Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
ઝળહળતાં નક્ષત્રો
પામ્યા) એમની શોકસભામાં અનેકાનેક વ્યાપારીઓ, ગુમાસ્તાઓ તો હતા જ પણ સ્નેહી, સંબંધીઓની મહિલાઓ ઉપરાંત એકસોથી પણ અધિક બીજી મહિલાઓ પણ હતી. શોકસભામાં સદ્ગતના અનેકાનેક સદ્ભૂત ગુણોની પ્રશંસા થઈ. સભા પૂરી થયા પછી પેલી સ્નેહી સંબંધી મહિલાઓ સિવાયની બહેનોને સદ્ગત સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો :
“સદ્ગત અમારા પરમ ઉપકારી હતા. કોઈ પણ જાતની લોહીની કે બીજી સગાઈ ન હોવા છતાં એમણે અમોને દુઃખના મહાસાગરમાંથી, અરે પાપના ભયંકર ઉદધિમાંથી બહાર કાઢેલી છે. એઓ અમારા તારણહાર હતા. ૧૬ થી ૨૦ વર્ષની અમોને આ મુંબઈ નગરીમાં લાવવામાં આવેલી. વેશ્યાપણાના ધંધામાં દાખલ કરી દેવામાં આવેલી. અમારા વેશ્યાઓના દલાલ દ્વારા એ દયાળુ શેઠ અમોને બોલાવતા– પૂછતા બોલો! વેશ્યાપણાના ભયંકર દુઃખ અને પાપથી છૂટવું છે? તમારે તમારા મા-બાપ પાસે પાછા જવું છે? કે તમારે અનેક સાથે તમારો દેહ અભડાતો અટકાવી કોઈ એક જ ગૃહસ્થની સાથેના નિયત પત્નીપણાના વ્યવહારમાં આવવું છે? અમારો અમને ગમતો જવાબ સાંભળી આ પરમેશ્વરના પરમ ભક્તે દલાલને તથા અમારી મોટી વડેરી વેશ્યાને અમારું મૂલ્ય ચૂકવી અમને કાં તો સન્માનપૂર્વક અમારા મા-બાપ પાસે મોકલી આપેલી અને તે પણ અમારા મા-બાપને અમારા ખાનપાન આદિની વ્યવસ્થાપૂર્વક અથવા તો એવા ગરીબ મા– બાપના સજ્જન યુવાનોને ધંધા માટે રૂ।. ૫૦૦૦-૫૦૦૦ આપી અમોને પરણાવવાની વ્યવસ્થા કરેલી. અમારી જેવી સેંકડો મહિલાઓનો આ રીતે આ સજ્જન શિરોમણિએ વેશ્યાઓના ધંધાના મહાપાપથી ઉદ્ધાર કરેલો.'' બોલતાં બોલતાં મહિલાઓની આંખોમાંથી બોર બોર જેવડા આંસુઓ ટપકતા
હતા.
સાધર્મિક વાત્સલ્ય, જિનેશ્વર દેવની ભક્તિની સાથે જ
દીન-અનાથ મહિલાઓના એ તારણહારનું નામ છે બાબુભાઈ ફકીરચંદ સુરતવાળા. ધન્યશ્રી જિનશાસન જ્યાં આવા ઉમદાઉદાત્ત દિલવાળાઓ સમયે સમયે મળતા હોય છે. (પોતાનો અનુભવ બતાવનાર છે રમેશચંદ મનસુખલાલ ધ્રુવ અમરેલીવાળા સાંઈબાબાનગર બોરીવલી વેસ્ટ–મુંબઈ) (સંપૂર્ણ) (સત્ય હકીકત)
Jain Education International
૬૬૧
ખંભાત નિવાસી ૫૮ વર્ષીય જિનગૃહમંદિરવાળા શ્રી કમલેશભાઈ મણિલાલ શાહ ૧૧/એ જવાહરનગર, S.V. રોડ, સિનેમેક્ષ થિયેટરની સામે, ગોરેગાંવ વે. મુંબઈ–
૪૦૦૦૬૨.
૧૦૮ ઉપવાસ, ૬૮, ૬૦, ૫૧, ૪૫ (= ૨ વાર), ૪૪, ૩૬, ૩૩ (= ૩ વાર), ૩૧, ૩૦ (= ૬ વાર), ૨૧, ૧૬, ૧૫, ૧૧, ૮ (= ૩૩ વાર) છઠ્ઠ અટ્ટમ, ઉપવાસ અનેકવાર, આંબિલ ઓળી ૪૪ થઈ. સિદ્ધિતપ-૨ વાર, ૧ વાર ૪૫ ઉપવાસથી, શ્રેણીતપ, સમવસરણતપ, ધર્મચક્રતપ, નાનું-મોટું બંને, ઉપધાન ૧ સળંગ ૪૭ ઉપવાસથી, આંબિલ ઓળી નવપદજીની નવવાર, વર્ષીતપ-૬, તેમાં એકવાર અઠ્ઠાઈના પારણે અટ્ટાઈ ૨૦ કરી વર્ષીતપ પૂર્ણ કર્યો.
ધન્ય શ્રી જિનશાસન જ્યાં આવા તપસ્વીરત્નો પ્રકાશી રહ્યા છે–શાસન દિપાવી રહ્યા છે. (સંપૂર્ણ)
આ છે આપણા કાળના જ આરાધકા
એમનું નામ કલ્યાણજી ધનજી વીરા, ઉ.વ. ૫૯ (૨૦૬૪ માગશર). એમને હાલ પ્રભુશ્રી આદીશ્વરદાદાના સમયથી ભારતવર્ષમાં ચાલ્યો આવતો વરસી ત૫ ૨૭મો ચાલુ છે. એમણે જીવનમાં માસખમણ ચાર; અટ્ટાઈ ૨૪; સોળ ઉપવાસ ૧ વાર; ૨૧ ઉપવાસ એક વાર; ૧૫ ઉપવાસ ૧ વાર, છઠ્ઠ તપ ૨૬૦, અટ્ટમ તપ ૧૦૮; સિદ્ધિતપ ૨ વાર; શ્રેણી તપ ૧ વાર; સમવસરણ તપ ૧ વાર, સિંહાસન તપ ૧ વાર, ભદ્ર તપ ૧ વાર આદિ. આવી ઉગ્ર તપસ્યા ઉપરાંત એમની સમ્યગ્દર્શન–સમ્યક્ ચારિત્રની આરાધના પણ અનુમોદનીય છે. એમણે બે વર્ષની અંદર ત્રણે ત્રણ ઉપધાન તપ કર્યા; શત્રુંજય તીર્થાધિરાજની નવાણું યાત્રા નવ વખત; સમ્મેતશિખરજી તીર્થની ૯૯ યાત્રા ૧ વાર; ગિરનારજી તીર્થની ૯૯ યાત્રા ૧ વાર આદિ દ્વારા દર્શનશુદ્ધિ કરી. એઓશ્રી દરરોજ શ્રી નવકાર મહામંત્રની બાધા પારાની દશ જપમાળા ગણે છે. હા! આ હૂંડા અવસર્પિણી કાળમાં પણ પ્રભુ સર્વજ્ઞ—વીતરાગ શ્રી મહાવીરવર્ધમાન સ્વામી આપનું શાસન ગાજે છે. જયજયકારવંતું છે. આરાધક એ સુશ્રાવકનું સરનામું :
માટુંગા-C.R. મુંબઈ, ૨૨૭ ઓલ્ડ કમ્પાઉન્ડ, ત્રીજો માળો, રૂમ નં. ૫૪, ભંડારકર રોડ.
ભૂરિ અનુમોદના! ભાવાંજલિ!
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/87a215c8510762f456748a40ec0b76bf68358635bd693cfa793f16f9c166c763.jpg)
Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720