Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 695
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૭૯ લોકપ્રિય થયું. આ રીતે એક ઢાળ પરથી બીજી ગીત રચના કરવી તેને “દેશી” નામથી ઓળખવામાં આવે છે. “દેશી” જેનો દ્વારા પ્રચલિત થઈ આજે આપણે જેને “સુગમસંગીત' કહીએ છીએ તે લોકોમાં ગવાતું સંગીત ‘દેશી’ નામથી ઓળખતું. એની વિશેષતા એ હતી કે કોઈ લોકપ્રિય ઢાળ હોય તો જુદા જુદા કવિઓ તે ઢાળનો ઉપયોગ કરી ગેય કવિતા લોકો સમક્ષ મૂકતા ત્યારે એ કવિતા પર લખે “માતા જશોદા ઝુલાવે પત્ર પારણે” એ દેશી લોકો સમજી જતા કે નવું કાવ્ય કેવી રીતે ગાવું. ગાંધીજીની આશ્રમ ભજનાવલિમાં કવિ નહાનાલાલનું મારા નયણાની આળસ રે” કાવ્ય છે. જેની ઉપર “શીખ સાસુજી દે છે રે” એ પ્રમાણે ગાવાની નોંધ છે. આમ એક જ ઢાળમાં ઘણા ગીતો ગાવાનો રિવાજ પણ ગરબામાં હતો. જેમ કે એક ગરબો પૂરો થાય કે તરત બીજા ગાયક એ જ ઢાળમાં બીજો ગરબો પછી ત્રીજા ગાયક ત્રીજો ગરબો ગાતા આ રિવાજ હવે ગરબાની રજૂઆત બદલાતા પ્રચારમાંથી ઓછી થઈ ગઈ છે પણ એ જ તાલમાં નવો ઢાળ ગાવાનું શરૂ થયું છે. - રાગ સંગીત-જૈન સમાજ પુષ્ટિ સંપ્રદાયમાં કીર્તનકારો દ્વારા રાગસંગીતમાં ગવાતા પદો જળવાયા એવી જ રીતે જૈન સમાજમાં કીર્તનકારો ભોજક રાગસંગીત અને લોકસંગીત બંનેના જાણકાર હતા. જૈનાચાર્યોની રામબદ્ધ પૂજાઓ અને ગીત રચનાઓ બંને તેઓ કુશળતાથી ગાવાને સક્ષમ છે. હિરાલાલ ઠાકુર, ગજાનન ઠાકુર લાભશંકર ભોજક, ભાવનગરના રાજગાયક દલસુખરામ ઠાકુર બંને પ્રકારના સંગીતના જ્ઞાતા હતા. જૈન દેશીઓમાં સગનો ઉપયોગ આપણે ત્યાં ભક્તિયુગનો પ્રારંભ અને રાગમાં પદો- ભજનો ગાવાનો રિવાજ કવિ જયદેવ રચિત “ગીતગોવિંદ'ની અષ્ટપદીઓથી થયો. ટૂંકા પદોની રચના ત્યારપછી ભારતના પ્રત્યેક પ્રાંતના ભક્ત કવિઓએ રચી જે ખૂબ લોકોમાં પ્રચલિત થઈ. વિનયવિજયજીનું “શાંત-સુધારસ” પણ અષ્ટપદીની જેમ જ રાગમાં ગવાય છે. છ રાગ અને છત્રીસ રાગિણી એ સિદ્ધાંત મુજબ જે રાગો હતા તે પૈકી ઘણા રાગો પ્રચલિત થયા. જૈન સંપ્રદાયમાં પણ ત્રીસેક રાગો વિશેષ પ્રચારમાં રહ્યા છે. તેમાં સૌથી વધારે જે રાગોનો ઉપયોગ થયો છે તે ધનાશ્રી (ધન્યાશ્રી)- અસાફરી (આશાવરી) મારૂણી ગોડી - મારૂ કેદારો (કેદારા) - મહાર બીજા ક્રમે જે રાગો પ્રચલિત થયા તે કે સારંગ મલહાર કે વૈરાડી કે કાફી કે રામગિરિ * રામગ્રી * ખંભાયતી * દેશાખ + સારંગ જ સામેરી + સોરઠ * જૈતશ્રી + કેદારગોડી ઉપરાંત ત્રીજા ક્રમે એટલે કે ઓછા ઉપયોગમાં લેવાયેલા રાગો તે કે તોડી કે સિંધુયો કે દેશાખ કે સુહવા કે પ્રભાત-પ્રભાતી * કલહરો કે સિંધુ કે સિંધુડો * ગુડી કે બિલાવલ * મેવાડો-મેવાડુ રાગ સંગીતમાં પદો લખનાર જૈન સંતો સત્તરમી સદીમાં થયેલા આનંદઘનજી, નયસુંદર, સમયસુંદર, સકલચંદજી ઉપાધ્યાય, જસવંતસૂરિ, ઋષભદાસ વગેરેએ પોતાની રચનામાં રાગ સંગીતનો ઉપયોગ કર્યો છે. આ સંત કવિઓમાં આનંદધનજી–સમયસુંદર રાગસંગીતના પ્રખર જ્ઞાતા હશે એમ એમની કૃતિઓ પરથી જણાય છે. આનંદધનજીના પદોમાં વિશેષરૂપે રાગો પ્રયોજાયા છે. જ્યારે સ્તવનોમાં “દેશી’નો વિશેષ ઉપયોગ જોવા મળે છે. તેમણે આસાવરી, બિલાવલ, સારંગ, મારૂ ટોડી અને ધનાશ્રી રાગો સવિશેષ છે. યશોવિજયજી આનંદધનજીના સમકાલીન હતા આમ છતાં તેમની રચનામાં રાગસંગીત કરતાં દેશી'નું બાહુલ્ય છે. એમણે લખેલું મહવીર સ્વામીનું સ્તવન “ગિરૂઆ રે ગુણ તુમ તણા” જૈન સમાજમાં તથા કવિઓમાં આજ સુધી લોકપ્રિય થયું છે. એની લોકપ્રિયત એટલી બધી હતી કે તે રચનાના ઢાળને અન્ય કવિઓને અપનાવ્યો; જેમ કે સં. ૧૭૮૮માં રામવિજયકૃત લક્ષ્મીસાગર, વિજયલક્ષ્મી સૂરિત ચોવીશી, અભિનંદન સ્તવન (સં. ૧૯મી સદી પૂર્વાર્ધ) વાનશ્રાવક, પદ્મવિજય, અમરચન્દ્રજી અને સં. ૧૯૦૫માં વીરવિજયકત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720