Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 681
________________ ઝળહળતાં નક્ષત્રો રાજાના રાસની કડીઓ ગાતા અને વિવેચનમાં ભાવવિભોર બનેલા મેં અનેકવાર જોયા છે. એમની સાથેના સંગીતકાર નટુભાઈ સોની અને કંપની પણ એમની પરમેષ્ઠી ભક્તિને પુષ્ટ કરે એવા મળેલા. એમની કેટલીક અત્યંત માનીતી અને વારંવાર ઉચ્ચારાતી–વિવેચન કરાતી શ્રીપાળ રાજાના રાસની પંક્તિઓ અને એના અર્થ આજે પણ મારા માનસ પર સ્પષ્ટ આવી જાય છે. તે જેમકે આત્મા જો સજ્ઞાન અને તદનુસાર ક્રિયામાં વાસ્તવિક રુચિવાળો થઈ જાય તો એની પાછળ આત્મા લયલીન બની જાય છે. પછી એને ક્રિયામાં કંટાળો આવતો નથી. એ એની અંદર તલ્લીન બની એના રસાસ્વાદને માણતો થઈ જાય છે. શ્રીપાળ રાજાને સંદેશો મળ્યો. એ જ્યાં નગરમાં હતા ત્યાંથી ચારસો ગાઉ દૂર કુંડલપુર નગરની રાજકુમારી ગુણસુંદરી, ચોસઠકળાના નિધાનરૂપ અને વીણા વગાડવામાં અત્યંત માસ્ટરીવાળી સુંદર ગુણવતી આ કુંવારી રાજકુંવરીએ એક પ્રતિજ્ઞા કરેલી જે મને વીણાવાદનમાં જીતશે તે જ મારો સ્વામી–પતિ બનશે. શ્રીપાળ રાજાને આ કૌતુક જોવાનું મન થઈ ગયું. પણ રાજકુમારીનો સ્વયંવર તો આવતી કાલે છે–વચ્ચે માત્ર એક રાત જ બાકી છે. આટલું ૪૦૦ ગાઉનું અંતર આટલા ટૂંકા સમયમાં શી રીતે કાપી શકાય? પણ શ્રી સિદ્ધચક્ર ઉપર ખૂબ સુંદર શ્રદ્ધાવાળો એ શ્રીપાળ બીજા કોઈ દેવીદેવતાને કે વિશિષ્ટ શક્તિવાળા વિદ્યાધરો આદિને શું કામ પકડે ? શ્રી નવપદજી અદ્ભુત શ્રદ્ધાવાળા એને નવપદજી મહારાજ જ યાદ આવ્યાં. સમુદ્રમાં એકાએક પડતી વખતે, સીકોતરીથી અટકાવાયેલ વહણ ચલાવવા વગેરે વખતે એને સિદ્ધચક્ર ભગવાન જ યાદ આવેલા હતા ને? અને એના મનોવાંછિત ફળેલાને? ધર્મની પ્રધાનતાથી જ બધે સફળતા મળે છે એવી ધર્મ પરની અવિચલ દૃઢ શ્રદ્ધાવાળો શ્રીપાળ વિચારે છે. સિદ્ધચક્ર મુજ એહ મનોરથ પૂરશે રે, એ હી જ મુજ આધાર વિધન સવિચૂરશે, થિર કરી મન વચ કાય રહ્યો એક ધ્યાન શું, તન્મય તત્પર ચિત્ત થયું તસ જ્ઞાનશું. શ્રીપાળ સિદ્ધચક્રના ધ્યાનમાં લાગી ગયો. મન, વચન અને કાયાના યોગને સ્થિર કરી દીધા. ધ્યાનમાં લીન બની ગયા, Jain Education International ૬૬૫ સિદ્ધચક્રના ધ્યાનમાં એનું ચિત્ત તદાકાર બની ગયું. સિદ્ધચક્રનો જ્ઞાતા, ઉપયુક્ત સ્વયં આગમથી સિદ્ધચક્ર સ્વરૂપ બની જાય છે. ધ્યાનના અદ્ભુત પ્રભાવે સૌધર્મ દેવલોકનો રહેવાસી વિમલેશ્વર દેવ ખેંચાઈને ત્યાં હાજર થયો. નિર્મળ અવધિજ્ઞાનવાળા એણે પ્રસન્નતાપૂર્વક મનોહર એવો રત્નોનો હાર શ્રીપાળરાજાના ગળામાં પહેરાવી દીધો. સિદ્ધચક્રના અદ્ભુત આરાધક શ્રીપાળને એણે હાથ જોડ્યા. તે હારનો મહિમા વર્ણવવા લાગ્યો. “તમો જેવું રૂપ કરવાની ઇચ્છા કરશો એવું રૂપ તત્ક્ષણે કરી શકશો. ઇચ્છિત સ્થળે આકાશમાર્ગે પહોંચી જશો. મનમાં જે કળા શીખવાની ભાવના કરશો એ કળા અભ્યાસ વગર શીખી શકશો-વિષના વિકારો નાશ પામશે, મેં સિદ્ધચક્ર સેવકોને કષ્ટ-દુ:ખમાંથી બહાર કાઢ્યા છે હે ધીર શ્રીપાળકુમાર, તમે તમારા મનમાં સિદ્ધચક્રની ભક્તિને ખૂબ મનમાં રાખજો અને સિદ્ધચક્રના સેવક એવા મને તમે કાંઈ પણ કામ પડે ત્યારે યાદ કરજો.' કહેવાની જરૂર નથી કે અચિંત્ય કલ્પવૃક્ષ, કામઘેનુ, કામકુંભ, ચિંતામણિ રત્ન સમાન ઇચ્છિત ફળ પ્રદાયક સિદ્ધચક્ર મહારાજના પ્રભાવથી શ્રીપાળના બધા જ કામો સાંગોપાંગ પાર ઊતરી ગયાં. વીણા વગાડવાની અદ્ભુત કળાનો એ સ્વામી બન્યો અને સુંદર ગુણવતી રાજકુમારી ગુણસુંદરીનો પણ.” આવો ! બાબુભાઈને અત્યંત પ્રિય એક બીજી કડી જોઈએ. મયણા સુંદરી આગળ શ્રીપાળની માતા કમળપ્રભા ચિંતા કરે છે. દુઃખી થાય છે. “શ્રી ઉજ્જૈની નગરીને દુશ્મને ઘેરો ઘાલ્યો છે. શ્રીપાળ પરદેશ ગયો છે. એના કોઈ સમાચાર નથી. આટલી દુ:ખી માતા ‘હું હજી જીવતી કેમ રહી છું' ત્યારે નવપદજીના ધ્યાન પર અદ્ભુત શ્રદ્ધાવાળી મયણાસુંદરી પોતાની સાસુને કહે છે હે સાસુજી! તમે જરા પણ ખેદ ના કરજો' નવપદજીના ધ્યાનથી બધા જ પાપો નાશ પામે છે. ગ્રહોની વક્ર ચાલ પણ કાંઈ જ વિપરીત કરી શકતી નથી. આજે સંધ્યાના સમયે ત્રિભુવનભાનુ શ્રી અરિહંતદેવની પૂજા વખતે મને અનુપમ ભાવ ઉત્પન્ન થયો હતો. મને અમૃત ક્રિયાનો લાભ પ્રાપ્ત થયો હતો. અમૃત ક્રિયાશી રીતે ઓળખી શકાય? તદ્ગત ચિત્ત સમય વિધાન, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720