Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 707
________________ ઝળહળતાં નક્ષત્રો જેમ સમસ્ત ધાન્યોની ઉત્પત્તિ માટે જળ અનિવાર્ય છે તેમ તમામ જીવન વ્રતોની સિદ્ધિ માટે અહિંસા મુખ્ય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. તેથી જ અદિીવ નાન્માતાઽદિીવાનન્દ્રપદ્ધતિ: II અહિંસા તસ-થાવર સવ્વસૂચવેમંરી । (પ્રશ્નવ્યા. ૧–૨) અહિંસા તમામ ત્રસ અને સ્થાવર બધાની કલ્યાણકારી છે. વર્તમાન યુગમાં અહિંસાની તાતી જરૂર છે; કારણ, વિજ્ઞાને તીવ્ર ગતિથી વિકસીને માનવજાત પર બે ખતરા ઊભા કર્યા છે. એક, આજ સુધીના યુગોમાં માનવને આધ્યાત્મિકતાથી દૂર રાખ્યો; બીજો, જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું તેમ તેમ તેની વિનાશકતા વિફરતી ગઈ. પ્રથમ ધૂળની ડમરીરૂપે, પછી વંટોળરૂપે......અને હવે તો મહાવિનાશક વાવાઝોડારૂપે સંહારક બન્યું છે; તેથી કદાચ પૃથ્વી ટીંબો નિર્જીવ બની મોહં–જો–દડો–મૃત ટેકરો બને. એનો એક માત્ર ઉપાય છે પ્રભુ મહાવીર દીધી અહિંસા. વિશ્વનો અતિ પ્રાચીન ધર્મ-જૈનધર્મ, આધ્યાત્મિકતાથી ભર્યો ભર્યો, સત્યની ઝંખનાથી ફૂલ્યોફાલ્યો. છેક પ્રાચીન કાળથી અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધનોના (માનવસંસ્કૃતિને સહાયક કે વિનાશક!) યુગમાં પણ એટલી જ ગંભીરતાથી ટકી રહ્યો છે. કાળની તાવણીમાં આ દર્શન દીધાં તથ્યો દિવસે દિવસે સાચાં પૂરવાર થતાં જાય છે. એના ખગોળ-ભૂગોળ-પુદ્ગલ-અણુવિજ્ઞાન પરના ગ્રંથોનું કથયિતવ્ય આધુનિક વિજ્ઞાનની સમજ બહારનું છે. એનું જીવવિજ્ઞાન, એકેન્દ્રિયથી-સ્થાવર, ત્રસ વગેરેની રીતે ઝીણામાં ઝીણી વિગતભર્યું છે. કર્મવિજ્ઞાન, સ્યાદ્વાદ Jain Education International ૬૯૧ આત્મવિકાસના ચૌદ ગુણસ્થાનકો, પંચમહાવ્રતો-અહિંસા તથા અપરિગ્રહના મહાન આદર્શો માનવજીવનના ભાવિ ઉત્થાન માટે આશાસ્પદ બાબતો છે. જીવવિદ્યા વિશારદ ડૉ. જુલિયન હકસ્લી કહે છે કે ‘પૂર્વ પાસે જ્ઞાનનો અખૂટ ખજાનો છે; તેના સંશોધનની શરૂઆત પણ પશ્ચિમ કરી શક્યું નથી.'' ‘યોગીકથા.' પા.-૫૪૬ આ દિશામાં બે સંસ્થાઓ કામ કરી રહી છે. એક “ભૂ ભ્રમણ શોધ સંસ્થા-પૂ.પં. અભયસાગરજી પ્રેરિત-આ પાલિતાણા સ્થિત સંસ્થા. હાલ તેનું સંચાલન-માર્ગદર્શન પૂ.આ. અશોકસાગરસૂરિજી કરી રહ્યા છે. આ સંસ્થા તરફથી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” શ્રી સંજય વોરાનો ગ્રંથ પણ વિચારણીય છે. બીજી પૂ.આ. નંદિઘોષસૂરીશ્વરજી પ્રેરિત “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા’ સુરેન્દ્રનગર. આ ઉપરાંત શ્રી ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાય પર મુનિશ્રી દિવ્યકીર્તિવિજયજીકૃતનું જૈન દર્શન સાથેનું વિજ્ઞાનનું સામ્ય-વૈશમ્ય અચૂક વિચારણીય છે. છેલ્લે ડૉ. નાગ કહે છે તે વિચારીએ. જૈનધર્મ એ કોઈ અમુક ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી; એ તો જીવ માત્રનો ધર્મ છે. એ આંતરરાષ્ટ્રીય અને સમગ્ર વિશ્વનો ધર્મ છે.'' ડૉ. પ્રો. પ્રહ્લાદ પટેલ તા. ૧૧-૭-૧૧ કનેરીનો માઢ, હાટકેશ્વર પાસે, વડનગર-૩૮૪૩૫૫ For Private & Personal Use Only C Th Kaj www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720