________________
ઝળહળતાં નક્ષત્રો
૫૪૧
જૈનધર્મમાં આદર્શ જીવનવ્યવસ્થા, - અહિંસા અને મહાવીર સ્વામી
ડૉ. રસેશ જમીનદાર
વિશ્વની સંસ્કૃતિઓમાં માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ જીવંત રહી છે. ત્યારથી અદ્યાપિ તે વિદ્યમાન રહી છે. આપણા રાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિઓ મૂળ તો વૈદિક સંસ્કૃતિનાં અવાંતર પામેલાં વિવિધ સ્વરૂપ જ છે. જૈન સંસ્કૃતિ એ માંહેની એક છે. જૈનધર્મ વેદોક્ત પ્રસ્તુત જીવનપ્રણાલિથી અટકાઈને જીવીને ફક્ત બે જ તબક્કામાં વિભાજિત કરે છે. ગૃહસ્થ જીવન અને શ્રમણજીવન. ગૃહસ્થજીવન દરમ્યાન રોજિંદા જીવનમાં કોઈને કોઈ તબક્કે આપણે દુઃખ પહોંચાડીએ છીએ. એમાંથી મુક્તિ મેળવવા કાજે પાંચ અણુવ્રતની વ્યવસ્થા છે જે જૈનધર્મનું ઉમદા ઘરેણું છે. જેનોમાં મોક્ષપ્રાપ્તિનું મહત્ત્વ અનન્ય છે. તીર્થકરો એવા ઉમદા વ્યક્તિત્વથી સભર છે. અણુવ્રતમાં ક્યારેક ક્ષતિ ચલાવી લેવાય પણ મહાવ્રતમાં ક્ષતિને કોઈ સ્થાન હોઈ શકે નહીં. અહિંસા હોય ત્યાં દયા હોય જ. દયા એ જ ધમનું મૂળ છે. આથી ગાંધીજી સાધિકાર કહે છે કે અહિંસા એ બળવાનનું શસ્ત્ર છે. અહિંસા એ કાયરતાનું પ્રતીક નથી જ. ગૃહસ્થી જીવન જીવતાં પણ સંન્યાસી ભાવ અંકે કરી શકાય છે. જિનશાસનનાં નક્ષત્રમાં મહાવીર સ્વામી શીર્ષસ્થ નક્ષત્ર છે.
આ લેખમાળા રજૂ કરનાર ડો. રસેશ જમીનદાર એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ખ્યાતનામ વિદ્વાન! સિક્કાવિજ્ઞાન અને અભિલેખવિદ્યા, દફતરવિદ્યા અને સ્થળનામવિદ્યામાં અન્વેષણક્ષેત્રે મોટા ગજાનું નામ! કહો કે અભ્યાસુ અન્વેષક, સત્ત્વશીલચિંતક અને સુપ્રસિદ્ધ ઇતિહાસલેખક! તેમનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામે પિતા ચતુરભાઈ અને માતા મણિબહેનને ત્યાં થયેલો. શાળાકીય શિક્ષણ પીજ અને કઠલાલમાં પૂરું કરીને તેમણે બી.એ., એમ.એ. અને પીએચ.ડી.ની તમામ ઉચ્ચ ઉપાધિઓ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી.
ડૉ. જમીનદારે તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત ઈ.સ. ૧૯૬૩માં અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના, અમદાવાદમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાઈને કરેલી અને ૧૯૯૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થામાં લેક્ઝરર, રીડર, પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ જેવાં સ્થાનો શોભાવ્યાં.
લગભગ ત્રણ દાયકાથી વધારે સમય સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન, અન્વેષણ અને સંલેખન કરતાં કરતાં ડૉ. જમીનદારે એ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. સંસ્થાના ત્રિમાસિક શોધપત્ર ‘વિદ્યાપીઠના સહતંત્રી તથા સંપાદકમંડળના સક્રિય સભ્ય, અભ્યાસ સમિતિ, વિદ્યાકીય પરિષદ, ટ્રસ્ટી મંડળ તથા વિવિધ સમિતિઓના સભ્ય તરીકે કાર્યરત રહીને તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનો સર્વગ્રાહી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org