________________
૬૮૬
પામવાની જીવનપદ્ધતિ એ ધર્મ છે. ભારતમાં ધર્મ-દર્શન અને તત્ત્વજ્ઞાન એક છે, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એવું નથી. ધાર્મિક દાર્શનિક હોય કે ન પણ હોય, દાર્શનિક પણ ધાર્મિક હોય કે ન પણ હોય. ધર્મ-તત્ત્વજ્ઞાન-વિજ્ઞાન યુગોથી ચર્ચાના વિષયો રહ્યા છે. તેથી પ્રથમ તો વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના અર્થ સમજી લેવા જરૂરી છે.
ભારતમાં-દર્શનશાસ્ત્રોમાં ‘તત્ત્વ' શબ્દ સર્વવિદિત છે. તેમાં બે પદ–શબ્દો છે. તત્ત્વ તત્સ્ય-ભાવક્ તત્ત્વમ્ । તદ્ એટલે ‘તે’–પરમાત્મા, બીજી રીતે ‘તત્ત્વ એટલે મૂળતત્ત્વ યા પ્રકૃતિ, યથાર્થ. વામન શિવરામ આપ્ટે-હિન્દી-સંસ્કૃત શબ્દકોશ) આમ ‘તત્ત્વ' શબ્દ વિશાળ અને વ્યાપક અર્થ ધરાવે છે.
જૈનાચાર્યોએ એનો અર્થ ‘સત્' કર્યો છે. જે સત્ છે, તે જ તત્ત્વ છે, એટલે સ્વભાવથી સિદ્ધ : વેદાન્તે એને બ્રહ્મ કહ્યું છે.
હવે આધ્યાત્મિક ક્ષેત્રે વિજ્ઞાનનો અર્થ અનુભવજન્ય જ્ઞાન એવો થાય છે એથી ત્યાં વિજ્ઞાનોપાસના કરવાનું કહ્યું છે. વિજ્ઞાનં બ્રહ્મ વેલ્વેવ, તમાઘેત્ર પ્રમાન્તિા (તૈતિ. ઉપનિ. ૨૫) કેવી મહાભાવના આપણા પૂર્વાચાર્યોની! આ વિજ્ઞાનોપાસના પરમ જ્ઞાન વડે આત્મ-સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. તેનાથી સત્ અને અસત્નો ભેદ પણ દૃષ્ટિગોચર થાય છે. તેથી જ પૂર્વાચાર્યે ભૌતિક, ક્ષણજીવી બાબતોને ‘વિજ્ઞાન’ની સીમામાં મૂકવા તૈયાર ન હતા. અમરકોશકારે કહ્યું છે કે વિજ્ઞાનં શિદ્ધં શાત્રયોઃ । વિજ્ઞાનમાં ‘વિ’ ઉપસર્ગ બે અર્થોમાં છે, વિશેષ અને રહિત.
આધ્યાત્મિકતામાં ન માનનારા પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ શિલ્પરૂપ અર્થ સ્વીકાર્યો. શાસ્ત્રરૂપ અર્થ લુપ્ત કર્યો! ટૂંકમાં વર્તમાનમાં ભૌતિકતાની બોલબાલા હોવાથી, તેમાંથી આધ્યાત્મિકતા દૂર થઈ ગઈ. તેથી જ ચૈતન્ય વિકાસમયી આધ્યાત્મિકતા જેમાં મુખ્ય છે તે જૈનધર્મને વિજ્ઞાન સાથે કેવી રીતે સરખાવી શકાય?
ઉપરોક્ત ચર્ચામાં તત્ત્વજ્ઞાનની મહાનતા છે, નહીં કે વિજ્ઞાનની. તત્ત્વજ્ઞાનનું ક્ષેત્ર સ્વરૂપ વિશાળ અને જગત્નોઆત્માનો ઉદ્ધાર કરનારું છે; એ વિજ્ઞાનની જેમ વિનાશક નથી!!
વિજ્ઞાનની અધૂરપ વિશે વિશ્વમાન્ય અનેક વૈજ્ઞાનિકો, ચિંતકોનાં મંતવ્યો સ્પષ્ટ થતાં જાય છે; પણ એ અંગેનું સંકલન અહીં અસ્થાને છે.
Jain Education Intemational
જિન શાસનનાં
પ્રભુ મહાવીર-પ્રદત્ત વિશ્વ વિરલ ચિંતન અનેકાન્તવાદ-સ્યાદ્વાદ
મહાવીરનો સમય સર્વક્ષેત્રે અંધકારમય હતો. ધર્મતત્ત્વજ્ઞાન ક્ષેત્રે સત્યના અનેક દાવેદારો હતા. તેવા કાળમાં જીવમાત્રના કલ્યાણની ભાવના રાખતા મહાવીર પ્રભુએ સત્યશોધની તીવ્રતમ ભાવનાથી જગત સામે એક મહાન ચિંતન ભેટ ધર્યું. તે છે અનેકાન્તવાદ અપર નામ સ્યાદ્વાદ.
ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ અગિયાર મહાન પંડિત બ્રાહ્મણો મહાવીરના શિષ્યો બન્યા. महाकुलाः HES:...... .ાવશાવિ તેડમુવન્દૂતશિષ્યા નાળુરો: || (‘ત્રિષષ્ટિ' પર્વ ૧૦–૫) તત્કાલીન ભારતના ધર્મક્ષેત્રે આ એક વિરલ ઘટના હતી. અનંતવીર્ય એવા મહાવીર પોતાના સમકાલીન મતપ્રવર્તકોનો રસ્તો કાપી ક્યાંય નીકળી ગયા.
સત્યની ઝંખના ધરાવનારાઓને માટે તથા સર્વ તત્ત્વજ્ઞાન તથા વ્યવહારવિષયક પ્રશ્નોના નિરાકરણ માટે ગુરુચાવી સમાન અનેકાન્તવાદ જૈનધર્મનો આધારસ્તંભ છે. એક જ વસ્તુમાં અનેક ધર્મો હોવાથી વસ્તુનો સર્વતોમુખી–અનેક રીતે વિચાર કરવો તે અનેકાન્તવાદ. અને અન્તા: ધર્મા: યસ્મિન્ સ અનેાન્તવાવઃએ સ્યાદ્વાદ-અપેક્ષાવાદ આદિ નામોથી પણ પ્રસિદ્ધ છે. સ્યાત્ એ અવ્યય છે. સ્યાદ્વાદને ગૌરવાન્વિત કરતાં પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેનજીએ લખ્યું છે કે : जेण विणा लोगस्स ववहारो सव्वथा ण णिव्वइए । તસ્ય મુવા ગુરુનો મોડોરાંત વાયસ્સ। (સંમતિ-૩-૬૩)
જેના વગર લોક–વ્યવહાર ચાલી શકતો નથી, તેવા સૃષ્ટિના ગુરુ અનેકાન્તવાદને નમસ્કાર. કોઈપણ વસ્તુને અનેક છેડેથી જોવાની વાત મુખ્ય છે. એક જ વસ્તુમાં અનેક ધર્મો હોય છે. પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ હોય છે. અનેક ધર્મોમાંથી જ્યારે જરૂર હોય ત્યારે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. પરંતુ એ વસ્તુની એ સંપૂર્ણ ઓળખ નથી.
અનેક ધર્મો ધરાવતી વસ્તુના ધર્મોમાંથી પ્રયોજનવશાત્ કોઈ એક જ ધર્મ વિશે બોલાય તો પણ અવિવક્ષિત એવા અન્ય ધર્મો વિશે કશું કહેવામાં આવતું ન હોવાથી, ત્યારે અવિવક્ષિત ધર્મોની અવગણના કરવામાં આવતી નથી. વિવક્ષિત–રજૂ કરેલ ધર્મ જ માત્ર પૂરેપૂરી ઓળખાણ છે એમ ન કહેવાય.
એક જ દૃષ્ટિથી, એક જ પાસાથી વસ્તુને જોવી તે
For Private & Personal Use Only
www.jainelibrary.org