________________
૬૩૪
કાનન કી*
,
,
જિન શાસનનાં ના! દેવાદાર તો ન જ રહી શકાય બે સત્ય પ્રસંગો-સાંભળ્યા ભાદ્ર વિ.સં. ૨૦૬૬
શાહ હિતેન્દ્ર નરેન્દ્રભાઈ (જૈન) ઇર્ધા-અંધેરી વેસ્ટ (અલકા) મુંબઈવાળા..શેરબઝારના સબબ્રોકર–શ્રી જિનેશ્વરદેવના પરમભક્ત-શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન પર જબ્બર શ્રદ્ધાવાળા.
શેરબઝારના લિયા-દિયાનો સટ્ટો એટલે જુગાર જ સ્તો. જુગારથી પૈસાની કમાણીની ઇચ્છા એટલે ઝેર ખાઈને જીવવાની ઇચ્છા....એક પાર્ટીએ રકમ ચૂકવવાની ચોકખી ના પાડતાં હિતેન્દ્રભાઈને રૂા. ૪૦ લાખનું નુકશાન થયું. પોતાની પાસે આટલી રકમ હતી જ ક્યાં? પણ જિનેશ્વરદેવનો પ્રામાણિકતાનીતિમત્તા-ન્યાયયુક્તતાનો ધર્મ તો એમની પાસે હતો જ. આટલી મોટી રકમ એમણે ખુદને જુદી જુદી પાર્ટીને ચૂકવવાની હતી.
ન્યાય એ જ ધનપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે એવો ઉપદેશ સાંભળનાર-સ્વીકારનાર હિતેન્દ્રભાઈએ બધી જ પાર્ટીને “ધીરે ધીરે બધાનું દેવું ચૂકવી દઈશ.” એવી હૈયા ધારણ આપી. નાના-નાના લેણદારથી દેણું ચૂકવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. ત્રણ વર્ષ ઘરખર્ચ વગેરેમાં ખૂબ કરકસર કરીને હિતેન્દ્રભાઈએ તમામ દેવું ચૂકવવાની એમની ફરજ આનંદપૂર્વક પૂર્ણ કરી. પછીથી એમની પ્રામાણિકતાની છાપ ખૂબ પ્રસરી. ઘરાકો સામે ચાલીને અધિક અધિક ધંધો આપવા લાગ્યા.
એમને એક પાર્ટીએ એમના લેણાના ચાર લાખ રૂપિયા ચૂકવવાનો ઇન્કાર કર્યો. આર્બિટ્રેશનમાં પોતાની જીત થઈ. પૈસા વસૂલ કરવાની આગળ કાર્યવાહી ન કરતાં એમણે પાર્ટીને જણાવી દીધું, “તમારી શક્તિ દેણું ચૂકવવાની નથી તો ચિંતા કરતા નહીં” પણ સામેવાળી પાર્ટીના ન્યાયપ્રિયા શ્રાવિકા ધર્મપત્ની કહે, “મારો પુત્ર એન્જિનિયરનું ભણે છે એ ભણીને કામે લાગશે એટલે તમારા પૈસ દૂધે ધોઈને આપીશ.”
હા! આ ધરતી આવા સત્યનિષ્ઠ-ન્યાયપ્રિય સદાચારીઓથી જ ટકી રહી છે. હિતેન્દ્રભાઈ પોતાના મોટા દેવાદાર સાથે પણ સુંદર સંબંધ ટકાવી રાખવાના મતના છે.
જિનવરની પ્રતિમા જિનસરખી સુખકારા
-ન આગમ) શ્રી ગિરનાર મહાતીર્થમંડણ-બાળબ્રહ્મચારી ૨૨માં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાનની હયાતીમાં જ જેનું અસ્તિત્વ-વિધમાનપણું હતું તે આ છે કાંગડા તીર્થના તીર્થપતિ શ્રી કષભદેવઆદિનાથ સ્વામીના ભવ્ય પ્રતિમાજી. કાંગડા તીર્થપતિ પ્યારા, કષભ નિણંદ જુહારા રે; મન-વચ-કાય તીનોં ચોગસે સેવા કરું નિરધારા રે. સુશર્મા નૃપને બનાવાયા, જિનમંદિર સુખકારા રે; નેમિનાથસ્વામી કે હોતે, તીરથ તારણહારા રે..
-વિજય વલ્લભસરિજી મ.|
આવો જ એક સુંદર કિસ્સો ચોક નિવાસી હાલ ઘાટકોપર ઇસ્ટ મુંબઈમાં રહેતા જિનવરભક્તિપ્રિય “સુહાની ગોલ્ડ' વાળા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org