________________
૫૮૨
(ચિત્ર નં. ૨૯) બ્રુકલીન મ્યુઝિયમ, ન્યૂયોર્કની આદિનાથની કાંસ્ય પંચતીર્થી (ઈ.સ. ૯મી સદી)
ઈ.સ.ની ૯મી સદીની છે. મધ્યમાં ધાતુની પીઠિકા પર બનાવેલ ગોળ મોટા આસન પર તીર્થંકર ધ્યાનમુદ્રામાં પર્યંકાસનમાં બેઠેલા છે. એમના લાંબા વાળ સુંદર રીતે દર્શાવ્યા છે. પરિકરના ચાર છેડે બેસણી ઉપર ચાર બેઠેલા તીર્થંકરોની પ્રતિમાઓ દર્શાવી છે. એમાંના બે તીર્થંકર મૂળનાયકની બંને તરફ ધ્યાનમુદ્રામાં પર્યંકાસનમાં બેઠેલા છે. જ્યારે બીજા બે તીર્થંકર પરિકરની ઉપરની બાજુએ બંને છેડે ધ્યાનમુદ્રામાં બેઠેલા છે. મૂળનાયકની પાછળ બંને બાજુ બે ચામરધારીઓ ઊભેલા છે. તીર્થંકર આદિનાથની નીચે પીઠિકાના બંને છેડે એમના યક્ષ ગોમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી બેઠેલાં છે. પીઠિકાની છેક નીચે પાયા આગળ એક સેવક અને એક સેવિકા ઊભેલાં છે. અહીં
Jain Education International
જિનશાસનનાં
પ્રતિમાઓનું સપ્રમાણ આલેખન જોવા મળે છે. (ચિત્ર નં. ૨૯) કાંસાની લંબચોરસ (દ્વિમેખલા) પીઠિકા ઉપર રહેલી દળદાર ગાદી પર અર્ધ-પર્યંકાસનમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા જૈન તીર્થંકરની લગભગ ઈ.સ.ની ૧૦મી સદીના અંતભાગની પ્રતિમા
તમિળનાડુના રામનાથપુર જિલ્લાના શિવગંગમાંથી પ્રાપ્ત થઈ છે અને હાલ મદ્રાસના મ્યુઝિયમમાં સંગૃહીત છે. પાછળની બેસવાની સીટને બે મકરોના મસ્તકવાળા બીમ પર ટેકવેલ છે. તીર્થંકરની પાછળના ભાગમાં બે ચામરધારી સુંદર ત્રિભંગમાં ઊભેલા છે. બંને ચામરધારીઓની પોણા ભાગની આકૃતિઓ દૃશ્યમાન છે. ચામરધારીઓ સુંદર રીતે અલંકૃત થયેલા છે. બંનેના મુખ પરના મોહક અને રમ્ય ભાવોના નિદર્શનથી સમગ્ર પ્રતિમા ભવ્યાતિભવ્ય લાગે છે. પ્રતિમા કર્ણાટકની શૈલીની અસર ધરાવે છે. એમાં તાંબાની મિશ્ર ધાતુ હોવાનું પણ જણાય છે. (ચિત્ર નં. ૩૦)
શ્રવણ બેલગોલના જૈન મઠમાં ઈ.સ.ની ૮મીથી ૧૧મી
(ચિત્ર નં. ૩૦) શિવગંગ (તમિળનાડુ)માંથી પ્રાપ્ત કાંસાની જિનપ્રતિમા (ઈ.સ. ૧૦મી સદી)
For Private & Personal Use Only
www.jainelibrary.org