________________
૬૮૪
જિન શાસનનાં
પ્રાંતીય પ્રભાવ સમગ્ર ભારતમાં ભ્રમણ કરનારા સાધુ દ્વારા અન્ય પ્રાંતોના ઢાળો પણ જૈન સમાજમાં પ્રવેશ્યા હતા. તેનો એક દાખલો આનંદધનજીનો આપી શકાય. તેમનું રચેલું “રામ કહો રહેમાન કહો કોઉ કાન્હ કહો મહાદેવ રી” ગાંધીજીએ પણ આશ્રમ ભજનાવલીમાં લીધું છે. એમણે રાજસ્થાની હિંદીમાં સૌરાષ્ટ્રના ઢાળનું “મૂળડો થોડો ભાઈ વ્યાજડો ઘણો” તે આપણા ગરબા-રાસ જેવા ઢાળ છે. ઉપરાંત “નિશદિન જોઉં તારી વાટડા ઘર આવાન ઢાલા” સારા દિલ લગા હ બંસીવાલેકું” જેવા દેખીતી રીતે શ્રૃંગાર ભક્તિના લાગતા યોગના ઉચ્ચભાવને નિરૂપતાં પદો લખ્યાં છે. સંગીતના જાણકાર આનંદધનજી જેવા પદો ચિદાનંદજી વિનયવિજયજીવીર વિજયજી (યાદી મોટી છે) ઇત્યાદિના પદો પ્રચલિત છે. જેમાં ગુજરાતી પ્રાચીન ઢાળો તેમ જ રાગ પર આધારિત પદો
જૂના ગુજરાતી ઢાળોનું સંગ્રહસ્થાન
ભંડાર આપણે દયારામને ગુજરાતી રાસગરબા ક્ષેત્રે વિવિધ ઢાળોનો ફાળો આપનાર તરીકે ભલે સ્વીકારીએ છીએ પણ દર્ભાવતી (ડભોઈ) અને ખંભાત પણ-ગુજરાતના જૈન કેન્દ્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વળી ડભોઈ જૂના વ્યાપારી જમીન માર્ગના કેન્દ્રસ્થાને અને ખંભાત સમુદ્ર માર્ગના મહત્ત્વના સ્થાને હોવાથી ચાતુર્માસ ગાળવા જાણીતા જૈનાચાર્યો શિષ્ય મંડળી સાથે ડભોઈ–ખંભાત જેવા ગામમાં મુકામ કરતા. ડભોઈ જૈન સંસ્કાર વાતાવરણનો લાભ દયારામને મળ્યો હોય એ શક્ય છે. દયારામભાઈની ગરબીમાં જે દેશીઓનો ઉપયોગ થાય છે તેનો ભંડાર જૈન સ્તવનોમાં મળે છે. આમ એક જ ગામમાં હોવાથી પરસ્પર સંગીતનો પ્રભાવ પડ્યો હશે. સાંપ્રદાયિક ચુસ્તતા એ વખતે અને આજે પણ જૈન સમાજના સંગીતમાં નથી. જેમ કે “ભાવના” એ જૈન સંપ્રદાયના ભક્તિસંગીતનો પ્રકાર છે. તેની રચના જૈન આચાર્યો તેમ જ અન્ય શ્રાવકોની પણ મળે છે, ગવાય છે. ભાવનાના પદોની લાક્ષણિકતા એ છે કે તેમાં ભક્તિ-વૈરાગ્ય-તપ-દાનના વિષયોના પદો છે પણ પ્રેમ લક્ષણાભક્તિ ખાસ નથી. તેમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિને મહત્ત્વ છે.
ભાવનામાં ગવાતા ઢાળો રાગ પર હોવા આવશ્યક નથી. પ્રચલિત લોકઢાળો, નાટકના ગીતો સીને ગીતો અને સુગમ સંગીતના ઢાળો અહીં છૂટથી ઉપયોગમાં લેવાય છે. વખતના પરિવર્તન સાથે સંગીતરૂચિ બદલાય તો તે ઢાળમાં સ્તવનો ગાવાની અનુકૂળતાને લીધે જૈન સ્તવનોના સંગ્રહમાં જૂનાથી માંડી આધુનિક ઢાળોનો સંગ્રહ આપણને જોવા મળે છે. જૈન સાધુઓ આવશ્યકતા મુજબ લોકપ્રિય ઢાળો પર કવિતા-સ્તવન લખી આપે છે. સારા સંસ્કારી શબ્દોમાં જૈન ભાવનાઓની રચના દ્વારા શિષ્ટ પદોનું ગાન જૈન સમાજમાં થાય છે તેથી સંસ્કારીતાનું જતન થાય છે.
નોટેશનના ગ્રંથો-રેકોડીંગ
આજે આપણી પાસે જયશંકર સુંદરીએ ગાયેલાબાપુલાલ પુંજીરામ ભોજકે નોટેશન લખી આપેલ ગુજરાતી નાટક કંપનીના ગાયનોનું પુસ્તક સસ્તા સાહિત્ય દ્વારા પ્રગટ થયેલ છે. એવી જ રીતે જૂની જૈન દેશીઓના ઢાળોનું નોટેશન પ્રગટ કરવા જેવું છે. હવે તો રેકોડીંગ કરીને સાચવવાનું સરળ છે ત્યારે એ કાર્ય જૈન સમાજે કરવું જોઈએ. તો જૈન સમાજે સંગીતમાં શું પ્રદાન કર્યું છે તે સમગ્ર જૈન સમાજ તેમ જ સંગીત ચાહક વર્ગને એનું જ્ઞાન થશે.
હાલમાં રાગસંગીત આધારે ગવાતાં જૈન પદો તેમજ પૂજાઓ માટે આગ્રહ વધ્યો છે આ લેખકને એનો જાત અનુભવ છે. પણ રાગ લખવાથી પદની બંદિશ તે રાગમાં કેમ ગવાતી હતી તે જાણવું શક્ય નથી. આથી રાગ પ્રમાણે પદ કે પૂજા ગાવાનું શક્ય છે પણ તેનો પરંપરાગત ઢાળ ગાનાર પાસે તેનું રેકોડીંગ કરી જાળવવું એ પણ જરૂરી છે.
જ
माळा
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org