।
શારીર-મનને નાની મોક્ષ) | -શ્રી હરિભદ્રસૂરીશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org