Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 694
________________ ૬૭૮ ભાષામાં આપણા જેટલો ભાષાનો ઉપયોગ તેમને નથી. તેમને માટે ઢોલ વગાડી નાચવું–ગાવું કુદવું એ જ સૌથી મોટી જરૂરિયાત છે. તેમને ભાષા વગર અટકી પડતું નથી. સંગીત વગર અટકી પડે છે. આટલી વાત એ માટે વિચારી કે જૈન ધર્મ અને તેની ઉપદેશની ભાષા લોકભાષા છે સામાન્ય લોકો પણ સમજે તે ભાષામાં તે ધર્મનો ઉપદેશ છે. ‘સંસ્કૃત' ભાષા એટલે? ભારતીય સંગીતની મુખ્ય ધારા રાગ સંગીત છે એમ આપણે માનીએ છીએ અને સંસ્કૃત ભાષામાંથી જ અન્ય પ્રાંતીય ભાષાઓ હિન્દી-ગુજરાતી-મરાઠી–બંગાળી જન્મી છે એવી એક માન્યતા વર્ષોથી દૃઢ થયેલી છે. વિદ્વાનોના સંશોધન પછી આપણે ફેર વિચાર કરવો જરૂરી છે પ્રશ્ન થાય છે કે પહેલાં સંસ્કૃત ભાષા બની કે તે પૂર્વે કોઈ ભાષા હતી? ભાષાના વિદ્વાનો તો માને છે કે પાણિની ઋષિએ સંસ્કૃત ભાષાનું સ્વરૂપ નક્કી કર્યું. તે પહેલાં વૈદિક સંસ્કૃત જુદું હતું. આજે પણ વૈદિક સંસ્કૃતને પાણીની ઋષિના નિયમો લાગુ પડતા નથી. એવી જ રીતે તે સમયની લોકભાષા પ્રાકૃતમાગધી–અપભ્રંશ ઇત્યાદિ જૂના કાળથી લોકો બોલતા હતા. ભાષાના ઇતિહાસ ગ્રંથમાં એની ચર્ચા છે. લોકોમાં પ્રચલિત ભાષાને સુધારી જે ભાષા પાણીની ઋષિના વખતથી પ્રચલિત થઈ તેથી “સંસ્કૃત” એટલે કે ‘સુધારેલી ભાષા’ નામ અપાયું. જૂની ભાષાને ગેય ગીતો સાથે સંબંધ આપણો વિષય સંગીત છે. સંસ્કૃત નાટકોમાં, સંગીત પ્રચુર માત્રામાં છંદોમાં છે. તે સાથે ગીતો પણ છે. આ ગીતો જે જે નાટકોમાં આવે છે તે ‘લોકભાષા’માં રચેલા છે. આમ જે તે વખતે લખાયેલા નાટકોમાં તે સમયમાં બોલાતી અર્ધ માગધી–પ્રાકૃત-અપભ્રંશ ઇત્યાદિ ભાષામાં ગીતો આવે. આમ જ્યારે સંસ્કૃત નાટકો પ્રેક્ષકો જોતા હોય તો તેમાં પ્રેક્ષકોને પોતાની ભાષામાં ગીતો સાંભળવા મળે. એથી જ નાટકોના ગીતો અનહદ લોકપ્રિય બન્યા હતા. લોકોની ભાષાનો સ્વીકાર કહેવાય છે કે મહાવીર સ્વામી લોકભાષામાં ઉપદેશ આપતા હતા એથી છેક સામાન્ય લોકો પણ તેમનો ઉપદેશ Jain Education International જિન શાસનનાં સમજી શકતા. આમ જૈન ધર્મ જોડે લોકભાષાનો સંબંધ જોડાય છે. આજે પણ જૈનો પ્રાચીન તીર્થંકરોના સમયથી પોતાના આચાર્ય પાસેથી લોકભાષામાં–પોતાની ભાષામાં જ ધર્મ વ્યાખ્યાન શ્રવણ કરે છે. એવું જ સંગીતનું, દેરાસર હોય, ઘર હોય, ઉપાશ્રય હોય એમનું સંગીત એમની ભાષામાં તેઓ સાંભળે છે, ગાય છે અને માણે છે. જૈન સંસ્કૃત ગેય રચનાઓ પોતાની ભાષાના ચાહક જૈન સમાજને સંસ્કૃત ભાષા માટે ક્યારેય અનાદર ન હતો. જૈન વિદ્વાનો સંસ્કૃત ભાષા સ્વીકારતા એટલું જ નહીં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું વ્યાકરણ તો આજે સમગ્ર સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં આદરનું સ્થાન પામ્યું છે. જૈનાચાર્યોએ સંસ્કૃતમાં પણ રચનાઓ કરી છે જે પૈકી ‘ભક્તામર સ્તોત્ર' તથા વિનયવિજયજી કૃત ‘શાંત સુધારસ' જૈન સમાજ આજે પણ ભાવપૂર્વક ગાય છે. આજે પણ આચાર્ય શીલચંદ્રસૂરિજી જેવા સંતો સંસ્કૃતમાં પદ રચના કરે છે. આપણે એ વિચારવાનું છે કે જૈન સમાજમાં રાગસંગીત અને લોકસંગીત કેટલું લોકપ્રિય હતું? આ માટે કોઈ ગ્રંથ વાંચવાની જરૂર નથી. એક દિવસ સવારથી રાત સુધી ભક્તિ પ્રણાલી પુષ્ટિ સંપ્રદાયની હવેલીમાં જઈને સાંભળો અને જૈન દેરાસરોમાં કોઈ પૂજા ભણાવાતી હોય તે સાંભળો; આમ કરવાથી વાત સમજાશે. દેરાસરમાં ગવાતા ગીતો એક સમય એવો હતો કે દેરાસરમાં શ્રાવકો—ગાયકો ફિલ્મગીતોના ઢાળ પર રચેલા પદ ગાતા. જેની સંગીતની દૃષ્ટિએ ટીકા થતી. આ એક સાચી સમજ નથી. જૈન આચાર્યોને એવું લાગ્યું કે ફિલ્મ ગીતોમાં ટીકાપાત્ર કવિતા હોય તે શ્રાવકો ગાય તે સારું નથી અને એમને પ્રિય ઢાળ ગાય તે ખોટું નથી. આથી કેટલાક જૈનાચાર્યોએ ફિલ્મી ઢાળો પર ભક્તિ રચના લખી આપી. આ એક શુભ સંસ્કારસિંચનનો વિષય હતો. બીજું લોકઢાળો એટલે લોકોમાં પ્રચલિત ગીતો જૈનોમાં પરંપરાગત રીતે ગવાતા આવ્યા છે. એક ઉદાહરણ લઈએ “માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે રે” ઢાળ જૈનોને ગમી ગયો અને તે જ ઢાળમાં “માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે રે” વિનયવિજયજીએ નવસારિકા ગ્રામ મધ્યે લખ્યું જે એટલું જ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720