________________
પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતી.
સ્વ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદિ ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ : ખારી, તા. સિહોર) સ્વર્ગવાસ : તા. ૫-૭-૨૦૧૧, મંગળવાર વેવિશાળ : સં. ૨૦૦૯, પોષ સુદિ-૫, રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદિ-૧૧ ગુરુવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ જનની જાજે ભક્તજન કાં દાતા કાં શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.
પૂર્વના કોઈ પ્રબળ પુણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતીના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થની શિલારોપણવિધિ સંપન્ન થઈ હતી. અયોધ્યાપુરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન-મન-ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે.
શ્રીભોગીલાલવેલચંદ જોટાણી જન્મ : સંવત ૧૯૮૯, માગશર વદ, ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ ઃ વલ્લભીપુર)
અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબહેન પ્રથમ દાનનાં પ્રણેતા બન્યાં છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપુરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે.
શ્રી ભોગીલાલ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુસાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્યસત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org