Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 665
________________ ઝળહળતાં નક્ષત્રો વિક્રમ રાજાના શત્રુંજય સંઘમાં ૧૬૮ સુવર્ણમંદિરો અને ૫૦૦ જેટલા હાથીદાંત અને ચંદનના મંદિરો હતા. (ગ) તીર્થયાત્રા :—પૂરા સો વરસથી પ્રાચીન જિનાલયો તીર્થમાં લેખાય છે, જેના નિમિત્તે યાત્રા કરવા જનાર જાત્રાળુઓ માટે તે તે જિનાલયોના પરિસરમાં વિવિધ સગવડો ઊભી કરાય છે. તીર્થંકર ભગવાનની કલ્યાણક ભૂમિઓ સ્વયંભૂ તીર્થ છે. સાધુ-સાધ્વી વળી પાછા જંગમ તીર્થ છે. આમ વરસે ઓછામાં ઓછા પાંચ તીર્થોની જાત્રા કરનારા પૂર્વકાળે પણ હતા, આજેય પણ છે. તીર્થયાત્રાથી સમકિત નિર્મળ થાય છે, જૈન સમાજનું ગૌરવ વધે છે. દેવદ્રવ્યની વૃદ્ધિ, તીર્થોની રક્ષા, સરકાર ઉપર પણ વર્ચસ્વ અને શાસનહિતની પ્રવૃત્તિઓ પાંગરે છે. પૂર્વકાળમાં છ'રી પાલિત સંઘોની યાત્રા દ્વારા અનેક આત્માઓ હળુકર્મી બનતા હતા. સંઘપૂજન, અનુકંપાદાનથી લઈ ગુપ્ત દાનો અને જીવદયાની પ્રવૃત્તિઓ થતી હતી. અન્યક્ષેત્રે વૃતં પાપં, તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્ઞતેણે મવિષ્યતિ ।। કારણ કે તીર્થો તારે છે, કર્મનિર્જરા કરાવે છે, પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરે છે ઉપરાંત જિનશાસન ધબકતું રહે છે. આ તીર્થોનો વારસો શ્વે. મૂ.પૂજક સંઘમાં છેક ભગવાન મહાવીરસ્વામીના કાળથી આજ સુધી વ્યવસ્થિત સચવાતો આવ્યો છે. અને અનેક તીર્થો જિર્ણોદ્ધાર પણ પામ્યા છે, પામી રહ્યા છે. તીર્થરક્ષા માટે અપાયેલા બલિદાન, સમય-સંપત્તિના ભોગ વગેરે ઉપરાંત તીર્થોના ઇતિહાસ જાણવા-સમજવા યોગ્ય વિષય છે. અત્રે તીર્થયાત્રાના અમુક પ્રસંગો નોંધમાં લેવાયા છે. (૧) વિક્રમાદિત્યના સિદ્ધગિરિરાજના સંઘમાં ૧૧૦ લાખ ગાડાઓ હતા. પાંચ હજાર જેટલા આયાર્યભગવંતો અને સેંકડો ચલમંદિરો સાથે છ'રીપાલિત સંઘ પ્રસ્થાન થયેલ હતો. (૨) વસ્તુપાળ તેજપાળના ૧૨।। સંઘો, પેથડ મંત્રીના સંઘમાં સાત લાખ યાત્રાળુઓ, ઝાંઝણ શેઠના સંઘમાં અઢી લાખ તીર્થયાત્રીઓ, કુમારપાળ મહારાજાના સંઘમાં ૧૮૭૦ સુવર્ણમંદિરો, આભુ શેઠ દ્વારા યાત્રાસંઘમાં ૧૨ ક્રોડનો સદ્યય વગેરે ઐતિહાસિક પ્રસંગો છે. (૩) વજસ્વામીએ નિશ્રા આપેલ સિદ્ધગિરિના સંઘમાં દેવતાઈ ઉપસર્ગ થયેલ પણ તેમણે પોતાની સાધનાશક્તિ Jain Education Intemational ૬૪૯ લગાવી મિથ્યાત્વી દેવને દૂર કરી, નવા કપર્દીયક્ષની સ્થાપના કરેલ હતી. (૪) વસ્તુપાળે કાઢેલ તીર્થયાત્રામાં અન્ય ગચ્છોના મળી સાતસો આચાર્યભગવંતો, એકવીસસો સાધુઓ અને સાતલાખ શ્રાવકો-ગૃહસ્થો જોડાયા હતા. તીર્થયાત્રા કરતાં જ વસ્તુપાળે આયુ પૂર્ણ કરેલ છે. (૫) વલ્લભીપુર ભાંગવાની વાત રડતી નારીના નિમિત્તે જાણી લઈ વર્ધમાનસૂરિજીએ જ્યારે વલ્લભીનગરી છોડી ત્યારે ૧૮૦૦૦ ગાડાઓ સાથે પાદવિહાર કરી છેલ્લે મોઢેરા મુકામ કરેલ. (૬) ગુર્જરપતિ રાજા કુમારપાળ ૯૬ ક્રોડ સોનામહોરના ખર્ચે બંધાવેલ ત્રિભુવનપાળ વિહારમાં દરરોજ બપોરે પૂજા કરવા ચતુરંગિણી સેના અને ક્રોડાધિપતિ સેવકો સાથે જતાં હતાં. (૭) દાદુ મારવાડીએ ડોલીવાળાના ત્રાસથી માતાને દૂર રાખી પોતાના જ ખભે માતુશ્રીને ઉપાડી સિદ્ધાચલજીની જાત્રા કરેલ અને પક્ષાલનો પ્રથમ ચઢાવો લઈ પાછા વળતાં છૂટે હાથે દાન આપેલ. (૮) અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા તપસ્વી ગૌતમસ્વામી લબ્ધિપ્રયોગ કરી અને સૂર્યના કિરણો અવગાહી ગયા હતા, તેમને દેખી ૧૫૦૦ તાપસો પણ પ્રતિબોધ પામી ગયા હતા. જ્યારે તીર્થોની યાત્રા માટે જંગમતીર્થ જેવા સંયમીઓ ઉધમ કરે ત્યારે શ્રાવકોએ પોતાનું કર્તવ્ય સુપેરે જાણવું. (૯) સિદ્ધરાજ જયસિંહે પણ પુત્ર કામનાના સ્વાર્થથી શત્રુંજય, ગિરનાર, પ્રભાસપાટણ વગેરે તીર્થોની યાત્રા પગપાળા કરી હતી. વિમલમંત્રીએ તીર્થયાત્રા માટે સગવડો ઉભી કરી હતી. (૧૦) રાજા કુમારપાળના વફાદાર મંત્રી ઉદયન, શત્રુરાજાને હંફાવવા युद्ध લઈ ગયેલા ત્યારે સૈન્યને આગળ ધપાવી વચ્ચે આવેલ શત્રુંજય ગિરિરાજની જાત્રા કરવા ગયા હતા. (૧૧) ઉદ્યોતનસૂરિજીના ગુરુભાઈ કૃષ્ણર્ષિ હતા. તેમના અભિગ્રહયુક્ત તપના પારણા જે-જે ગામમાં થયા ત્યાં— ત્યાં નાગોરથી ભિન્નમાલ ક્ષેત્રમાં ભક્તોએ જિનાલયો અને તીર્થો ખડા,કરી દીધા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720