________________
ઝળહળતાં નક્ષત્રો
૫૩
તેમના મનની આ મર્યાદા જાણતા હતા, તેથી પોતે ઇરાદાપૂર્વક નિર્વાણ જાણી ગૌતમને દૂર મોકલે છે. ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળીને પ્રારંભમાં તો ગૌતમ ગણધર આકુળવ્યાકુળ બની જાય છે, પણ થોડી જ ક્ષણોમાં કેવળજ્ઞાનનો ઝળહળતો પ્રકાશ તેમના આત્મતત્ત્વને અજવાળી રહે છે. આ પ્રચલિત કથા શું ભગવાન મહાવીરનું અસાધારણ મનોવૈજ્ઞાનિક ઊંડાણ નથી બતાવતી? મેઘકુમારને સાધનામાં સંકટ સમયે પૂર્વભવનું સ્મરણ કરાવે છે, તેમાં પણ સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક રહસ્ય સમાયું છે.
ભિખ્ખજીવનમાં તો પ્રથમ પ્રવ્રજ્યા લીધી હોય તે વંદન કરવા યોગ્ય છતાં ગૃહસ્થજીવનની પોતાની મહત્તાને સ્મરીને પોતાનાથી નાના છતાં દીક્ષાધર્મમાં વહેલા પ્રવેશેલા શ્રમણજીવન ગાળનારને પ્રણામ કરવામાં અચકાતા પોતાના ભાઈ બાહુબલિને માનરૂપી હાથી પરથી ઊતરવા કહેતી બહેનોની પ્રચલિત જૈનકથા પણ કેવા કેવા ઊંચા મનોવૈજ્ઞાનિક ભાવ પ્રગટ કરે છે!
આત્મદર્શન : સવપિરી દર્શન
આમ મનોજગતનું દર્શન પણ દર્શન છે. પણ શાસ્ત્રોએ આ દર્શનને પણ ઉચ્ચતમ દર્શન બતાવ્યું નથી. ઈદ્રિયોથી ઊંચું છે મન, મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી પણ સૂક્ષ્મ છે આત્મા. આ આત્માનો અનુભવ જ દર્શનશાસ્ત્રોનો પ્રધાન વિષય છે.
વિશ્વના મનન અને ચિંતનને ક્ષેત્રે આચારનું દર્શન આચારાંગસૂત્રમાં સુંદર રીતે ઉપલબ્ધ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં આત્મદર્શનનું બેનમૂન પથપ્રદર્શન તો જગતની જૈનેતર પ્રજાને પણ દુર્લભ અને પ્રેરણાદાયી બની રહ્યું છે. કહેવાયું છે કે આત્માના અસંખ્ય પ્રદેશ રહેલા અનંતાનંત ગુણો ખીલે ત્યારે માનવજીવનના ઉદયાચલે સાચો સૂર્યોદય થયો ગણાય.
ભગવાન મહાવીરનો આદેશ સ્પષ્ટ છે કે વીરપુરુષ દુર્જય સંગ્રામમાં લાખો યોદ્ધાઓને જીતે છે; પણ પોતાના આત્મા પર વિજય મેળવવો એ જ સર્વોપરી વિજય છે. જે આત્માના વિરાટ સ્વરૂપને ઓળખે છે તેણે બધું જ જાણી લીધું છે. સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, મૌનથી મુનિ અને તપથી તપસ્વી થાય થવાય છે. આયુષ્યમનું, વિવેકપૂર્વક ચાલો, જયણાપૂર્વક ઊભા રહો, બેસો ભોજન કરો, બોલો તો વિશેષ પાપકર્મનું બંધન થશે નહીં, એ જ પરમ ધર્મ ગણાયો છે.
વિવિધ દર્શનોમાં એક અનોખું જૈનદર્શન
ગૌતમનું ન્યાયદર્શન, કણાદનું વૈશેષિક દર્શન, પતંજલિનું યોગદર્શન, કપિલનું સાંખ્યદર્શન, જૈમિનીનું પૂર્વમીમાંસા-દર્શન અને બાદરાયણનું ઉત્તરમીમાંસા દર્શન અથવા વેદાન્તદર્શન, આ વૈદિક દર્શન છે. બૌદ્ધોમાં પણ શૂન્યવાદી, યોગાચાર અને ક્ષણિક
વિજ્ઞાનવાદી વેભાવિક બૌદ્ધોની દાર્શનિક શાખાઓના અનેક ગ્રંથો છે. પશ્ચિમમાં પણ કેન્ટ, શોપનહર, સ્પિનોઝા, શ્લેગલના દર્શનગ્રંથો ઘણાં પ્રચલિત છે.
આ દર્શન-વાડમયમાં જૈન દર્શનનું એક આગવું સ્થાન છે. છેક ભગવાન ઋષભદેવથી પ્રસ્થાપિત થયેલ જૈનદર્શનની પૂર્ણ વિકસિત, ગહનગંભીર ગરિમા ચરમ તીર્થકર ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર સુધી ચાલી આવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org