________________
૬૬૮
* પૂ. સિદ્ધિસૂરિશ્વરજી મ. બાપજી મ. ૭૦ વર્ષની ઉંમરે સતત ૩૫ વર્ષીતપ ઉ.વ. ૧૦૫ સુધી વરસી તપ કરેલા. અપ્રમત્ત સંયમી સાધના કરેલી.
પશુરક્ષા માટે પ્રાણનું બલિદાન દેતા જિનધર્મી
એડવોકેટ લલિતભાઈ જૈન
જન્મથી રાજસ્થાની અને કર્મથી મહારાષ્ટ્રના ભીવંડી શહેરના લલિતભાઈ જૈન. લો ગ્રેજ્યુએટ સુધીનો ઉજ્જ્વળ અભ્યાસ અને ધંધો એડવોકેટનો. યુવાન વયમાં જ સદ્ગુરુના સંપર્કમાં આવેલા લલિતભાઈના અનેક ગુણો પૈકીનો ઊડીને આંખે વળગે એવો એક સુંદર ગુણ અબોલ પ્રાણીઓની રક્ષા કરવાનો. પ્રાણીઓની રક્ષા કરવાના પ્રસંગે એ પોતાનું ખાવાનું, પીવાનું, આરામ અને ધંધો પણ ભૂલી જાય. અરે, પોતાના પ્રાણ પર આક્રમણ આવશે એ વાત પણ વીસરી જાય.
એક વખત એ મૂડ વગરના અને આંખમાં આંસુવાળા બેઠા હતા. પૂછતાં જાણવા મળ્યું કે એમણે ખૂબ મહેનતપૂર્વક જે ૪૦૦ ચારસો ગાયોને કતલખાને જતી રોકી હતી, એ પૈકીની ૩૦૪ ગાયો જ્યાં રાખવામાં આવી હતી ત્યાંથી તલપ્રેમીઓ ઉઠાવી ગયા હતા. હવે એમને ફક્ત ૯૬ ગાયોને જ બચાવવાની કોર્ટની કામગીરી કરવાની બાકી રહી હતી.
એકવાર એમને આયંબિલ નામનો તપ હતો. તે દિવસે અબોલ પ્રાણીઓને બચાવવાની કોર્ટ આદિની કામગીરીમાં એ એટલા ઓતપ્રોત થઈ ગયા કે કોર્ટના રિસેસના સમયે જ એમને
આયંબિલ કરવાનું યાદ આવ્યું. આયંબિલમાં બે રાત્રિ અને
એક દિવસ એમ છત્રીશ કલાકમાં દિવસે માત્ર એક જ વખત ભોજન કરવાનું હોય છે અને એ પણ ઘી-દૂધ-દહીં-તેલમીઠાઈ–ફરસાણ રહિત માત્ર બાફેલા અનાજ-કઠોળનું જ
એઓ આયંબિલની વ્યવસ્થાવાળા આયંબિલભવનમાં ભોજન કરવા ગયા પણ મોડા પહોંચવાથી આવું લૂખું ભોજન ત્યાં એમને ન મળ્યું. એમણે એ દિવસે ઉપવાસ [છત્રીસ કલાક સુધી આહારનો સંપૂર્ણ ત્યાગ-માત્ર ઉકાળેલું [Boiled] પાણી જ પીવાનું એવું વ્રત) કર્યો. એમને આ વ્રત કરવાનો આનંદ હતો કારણ કે પોતે પશુરક્ષાના કામકાજમાં રોકાયેલા હતા.
ગેરકાયદે કતલ માટે લઈ જવાતા ઢોર (પશુઓ)ને બચાવવા માટે એમણે યુવાનોની મદદથી અનેકવાર જીવ સટોસટની કામગીરી બજાવેલી. પકડાયેલા ઢોરોના કોર્ટ કેસો લગભગ ૨૦૦-૨૫૦ એમણે એડવોકેટના નાતે લડવાની
Jain Education International
જિન શાસનનાં
કાર્યવાહી બજાવેલી. આ માટેની અને બીજા પણ ધાર્મિક કેસો લડવા માટે દયાળુ દિલવાળા આ જૈન યુવાન એડવોકેટ કદાપિ વકીલાતની ફી લેતા નહોતા. ભલા પરલોકમાં અદ્ભૂત એવા કેસોની અહીં મામૂલી ફી કોણ બુદ્ધિમાન લે?
મળે
કોઈ વખત નીચલી કોર્ટમાં પશુરક્ષાની તરફેણમાં ચુકાદો ન આવે તો બચાવાયેલા પશુઓની કતલ અટકે એ હેતુથી એઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવીને પણ પશુઓની તરફેણમાં ચુકાદો મેળવી લેતા હતા.
ગેરકાયદે પશુઓની હેરાફેરી અને કતલ કરવાના ઉદ્દેશવાળા લોકો તરફથી એમને અનેક–અનેકવાર ખૂન સુધીની ધમકીઓ રૂબરૂ અને ફોનથી મળતી પણ પશુરક્ષાના આ મનસ્વી કાર્યાર્થી મોતથી શેના ડરે? “આવા પશુરક્ષાના કાર્યમાં રોકાયેલા મારું કોઈના દ્વારા ખૂન થાય તો મારી શી ગતિ થાય?” એવા પ્રશ્નના ઉત્તરમાં જૈન સદ્ગુરુ તરફથી જ્યારે “ચોક્કસ દેવલોક મળે'' એવો જવાબ મળ્યો ત્યારે એઓ આનંદવભોર બની ગયેલા. એમના કાર્યમાં જુસ્સો વધી ગયેલો. લલિતભાઈને પશુઓની કતલના પ્રેમીઓ પર દ્વેષભાવ નહોતો, એમને તો પશુરક્ષામાં જ રસ હતો.
ઈ.સ. ૨૦૦૧માં એમની આ પશુરક્ષાની કાર્યવાહીના વિરોધી દ્વારા ખૂન થયાના સમાચાર વાંચ્યા. પશુઓએ પોતાનો એક કલ્યાણમિત્ર ગુમાવ્યો, સાથીઓએ નિઃસ્વાર્થભાવે પશુરક્ષાનું કામ કરતો સક્રિય કાર્યકર ગુમાવ્યો. લલિતભાઈ પોતાની પાછળ યુવાની પત્ની અને બે બાળકો મૂકીને પરલોકમાં સિધાવ્યા.
એમનું સમગ્ર કુટુંબ સંસ્કારી, ધર્મપ્રિય, પશુરક્ષાપ્રેમી છે.
સદ્ગુરુઓના ઉપદેશથી રંગાએલા લલિતભાઈ જૈન પશુરક્ષાના જેમ પ્રેમી હતા તેમ જૈનધર્મના સારા આરાધક પણ હતા. એમને પોતના ઘરમાં ગૃહજૈનમંદિર કરવાની તીવ્ર તમન્ના હતી. તેઓ દરરોજ નિયમિત જિનપૂજા કરવા જતા અને સાથે જ પોતાના બાળકોને પણ લઈ જતા. એઓ નિત્ય પ્રતિક્રમણ કરતા અને એ વખતે પણ બાળકોને પોતાની પાસે બેસાડીને સંસ્કારિત બનાવવા પ્રયત્ન કરતા. અવારનવાર એકાસણાબેસણાનો તપ કરતા, નિયમિત રાત્રિભોજનત્યાગ અને તિવિહાર કરનારા હતા.
એઓ શાંતસ્વભાવી હતા અને કાર્ય શાંતિથી ઉકેલવાના સ્વભાવવાળા હતા. એમને ધર્મપત્ની-શ્રાવિકા ખૂબ ધાર્મિક મળેલા અને એમના લગ્ન પછી જ એમની ધર્મારાધનાની
For Private & Personal Use Only
www.jainelibrary.org