________________
FEE
ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ
પ્રધાન.
લક્ષણ એ છે અમૃતક્રિયા તણોજી.
ધર્મની જે જે ક્રિયા કરતાં હોઈએ તે તે ક્રિયામાં જ
ચિત્તની એકાગ્રતા કરવી તે વખતે શુભભાવવૃદ્ધિ પામતો પામેલો હોય, ચારગતિ રૂપ સંસારનો અત્યંત ભય હોય,
આવી આયંબિલની તપશ્ચર્યા વખતે પણ એમણે છ વર્ષ
શરીરના રૂંવાડા ખડા થઈ જાય એમ રોમાંચિત થવું. અત્યંત સુધી મહિનાની દશ તિથિએ ઉપવાસ અને વર્ધમાન આયંબિલ
હર્ષ ઉત્પન્ન થયેલો હોય, આ બધા અમૃતક્રિયાના લક્ષણો છે.
તપમાં જ વચ્ચે વચ્ચે ૧ અટ્ટાઈ–એક વાર નવ ઉપવાસ-બે વાર ચાર ઉપવાસ-૨૦ અટ્ટમ અને ૫૦ છટ્ઠ કર્યા હતા.
નવપદના ધ્યાનથી સર્વ પાપો નાશ પામે છે. વાંકાગ્રહોની દુષ્ટ ચાલ પણ આવા ધ્યાનવાળાને દુઃખી કરી શકતી નથી.
શાસ્ત્રમર્મજ્ઞ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત શ્રી શ્રીપાળ રાજાના રાસના રહસ્યો બાબુભાઈ જ્યારે મુક્ત મને ખોલતા હતાં ત્યારે સ્વતઃ સર્વત્ર આનંદ-આનંદ છવાઈ જતો હતો.
બાબુભાઈ હવે આપણા વચ્ચે નથી પણ એમની શાસન સેવાની યાદી આજે પણ જીવંત છે જ. એમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં મોક્ષમાર્ગની સાધનામાં આગેકૂચ કરો એ જ શ્રી નવપદજી મહારાજને પ્રાર્થના છે. શાસનમાંથી સુયોગ્ય શ્રાવક રત્નો શોધી કાઢી એમને આવી સ્વાર્થરહિત સેવાના રસિક બનાવવા ખાસ જરૂરી ગણાય. (સંપૂર્ણ)
સતત વર્ધમાન ૧૦૩ આયંબિલ ઓળીના આરાધક જૈનશાસનનો
તેજસ્વી તપસ્વી સીતારો
શ્રી રતિભાઈ ખોડીદાસ
વિરમગામના વતની શ્રાદ્ધવર્ય શ્રી રતિભાઈ ખોડીદાસ જૈને ૫૭ વર્ષની જૈફ વયે સંવત ૨૦૧૭ના ભાદરવા વ. ૧૦ના રોજ વર્ધમાન આયંબિલ તપનો પાયો નાખ્યો અને ત્યારથી જ વગર પારણે વર્ધમાન તપની છઠ્ઠીથી આગળ ઓળી ચાલુ રાખી. ૭૨ વર્ષની પાકટ ઉંમરે સળંગ ૧૦૦ ઓળી પૂર્ણ કરી એનો સંવત ૨૦૩૨ના કારતક સુ. ૬ના રોજ મહાતપોરત્ન બે વખત ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં ભારતભરના શ્રી જૈન સંઘોના સહકારથી શ્રી જૈન સ્વયંસેવક મંડળે સુંદર આયોજન કરીને ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ યોજ્યો. શ્રાવક સંઘના જવાહિર શ્રી રતિભાઈએ ‘વર્ધમાન તપ
જિન શાસનનાં
અખંડ આરાધક'નું બિરૂદ પ્રાપ્ત કર્યું. અને જૈન જગતના વર્તમાનયુગના ઇતિહાસમાં કદાચ જેનો જોટો જડવો મુશ્કેલ છે તેવો વિક્રમ સ્થાપ્યો. વિશેષતા વળી એ હતી કે કેટલીય ઓળીઓ માત્ર રોટલી અને પાણી, તો બીજી વળી રોટલી-મગપાણી માત્રથી કરેલી.
Jain Education Intemational
પોતાની ઉત્કૃષ્ટ ભાવના આજીવન આયંબિલ તપ કરવાની હતી તે મુજબ સતત એકથી ૧૦૩ ઓળી અને ૫૮ આયંબિલ કર્યા બાદ વ્યાધિથી ગ્રસ્ત શરીર થઈ જવાથી છથી સાત મહિના એકાસણા-બેસણા કરી તબિયત સ્વસ્થ થતાં પુનઃ બે દ્રવ્યથી ઠામચોવિહાર આયંબિલ ચાલુ કર્યાં ત્યારથી આજીવન પર્યંત આ તપ ચાલુ રાખ્યો અને વિ.સં. ૨૦૩૪ ચૈત્ર વ. પના રોજ સમાધિમય મૃત્યુ પામ્યા.
ધન્ય તપસ્વી રત્ન! ધન્ય શ્રી જૈન શાસન! (સંપૂર્ણ) ગુરુઆજ્ઞા-તપ પ્રેમ
-આચાર્યદેવ શ્રીમદ્ વિજય ત્રિલોચન સૂરીશ્વરજી મ.સા. નવકારશીનું પચ્ચક્ખાણ માગવા ગયા તો ૩૬ કરોડ નવકાર મહામંત્ર સ્મારક, શાસનપ્રભાવક એમના ગુરુદેવ શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેમથી કહે, “નવકારશી નહીં ૧૬ ઉપવાસ કરો.”
ગુરુ આજ્ઞા—તપ પ્રેમી આ આચાર્યશ્રીએ તરત જ ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ લીધા એટલું જ નહીં ગુરુ આજ્ઞાથી બીજા ૧૬ ઉપવાસ એટલે કે કુલ્લે ૩૨ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ એ તપ સમાધિ–પ્રસન્નતાપૂર્વક પૂર્ણ કર્યો. એમણે આ રીતે ૩૨ ઉપવાસ ચાર વાર કર્યા. હા! અટ્ટાઈનો ત૫ ૨૨૫ વાર કર્યો.
“ખાવત–પીવત મોક્ષ જે માનત'' વાળી માન્યતા આ મહાપુરૂષના મનમાં પણ ક્યાંથી હોય?
આ મહાપુરૂષને ટ્રકનો જીવલેણ એક્સિડન્ટ થયો ત્યારે એક્સિડન્ટ કરનાર ડ્રાઈવરને એમણે અભયદાન અપાવેલું, એમના ઉપર ગૃહસ્થો દ્વારા કે પોલિસ દ્વારા કોઈ પણ કામગીરી ન થાય એવી એમણે કાળજી કરાવેલી. એમણે સાધ્વી સમુદાયનું યોગક્ષેમ પણ સુંદર કરેલું. ધન્ય જીવન!
(સંપૂર્ણ)
For Private & Personal Use Only
www.jainelibrary.org