________________
-
૨૩
પણ એવા પ્રકારના પહેરે છે કે તેઓ નીચે બેસી શકતાં નથી. આવા પેન્ટ અને સ્કટ પહેરાવી પાછા મા બાપ ખુશ થાય કે અમારા દિકરા દિકરી કેવા સુંદર દેખાય છે! બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે કપડાં પહેરવામાં પણ મર્યાદા હોવી જોઈએ. તમારા દિકરા દિકરીને કહી દેજે કે સે રૂપિયે વારનું કપડું પહેરાવીશ પણ આ ફેશનેબલ વો ન જોઈએ. છે કહેવાની તાકાત! ત્યાં તે ડર લાગે છે કે રખે દિકરો રિસાઈ જાય, પણ તિજોરીમાંથી નેટના બંડલ ઉપાડી જાય તે તમે તેને કંઈ કહે કે નહિ? (સભા -ત્યાં તે તરત જ કહી દઈએ) ત્યાં રીસાઈ જવાને ડર ન લાગ્યો પણ જ્યાં જીવનની બરબાદી છે ત્યાં જ ડરે છે.
માતા કહે છે કે દિકરા ! તું લગ્ન કર. માતાઓને પણ સાસુ બનવાના કોડ હોય છે, કે વહુ આવે ને હું ચાકળે બેસું અને કહ્યું કે, વહુ પાણીને લોટ આપે. પછી તે નીવડે તેવા ખરા. સાસુજી કહે, વહુ આવશે પછી હું ખૂબ ધર્મ કરીશ, પણ વહુ આવ્યા પછી તે બંધનમાં પડી જાય છે. અને કરતાં હતાં તે પણ અટકી જાય છે.
આ માતાએ દીકરાને પરણાવ્યું. વહુ સાસુજીના પગમાં પડી અને સાસુજીનો પાલવ પકડ્યો એટલે સાસુજી માથે હાથ મૂકીને કહે છે, વહુ બેટા ! આ ઘરબાર તિજોરી બધું જ તમારૂં છે અને વધુમાં મારે દીકરે પણ તમારે છે. દીકરી વહુને સંપી દીધે. પણ જે ચાર દિવસ દિકરે માતાને ન બોલાવે તે જોઈ લે મઝા ! ખેર, હવે વહુને પરણ્યા અઠવાડિયું થયું. ઘી ગોળ તેલ અનાજ બધું કયાં કયાં રહે છે તેથી બધી રીતે માહિત ગાર કરી દીધી. તિજોરીની ચાવી, દાગીનાં, કપડાં બધુંજ વહુને સેંપી દીધું. ત્યારે વહ વિચાર કરે છે કે મારા સાસુજી કેવા ભેળા ભગવાન જેવા છે.! પિતે કંઈજ ખાનગી રાખ્યા સિવાય બધુંજ મને અર્પણ કરી દે છે. હે પ્રભુ! મને કઈ દિવસ કુબુદ્ધિ ન આપીશ. મારું ઘર સ્વર્ગ બની રહે એવી હું પ્રાર્થના કરું છું.
- પાંચ વર્ષ તે વીતી ગયાં. કઈ જાતને વાંધો ન આવ્યો. સાસુ પણ વ્યવહારના કોઈ કાર્યમાં માથું મારતા નથી. ધર્મસ્થાન કરે છે. પણ બાજુમાં રહેતી પાડોશણ વહુને કહે છે, બહેન ! તને આવું જીવન કેમ ગમે છે? કઈ દિવસ તમારે હરવા ફરવા જવાનું નહિ, નાટક, સિનેમા જેવા કે ભેળ ખાવા જવાનું નહિ. આ તે કેમ ગમે? વહુ કહે છે, બહેન! અમે તો અાનંદથી રહીએ છીએ. મને કઈ જાતનું દુઃખ નથી. મારા સાસુજીની આજ્ઞા છે કે૮ પાણીને બદલે દુધ પીજે, તેલના બદલે ઘી વાપરજે, પણ આપણા ઘરના સંસ્કાર બગડવા જોઈએ નહિ.” માટે તમે તે બાબતમાં કંઈ જ કહેશે નહિ.
વહુ તે સારી છે, પણ સંગ તેને બગાડે છે. સંગ કરો તે સત્સંગ કરજે પણ કુસંગ કરશો નહિ. પાડેશણ રેજ આ વાત કરે છે ત્યારે હવે વહુના દિલમાં પણ પરિવર્તન થયું. પણ તે સમજે છે કે મારા સાસુજી તે દેવને અવતાર છે. પાંચ પાંચ