Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 685
________________ ઝળહળતાં નક્ષત્રો શરૂઆત થયેલી. એમને ધર્મમાં જોડનારા સદ્ગુરુ હતા યુવાહદયસમ્રાટ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ. જીવરક્ષાના કેઈસ લડવા ઉપરાંત તેઓ ધાર્મિક અને જૈન સમાજના કેસોમાં પણ ખૂબ રસ લઈ સફળતાભરી કાર્યવાહી બજાવતા હતા. પશુરક્ષા અને ધર્મ આરાધનાની એમની કાર્યવાહીની યશોગાથા અનેકાનેક યોગ્ય જીવોને આલંબનરૂપ બની છે. યુગયુગ જીવો અહિંસાપરમોધર્મ! યુગયુગ જીવો જીવરક્ષાપ્રેમ! સ્વામિવાત્સલ્યના શુભભાવો બોલે છે રાજા એક રાજ.........વિશાળબુદ્ધિનો સ્વામી......પ્રજા વત્સલ.....પ્રજાના દુઃખો દૂર કરી થાક્યા વગર પ્રજાનું સુંદર પાલન કરે. ન્યાય—નીતિવાન—આ ગુણાનુરાગી સદ્ગુણવાન પ્રજાજનોનું સન્માન કરે, તો પ્રજાને પીડતા ચોરી– યારી આદિવાળા ગુનેગારોને દંડ પણ આપતો જ હતો. તેના હૃદયચૈત્યમાં સારી રીતે બિરાજમાન હતા વીતરાગ-સર્વજ્ઞ દેવાધિદેવ ત્રિભુવનભાનુ! શ્રાદ્ધધર્મનો આરાધક એ સદ્ગુરુ અને ચતુર્વિધશ્રી સંઘનો પણ એવો જ વિનય–બહુમાનવાળો! રાજા આમ નીતિપૂર્વક રાજ્ય ચલાવતા હતા. ભવિતવ્યતાના અનુલ્લંઘનીય યોગે દેશમાં ઘણો ભયંકર દુષ્કાળ લાવી મૂક્યો. દુષ્કાળ કલ્પાંત કાળની જેમ અતિ બિહામણો હતો. રાજાના મનની મોટાઈ સઘળી પૃથ્વીનું દુષ્કાળથી સંરક્ષણ કરવા લાલાયિત હતી પણ એવું કરવું આ સમયમાં શક્ય નહોતું જ. તો પણ ‘સકળ સુંદરગુણોના આધારસ્વરૂપ શ્રી જિનેશ્વરદેવને પણ વંદનીય શ્રી સંઘની રક્ષા તો મારે અવશ્ય કરવી જ જોઈએ' એવા સદ્ભાવવાળા રાજાએ મહામુનિઓને એષણીય–કલ્પનીય–પ્રાસુક આહાર જાતે આપવાનું શરૂ કર્યું. શ્રાવકોની પણ રાજભોજન જેવા ઉત્તમ પદાર્થોથી ભક્તિ કરવા માંડી. અરે! શ્રી સંઘમાં જમ્યા પછી બાકી બચેલું અન્ન પોતે જમતા હતા અને પોતાના માટે રાંધેલા શ્રેષ્ઠ અન્નથી મુનિઓની ભાવથી-શ્રદ્ધાથી-ભક્તિ કરતા હતા. દુષ્કાળના સમગ્ર સમય દરમિયાન એમણે સર્વ સંઘની યથાવિધિ ભોજનાદિથી ભક્તિ કરી. સકળશ્રી સંઘની વૈયાવચ્ચ કરવાથી અને તેમને સમાધિ ઉપજાવવાથી રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે સંયમ = દીક્ષા સ્વીકાર બાદ દેવલોકગમન બાદ એ બની ગયા ત્રીજા તીર્થપતિ શ્રી સંભવનાથ Jain Education Intemational εξε ભગવાન. અસંભવને સંભવ બનાવનારા. અહીં સાધર્મિક વાત્સલ્યની વર્તમાનમાં (વિ.સં. ૨૦૬૫ આસો માસમાં) સાંભળેલી એક હકીકત ખાસ અનુમોદનીય છે જે જણાવવાનું મન થઈ જાય છે. વર્તમાનના શાસનપ્રેમી એક નૂતન પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય રાજહંસવિજયજી મહારાજ પાસે એક બહેન પોતના ૮/૧૦ વર્ષના બાબા સાથે આવ્યા. વિધિપૂર્વક વંદન કરી એ કહે, “સાધર્મિકભક્તિ કરતી સંસ્થા માટે મારે રૂ।. ૫૦૦૦ નું દાન કરવું છે. આ કવર છે. હું શું કરું?' જુઓ આ રહ્યા એ સંસ્થાના ટ્રસ્ટીઓ. તમો પાવતી મેળવી એ ૨કમ એમને આપી શકશો.' આચાર્યદેવનું માર્ગદર્શન મળ્યું. બહેને તે મુજબ કર્યું. બિલકુલ સાદા વેશવાળા માતા-પુત્રનું એડ્રેસ મેળવી ટ્રસ્ટીઓએ બહેનના ઘરની તપાસ કરી તો જાણવા મળ્યું કે “આ બહેન મુંબઈના પરાની એક સામાન્ય ચાલીમાં રહે છે. એમના ધણી ગુજરી ગયા છે. પોતે ઇમિટેશન જ્વેલરીની મજૂરી કરી એકના એક પુત્રને ભણાવવાપૂર્વક સાદગીથી ગુજરાન ચલાવે છે, થોડી થોડી બચત કરી સાધર્મિકને સહાય કરવાના ખૂબ સુંદર ભક્તિભાવવાળા છે” બહેનની સાધર્મિકભક્તિના ભાવને ટ્રસ્ટીઓ સહ પૂ. આચાર્યદેવ ઝૂકી પડ્યા. ભીમા કુંડલિયાની યાદી આપતા વર્તમાનના એ સુશ્રાવિકાને ભાવાંજલિ! (સંપૂર્ણ) જ્યારે જૈનેતર બાઈ વીતરાગદેવને સર્વસ્વ અર્પણ કરે છે (એક સત્ય પ્રસંગ) ધુલિયા જિલ્લામાં સાકી તાલુકાનું બલસાણા ગામ છે. ગોમમાં જૈનોના માત્ર ૧૦ ઘરો છે. અહીં શ્રી વિમળનાથ ભગવાનના અતિ પ્રાચીન, લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાના શ્યામ વર્ણવા ૩૧ ઇંચના પ્રતિમાજી જમીનમાંથી પ્રગટ થયા હતા. આ પ્રતિમાજીને સુંદર જિન મંદિર બનાવી બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે આ જિનમંદિર એક ભવ્ય તીર્થ બન્યું છે અને દેશના ખૂણે ખૂણેથી ભાવિકજનો યાત્રા માટે દોડી આવતા હોય છે. ભગવાનનો અચિંત્ય મહિમા તથા પ્રભાવ જોઈ જૈન–અજૈન ખૂબ મુગ્ધ બન્યા છે. અનેક રાજ્યોમાંથી અહીં યાત્રાળુઓ જિનેશ્વરને ભેટવા આવે છે. આ તીર્થમાં પ્રતિષ્ઠાનો બીજો પ્રસંગ ઉપસ્થિત થયો, ૨૦૪૮ મહાસુદ ૧૧ના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720