________________
૬૪૬
શ્રાવક જીવનનાં વાર્ષિક કર્તવ્યો
પરમાત્માની આજ્ઞાઓ પરાણે પાળવાની આભિયોગિક શરતો નથી. કારણ કે તીર્થંકર ભગવંતો કરૂણામૂર્તિ હોય છે. તેઓ પોતાના વિશિષ્ટ જ્ઞાનબળે દરેક જીવોના ઉત્થાન માટે કર્તવ્યની કેડી દર્શાવે છે. તે માર્ગે ચાલનાર અવશ્ય પરમસુખનો ભોક્તા બને છે અને ભવભ્રમણ બાકી પણ હોય તોય દુઃખ-દૌર્ભાગ્ય વગેરે દુષણોથી બચેલો રહે છે.
શ્રાવકજીવનમાં શું શું કરણીય છે તેની સમજણ આવી જતાં અકરણીય સ્વયં છૂટી જાય છે. સાંસારિક પ્રપંચો વચ્ચે પણ ભગવંતે દર્શાવેલ પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ કુલ મળી બાર પ્રકારના વ્રતને વહન કરવા એક માત્ર આસ્થા, શ્રદ્ધા અને નિર્ણય એવો જોઈએ કે મારા દેવ વીતરાગી ભગવાન છે, મારા ગુરુ પંચમહાવ્રતધારી શુદ્ધ ધર્મોપદેશક સાધુ છે અને સર્વજ્ઞકથિત કર્તવ્ય એ મારો પરમધર્મ છે.
તે જ શ્રદ્ધાનું તાત્ત્વિક નામ છે દર્શન અથવા સકિત. જેટલું સમકિત નિર્મળ તેટલો ધર્મપુરુષાર્થ તેજવંતો બને છે. બીજી તરફ ભગવંતો અને ગણધરો કે શાસ્ત્રવેત્તાઓએ આજ સુધી કોઈનેય આગ્રહપૂર્વક કે બળાત્કારે ધર્મ સેવવા કઠોરતા નથી દાખવી. બલ્કે બહુ જ સરળતાથી આચરવા યોગ્ય અનુષ્ઠાનો દેખાડ્યા છે, જેને યથાશક્તિ સંજોગ અને ઉમ્માદિ પ્રમાણે આચરવાથી તેનું પારંપરિક ફળ અવશ્ય મળે છે.
મન્નહ જિણાણુંની સજ્ઝાયમાં શ્રાવક જીવનના છત્રીસ કર્તવ્યોનું સુંદર બયાન છે. માર્ગાનુસારીના પાંત્રીસ બોલ ખાસ સમજવા યોગ્ય છે અને સ્વેચ્છાએ તથા ચઢતા પરિણામે એક એક કર્તવ્યો બજાવવાથી આત્મિક શક્તિઓ જાગૃત બને છે. ઉત્પન્ન થતું પુણ્ય ધર્મની રક્ષા કરે છે, આરાધનાઓ વિકસે છે અને સુખ-સમૃદ્ધિ પણ વિલસે છે. પ્રતિદિન ચૌદનિયમોની ધારણા કરવી. પરમાત્મા પૂજા ઉપરાંત સામાયિક, પ્રતિક્રમણ, પર્વપૌષધ અને તપ–જપ કરવા એ બધુંય શ્રેષ્ઠ કર્તવ્ય છે. પણ બધાય કર્તવ્યો એક સાથે બજવવા ઉલ્લાસ કે સત્ત્વવિકાસ ન થયો હોય તો પૂરા વરસમાં પણ કુલ મળી અગિયાર જેટલા કર્તવ્યો પાળવાથી શ્રાવકપણાની શોભા વધે છે. આ પછી રજૂ થઈ રહેલ તે તે કર્તવ્યોમાંથી કેટલા બજાવ્યા અને કેટલા બાકી રહ્યા તેના લેખાજોખા સ્વયં કરી લેવા.
Jain Education Intemational
જિન શાસનનાં
અને જો લગભગ બધાય કર્તવ્યો વ્યવસ્થિત પાર ઉતાર્યા તો તેવા શ્રાવકો સાધુ-સાધ્વીઓના પણ “અમ્માપિયા''ની ઉપમાને પામે છે. ઐતિહાસિક પાત્રો બને છે.
વિશેષણોથી નવાજી શકાય તેવા સન્માનનીય બની
જાય છે.
કારણ કે વર્તમાનમાં તો શ્રાવકોની વસ્તીમાં જ શ્રમણોની આરાધનાઓ સુરક્ષિત છે અને શ્રમણોના સાનિધ્યમાં જ શ્રાવકશ્રાવિકાઓનો ધર્મ રક્ષિત છે. “પરસ્પરોપદ્મનીવાનામ્'નો સિદ્ધાંત અહીંથી પ્રથમ લાગુ પડે છે.
(૧) સંઘ પૂજા કર્તવ્ય
ચતુર્વિધ શ્રીસંઘની એકતા પચ્ચીસમા તીર્થંકરની ઉપમાને પામે છે અને સ્વયં તીર્થંકર ભગવંતો પણ ‘ણમો તીર્થાસ'' વદી પછી જ દેશનાનો ધોધ વહાવે છે. કારણમાં જિનાજ્ઞાબદ્ધ સંઘ એટલે રત્નોનો ઢગલો, હીરાની ખાણ, ગુણોનો સમુદ્ર અથવા કહો કે જ્ઞાનથી પ્રકાશમાન સૂર્ય સમી ઉપમા પામે છે. જો સંઘ જેવી વ્યવસ્થા ન હોય તો બધીય આરાધનાઓ અસ્તવ્યસ્ત થતાં વાર ન લાગે, ઉપરાંત સંઘમાં રહીને જ શ્રેષ્ઠ આરાધકોમાંથી વિરલ કોઈ તીર્થંકર નામકર્મની નિકાયના કરે છે. પૂર્વના બધાય તીર્થપતિઓ તે તે સમયે જૈનસંઘો થકી જ સાધના અને સિદ્ધિને પામ્યા છે. સાધુસાધ્વી, શ્રાવક–શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘના નાના—મોટા તમામ ઉપર અહોભાવ રાખી તેમનો આદર-બહુમાન કરવો, ગુરુપૂજનથી લઈ તિલક દ્વારા બહુમાન કરવું, પગ ધોઈ પૂજવા, ચરણરજ મસ્તકે લેવી, મુહપત્તિથી લઈ ઉત્તમોત્તમ ધર્મ સામગ્રીઓની લહાણી કરવી, સાધુ-સાધ્વી ભગવંતોને આહાર– ઔષધ–ઉપધિ વગેરેનું ચઢતે પરિણામ દાન કરવું તથા સંઘની એકતા માટે, રક્ષા માટે, ઉન્નતિ માટે કે આરાધનાઓ માટે તન-મન-ધનનો ભોગ આપવો વગેરે કર્તવ્ય પ્રત્યેક શ્રાવકોએ બજાવવાના છે. કોઈ પણ કર્તવ્યો યથાશક્તિ બજાવવામાં આવે તો સંઘપૂજા જેવા કર્તવ્યને બજાવનારો સ્વયં પૂજનીય બની જાય છે અને વરસમાં ઓછામાં ઓછું એક વાર તો પોતા તરફથી સંઘપૂજન થાય તેવું અવશ્ય ભાવવું જોઈએ. કારણ કે અકારણ વત્સલ પરમાત્માનું શાસન આપણા સુધી લાવી આપનાર સંઘ જ હોય છે. અત્રે નિમ્નાંકિત ઉદાહરણો ઐતિહાસિક સત્યો સાથે રજૂ કરતાં આનંદ અનુભવાય છે. જેમ કે :—
For Private & Personal Use Only
www.jainelibrary.org