________________
૬૮૦
સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્તવનમાં તેનો ઉપયોગ થયો. આમ આશરે એક સૈકા સુધી કવિઓને અને આ સુધી શ્રાવકોએ આ
રચનાને માણી છે.
સમયસુંદરજી
આપણું ધ્યાન સમયસુંદરજી વિશેષ ખેંચે છે. એમણે વિપુલ સાહિત્ય સર્જ્યું છે. તે પૈકી સીતારામ . ચોપાઈ, નલદમયંતી, પ્રિયમેલક, મૃગાવતી, દ્રૌપદી, પ્રત્યેક બુદ્ધ, તીર્થમાલા સ્તવન ઇત્યાદિ સર્વમાં રાગનો છૂટથી ઉપયોગ થયો છે. તેમની ‘સીતારામ ચોપાઈ' રાગ વૈવિધ્ય માટે પ્રસિદ્ધ છે. એમણે પ્રયોજેલા રાગો
* મારૂણી * વૈરાઠી
* રામગ્રી * પરિજયો
* કાનડો
* જયતશરી
* સુહવ * ખંભાયતી * જયમાલા * વિભાસ
* સોરઠ
* મલ્હાર
* સારંગ
* સિંધુઓ
આ રાગોની યાદી જોતાં આમાંના ઘણા રાગો, તેની મૂળ રચના અથવા તેના પરથી બનેલી અન્ય રચનામાં ગાતા હોય તો આપણા માટે ભુલાયેલા રાગોની સાચવણી ખૂબ ઉપયોગી પૂરવાર થશે.
* કેદાર
* દેશાખ
* કેદારો
* ગોડી * સારંગ * બિલાવલ * ધનાશ્રી * કાફી * ધાની
* વાડો
* આસાવરી
* કેદારગોડી
જૈનોનું સૌથી મોટું સંગીતક્ષેત્રે પ્રદાન 'દેશી'
લોકોની ભાષા અને લોકોના સંગીતને પ્રાધાન્ય આપનાર જૈન સમાજે ‘દેશી' નામથી રાગેતર રચનાઓ કરી જેમાં લોકગીતોના ઢાળો પણ આવી જાય તેનો છૂટથી ઉપયોગ કર્યો. આવી અનેક દેશીઓ પૈકી ઉદાહરણરૂપે એક દેશી લઈએ.
Jain Education International
યશોવિજયજીની ‘ગિરૂઆ રે ગુણ તુમ તણા'ની રચનાને આપણે વિગતે જોઈ ગયા છીએ. એવી જ રીતે ગરબાની દેશી ગુજરાતમાં લોકપ્રિય છે. જેનો ઉપયોગ અમૃતવિજયજી રામચંદ્ર-રામચંદ્રવિજય–ચતુરવિજય–જિનહર્ષ માનસાગરજીએ કાફી કર્યો છે. ગરબાની શૈલીમાં ગવાતા
જિન શાસનનાં
બારમાસી ગીતનો ઉપયોગ પણ થયો છે.
“કપુર હુઈ અતિ ઉજલું રે” કેદાર ગોડી રાગમાં સમયસુંદરજીએ સં. ૧૬૫૯માં લખ્યું તે પછી ગંગદાસદર્શનવિજય-માનસાગરજી-જિનહર્ષજી-મોહનવિજયજીએ અપનાવ્યું. જયવંસૂરિજીએ સં. ૧૬૧૪માં લખેલા પદનો ઉપયોગ સમયપ્રમોદ–સમયસુંદર–રાજસિંહ-સુમતિસંગ
યશોવિજયજી-વિનયવિજય-જ્ઞાનવિમલ જી-ખીમમુનિપદ્મવિજયજી અને વીરવિજયજીએ છેક સંવત ૧૯૦૨માં તેનો ઉપયોગ કર્યો.
જૈન દેશીઓનો સંગ્રહ
મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈન ગુર્જર કવિ' ગ્રંથ લખ્યો છે તેની નવી આવૃત્તિના આઠમા ભાગમાં જૈન દેશીઓનો સંગ્રહ થયેલો છે. તે જોવાથી એક દેશી તો ત્રણસો
ચારસો વર્ષ સુધી સતત કવિઓએ કાવ્ય રચનામાં અને શ્રાવકોને ગાવામાં ઉપયોગ કર્યો છે. આપણા સોળમી સદીના પૂર્વાર્ધમાં થયેલા નરસિંહ મહેતાની કૃતિઓ પાંચસો વર્ષ બાદ ગવાય છે. પણ નરસિંહના પદ પરથી જ લખીને પોતાનું કાવ્ય રચનાર કવિઓની પરંપરા જૈનો જેવી જોવા મળતી નથી. જેમ કે નરસિંહના ઝુલણા છંદના જ્ઞાનના પદોની નકલ થઈ નથી. માત્ર ઝુલણાને છંદ તરીકે કવિઓએ ઉપયોગ કર્યો છે.
જૈનેતર કવિઓની દેશી
જૈન સમાજનું આ અતિ ઉદાર પાસું છે. નરસિંહનું પદ હોય કે પ્રેમાનંદના આખ્યાનનો ઢાળ હોય, વલ્લભ ધોળાનો ગરબો હોય કે દયારામની ગરબી, તેમ જ નાટસિનેમાના ગીત હોય તે ઢાળને એટલે કે દેશી' તે અપનાવીને પોતાના સંપ્રદાયનો બોધ આજ સુધી જૈન સંત કવિઓએ સુપેરે આપ્યો છે. ગુજરાતી ચિત્રશૈલીની જેમ સંગીતમાં ગુજરાતી ‘દેશી’ ઢાળને જૈન સમાજે જેટલી માત્રામાં સાચવ્યા છે તેટલા અન્ય સમાજે સાચવ્યા જણાતા નથી.
આજે નરસિંહ કે દયારામની રચનાના અસલઢાળ ‘દેશી’ વિસરાવા લાગ્યા છે પણ ‘નંદકુંવર કેડે પડો ક્યમ ભરીએ' એ ઢાળ ‘તીરથની આસાતના ક્યમ કરીએ' (જૈનપદ) સ્વરૂપે અને ‘માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે' એને ‘માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે' રૂપે ગવાય છે. તેથી પણ જૂની પેઢીમાં પ્રચલિત ગીત વાતો ક્યમ કરશો મહારાજ બેડે મારે
For Private & Personal Use Only
www.jainelibrary.org