________________
ઝળહળતાં નક્ષત્રો
વૈશ્વિક મહાવારશો
જૈન ધર્મ-દર્શન માત્ર ધર્મ જ નથી પણ વિશિષ્ટ શાસન છે. તો બીજી બાજુ પરમોચ્ચ જીવનપદ્ધતિ પણ છે તે માત્ર માનવકલ્યાણની જ નહીં પણ સર્વે જીવોના કલ્યાણમાં રાચનારી ધર્મપ્રધાના સાંસ્કૃતિક મહાસંસ્થા છે. તીર્થંકર દીધી આ વ્યવસ્થા અતિ ક્ષુદ્ર જીવ પણ વિકાસ સાધી તીર્થંકરત્વ પામે તેવી આયોજનયુક્ત છે. તેનો કર્મવાદ, અહિંસાભાવના ગુણસ્થાનો, સ્યાદ્વાદ, મહાવ્રતોની પરંપરા અપૂર્વ છે. તેણે શોધેલા સત્વો આધુનિક વિજ્ઞાનીઓને પણ ચકિત કરે છે. વિનાશના ટેકરે ઊભેલી માનવજાત આ ધર્મમાર્ગે વળે તો જરૂર શાંતિ પામી શકે તેમ છે. એ વાત પ્રસ્તુત લેખમાં ખૂબ જ માર્મિક રીતે રજૂ થઈ છે.
“સંસાર-સાગરમાં ડૂબતા માણસે પોતાના ઉદ્ધાર માટે પોકાર કર્યો તો ઉત્તરમાં ભગવાન મહાવીરે જીવના ઉદ્ધાર માટેનો માર્ગ બતાવ્યો. દુનિયામાં ઐક્ય-શાંતિ ઇચ્છનારાઓનું ધ્યાન શ્રી મહાવીરની ઉદાર શિક્ષા અને માર્ગદર્શન તરફ ખેંચાયા સિવાય ન રહી શકે.'
જયવંતા તીર્થંકર ભગવાનનો બતાવેલો મોક્ષમાર્ગ એટલે જૈનદર્શન (Jainism) તેનો પ્રભાવ ફક્ત આર્યભૂમિ સુધી જ સિમિત નથી, પણ વિશ્વવ્યાપી હોવાથી અનેકોને માટે તારણનું કારણ બને છે. પ્રસ્તુત લેખ દ્વારા એક જૈનેત્તર વિદ્વાન જિનશાસનના ગૌરવની સાક્ષીભૂત રજૂઆતો કરી જિનધર્મને અભિવંદી રહ્યા છે. ડૉ. પ્રોફેસરનો આ નાનો સરખો લેખ અમારા અંતિમ ગ્રંથમાં ગ્રંથસ્થ કરતાં આનંદ અનુભવીએ છીએ. કારણ કે લેખકશ્રીએ અનેક વિદ્વાનોના લેખો જે આ ગ્રંથમાં લેવાયા છે, તેનું પરિમાર્જન કરતી આમુખ નોંધ લખી આપી ગ્રંથની શોભા વધારી છે. એક અજૈન લેખક જૈનધર્મથી પ્રભાવિત થઈ સુંદર અભિવાદન જેવો લેખ રચી મોકલે તે તો જૈનો માટે ખાસ આનંદનો વિષય કહેવાય. લેખકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. -સંપાદક
ડૉ.શુબ્રીગ– અહિંસા વાણી', એપ્રિલ-મે ૧૯૫૬
‘જૈનદર્શન ખૂબ જ ઊંચી કોટિનું દર્શન છે; આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન (Science) પર આધારિત છે. જેમ જેમ પદાર્થ-વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંતો પણ સિદ્ધ થતા જાય છે.” ડૉ. ટેસીટોરી (ઇટાલી) મુનિશ્રી ન્યાયવિજયજી કૃત ‘જૈન-દર્શન' પ્રસ્તાવનામાંથી
“હિન્દના અનેક જૈન સંતો-તીર્થંકરો સંયોજકો કહેવાયા છે. કેમ કે તેઓ ત્રસ્ત મનુષ્યજાતને સંસારરૂપી તોફાની સમુદ્રને તરી જવાનો રસ્તો બતાવનારા છે." (‘યોગીકથામૃત’)
Jain Education International
૬૫
: જૈનદર્શન
ડૉ. પ્રો. પ્રહલાદ પટેલ, વડનગર
“ભારતીય સંસ્કૃતિના વિકાસમાં જૈનધર્મનો અજોડ ફાળો છે. હું માનું છું કે ભારતમાં જૈન ધર્મ પકડ જમાવી શક્યો હોત તો કદાચ આપણને વધારે સંગઠીત અને આજની સરખામણીમાં વધારે મહાન ભારત મળ્યું હોત.”
For Private & Personal Use Only
સર સન્મુખમ્ ચેટ્ટી વિશ્વવિજ્ઞાન : પ્રાચીન અને અર્વાચીન' મુનિશ્રી દિવ્યકીર્તિવિજયજી કૃત
ઉપરનાં વિધાનો જૈનધર્મની વિશિષ્ટતા, વૈશ્વિક પ્રભાવ અને મહાનતાનાં ઉદ્ઘોષકો છે. બ્રહ્માંડના અસ્તિત્વથી લઈને, તેમાં વસતી પૃથ્વી પરની જીવસૃષ્ટિ-માનવવિકાસ, ચેતન-જડના ભેદ, આત્મા, પરમાત્મા, પુનર્જન્મ આદિ અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા બે વર્ગોએ જ કરી છે, કરી રહ્યા છે : એક, મહાન તત્ત્વચિંતકો-દાર્શનિકો અને બીજા વૈજ્ઞાનિકો.
ભારતીય ધર્મો-દર્શનોમાં પરમ તત્ત્વની શોધની વિચારણા—સત્યને પામવાની ખેવના મુખ્ય સ્થાને છે. એને
www.jainelibrary.org