Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 692
________________ જિન શાસનનાં સંસ્કૃતિ એની વિશિષ્ટ કળામાં સચવાઈ રહી હોય છે. એનું પ્રજાને ભાન કરાવવું એ સંસ્કૃત માણસની ફરજ છે. એવી ફરજના ભાગરૂપે કેટકેટલાં કલાકારો પેઢીદર પેઢીથી પ્રવૃત્ત રહે છે. ૬૭૬ પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસોએ રાતે પણ ભાવનાઓમાં સંગીતના સથવારે નૃત્ય, ગરબા, રાસ સાથે ગવાતાં ગીતોના કારણે ભક્તિનો અનન્ય માહોલ જામે છે. રાવણ-મંદોદરીનો અષ્ટાપદનો પ્રસંગ નૃત્ય-ગીત–વાજિંત્ર ભક્તિનો એક અનોખો ઐતિહાસિક પ્રસંગ છે, જે જાણવા-માણવા જેવો છે. ઉદાયન રાજા અને તેમની પ્રભાવતી રાણી પણ રોજ પ્રભુ આગળ કલાકો સુધી આ રીતે ગીત–વાજિંત્ર-નૃત્ય ભક્તિ કરતાં. આજે પણ સેંકડો સંગીતકારો, નૃત્યકારો જૈન દેરાસરોમાં ભક્તિસંગીત પીરસી સતત ઉત્સવ-આનંદનો માહોલ સર્જે છે. પરમાત્માનું સાકાર ધ્યાન સિદ્ધસ્વરૂપના નિરાલંબન ધ્યાન માટે અગત્યનું છે. વીતરાગતા અને કરુણાની સાક્ષાત્ પ્રતિકૃતિ સમાન જિનપ્રતિમાઓ આંગીરચના વિના પણ ચિત્તને આકર્ષે છે, સ્થિર કરે છે, શાંત કરે છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી જયદેવભાઈ ભોજક સૂર, તાલ અને શબ્દોનાં પુષ્પોથી મ્હેંકી રહેલું સંગીતનું એક સુંદર ઉપવન, પાંચ પેઢીઓથી પાંગરેલું ઘટાદાર વૃક્ષ, અનેક સ્વર-સરિતાનો જ્યાં સંગમ થાય. એ સ્વરોનો અબ્ધિ, જયદેવભાઈ એટલે સ્વરોનો સાગર, સ્વરાબ્ધિ. ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો અને ભાવનગરમાં નંદકુંવરબા વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ૧૯૬૩ સુધી સેવાઓ આપી. ત્યારબાદ આકાશવાણી વડોદરા કેન્દ્રમાં મ્યુઝીક પ્રોડ્યુસર તરીકે ૧૯૬૩ થી જોડાયા. ફરજો દરમ્યાન ગુજરાતી પ્રાચીન ઢાળોની જાળવણીના હેતુથી જુદા જુદા સંપ્રદાયોનાં પદો રેકોર્ડ કર્યાં. ઉપરાંત ગઝલ સંધ્યા, ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા. નિમણૂંકથી નિવૃત્તિ સુધી ૨૫ વર્ષ એક જ સ્થળે રહ્યા જે તેમની લોકચાહનાનું પરિણામ છે. શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયન વિશેષતઃ ધ્રુપદ-ધમાર, ઠુમરી, હોરી તેમજ સુગમ સંગીત ક્ષેત્રે શ્રી જયદેવભાઈનો ફાળો ઘણો જ મોટો કહી શકાય. ગુજરાતી પરંપરાગત ઢાળોનો એમણે રસપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમ જ સંત કવિઓની ન ગવાતી રચનાઓને સંગીતે મઢીને કેસેટ તૈયાર કરી છે. જે પૈકી મીરાં–દયારામ-ભાલણ, છોટમ વગેરેની રચનાઓ જુદા જુદા કલાકારોને શીખવી છે. જાણીતા શાયરોની તેમજ નામી અનામી કવિઓની ગુજરાતી ગઝલોની પંદરેક કેસેટ એમણે તૈયાર કરી છે. જુદા જુદા સંપ્રદાયોનાં પદો આનંદઘનજીની રચનાઓ, ભાગવતનાં ગીતો, પુષ્ટિ સંપ્રદાયના સ્તોત્રો, કીર્તનો, વગેરે કેસેટ, સીડી દ્વારા પ્રસારિત કર્યાં છે. ભાવનગરના મહારાજા શ્રી વીરભદ્રસિંહ તેમજ વડોદરા નરેશ શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડે પણ શ્રી જયદેવભાઈ દ્વારા સ્વરાંકનો તૈયાર કરાવ્યાં છે. જેમાં પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના કંઠનો ઉપયોગ કર્યો છે. પાજોદ દરબાર સંસ્થા મઝલૂમીની “મદિરા’” અને કવિશ્રી અનામીની ‘ગીત સુધા’ કેસેટને ઘણી પ્રસિદ્ધિ મળી છે. સંગીતના આ અદના સાધકે નિવૃત્તિ પછી પણ સુગમ સંગીતના પ્રચાર પ્રસાર અર્થે શિક્ષણનો યજ્ઞ ચાલુ જ રાખ્યો છે. આજે પણ સંગીત માટે અલખ જગાવી બેઠા છે. શ્રી જયદેવભાઈ સૂરનો સહારો લઈ શબ્દની આરપાર જીવી રહ્યા છે. સુગમ સંગીતને ઘેર ઘેર પહોંચાડવાના એક મીશનના ભાગરૂપે વડોદરા, ભાવનગર, સુરત, ભરૂચ, ઊંઝા, મહેસાણા મુકામે શબ્દની આરપાર, સ્વર રેવાને તીર, સૂર ક્ષિતિજને પાર, જેવા ગઝલ સંધ્યા અને ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા છે અને સમગ્ર ભોજક પરિવાર આ સાથે જોડાયું છે. સુગમ સંગીત ક્ષેત્રે યોગ્ય શિક્ષણનો અભાવ છે. તેવા સંજોગોમાં પુસ્તકની ગરજ સારે તેવી સુગમ સંગીત શિક્ષણ માટેની ૨૨ જેટલી કેસેટોની શ્રેણી પ્રકરી છે. હાલમાં ૮૨ વર્ષની જૈફ વયે ગુજરાતમાં “સુગમ સંગીતની ઉત્ક્રાંતિ’ વિષયક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. પીઢ અને ખાસ નવોદિતોને પ્રગતિ માટે હૃદયપૂર્વક હૂંફ આપનાર સુગમ સંગીતના સાચા પથદર્શક અને સાધક બની રહ્યા છે. સુગમ સંગીતને સાચા અર્થમાં લોક હૃદય સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય તેઓ કરી રહ્યા છે. ગ્રંથ સંપાદક સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. —સંપાદક સંપર્ક : એ−૧૦, જનતાનગર, શબરી સ્કુલ પાસે, વાસણા રોડ, વડોદરા-૩૯૦૦૧૫ ફોન : (૦૨૬૫) ૨૨૫૦૪૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720