________________
ઝળહળતાં નક્ષત્રો
આર્યાએ તેમને તેમ કરતાં વારેલ. પણ તે જ ચંદનબાળાએ પોતાની કેવળી શિષ્યા મૃગાવતીને ખમાવતાં ને વંદના કરતાં કેવળજ્ઞાન પણ ઉપાર્જેલ. ગૌતમ ગણધર પ્રભુ પાર્શ્વસંતાનીય કેશી ગણધરને મળવા સામે ચાલી ગયા હતા.
(૨૭) સત્તાવીશ ગુણસભર સાધુતા :—પાંચ મહાવ્રતો, રાત્રિભોજન વિરમણ, છકાય જીવની રક્ષા વગેરે ગુણોથી વધીને ૨૭મા ગુણ તરીકે મરણાંત ઉપસર્ગ સહન કરવા તત્પર એવા સાધુ-સાધ્વીઓ વિશ્વવંદનીય એટલે પણ છે કારણ કે તેઓ ધર્મ માટે સમગ્ર જીવનને સમર્પણ કરે છે જિનેશ્વરોની પાવનકારી આજ્ઞાઓને. જિનાજ્ઞાની સાથે ગુર્વાશાના વફાદાર તે શ્રમણો દુકાળ જેવા કપરા દિવસોમાં પણ ભિક્ષાની તકલીફો વચ્ચે પણ સંયમ સાધનારા સંભૂતિવિજયજી જેવા શાસનરક્ષક પણ હોઈ શકે કે શાસ્ત્રનીતિનું ચુસ્ત જીવન જીવનારા આચાર્ય સોમપ્રભસૂરિજી જેવા આરાધક પણ હોઈ શકે. મલ્લિવાદિસૂરિજી, જિનપ્રભસૂરિજી, આર્ય સુહસ્તિસૂરિજી કે ભદ્રબાહુસ્વામી જેવા શાસનપ્રભાવક પણ હોઈ શકે. શાસનરક્ષક, આરાધક, પ્રભાવક ત્રણેય કોટિની સાધનાઓ વર્તમાનમાં પણ કરી રહેલા અનેક મહાત્માઓથી જિનશાસન જયવંતુ છે. નયસાર જેવા ગુણાનુરાગીનો જીવાત્મા પણ ગૃહસ્થપણાની સાધુતા થકી જ તો ૨૭મા ભવે ભગવાન મહાવીર બનેલ છે ને? ૨૭ના આંકડામાં ૨ + ૭ = ૯ = નવપદને આરાધવા માટે છે, ૨ x ૭ = ૧૪ = તે વળી ૧૪મા ગુણઠાણાને સ્પર્શવા માટે છે. સાધુ અને સિદ્ધિ વચ્ચેનું જે લાંબુ કે ટૂંકું આંતરૂં છે તે સાધના નામના મંગલકારી માર્ગથી કાપવાનું છે અને તે સિદ્ધિ પ્રસિદ્ધિથી ખૂબ દૂર વસે છે, તેથી જ તો નામધારી સંયત જ્યારે જિનશાસનની આરાધનાઓના બળે મુક્તિ સુખ પામી જાય છે તેના દુન્યવી નામ સાવ ગૌણ બની જાય છે. નિરંજન-નિરાકાર અને અનામી–અનંતસુખવાન સિદ્ધોના નામનું List કોણ તૈયાર કરી શકવાનું? અનંતા સિદ્ધ થયા અને થાશે, તે માટેનો રાજમાર્ગ છે પ્રવજ્યા અને સાધુતા.
મુક્તિમહેલ સુધી પહોંચવાનો પાયો છે નમસ્કાર. ‘નમો' શબ્દમાં પ્રથમ અક્ષર ‘ન' છે. તે નમસ્કારનો સંકેત કરે છે અને ‘મો' અક્ષર મોક્ષનો સંદેશ આપે છે. તે નમો શબ્દને પણ સાધુતાના ૨૭ ગુણો સાથે સીધો સંબંધ છે. ૨૭ = ૨ + ૭ = ૯ (નવપદીય નવકાર) અને ૨ × ૭ = ૧૪ (ચૌદમા ગુણસ્થાનકથી મોક્ષ). માટે જ મહામંત્ર
Jain Education Intemational
૬૦૫
નવકારના પાંચમા પદથી (૨ - ૭ = ૫) “નમો લોએ સવ્વ સાહૂણં” બોલી તમામ સાધુ-સાધ્વી ભગવંતોને એક સાથે નમસ્કાર કરવાનું સૂચન છે.
શ્રીકૃષ્ણ મહારાજે એકી સાથે ૧૮૦૦૦ સાધુઓને ક્રમથી વંદન કર્યા, ત્યારે તેમના મનમાં નાના-મોટા, પદસ્થ પદવીરહિત, વિદ્વાન કે શૈક્ષ એવા કોઈ ભેદ નહોતા રાખ્યા. જેના કારણે ચાર-ચાર નારકીના બંધન તૂટી ગયા, ક્ષાયિક સમકિત પ્રગટ થયું અને તીર્થંકર નામકર્મની નિકાચના પણ થઈ ગઈ. જૈન શ્રમણો જગતની શ્રેષ્ઠ હસ્તિઓ છે, પણ બીજી તરફ જિનધર્મના નાશમાં બહારવાળા કરતાંય અંદરના જ વિરાધકો થકી વધુ નુકશાની થવાની ભવિતવ્યતા સાંભળી ખેદ અને દુઃખ જ થવાના. પરમાત્મા મહાવીર દેવે કરેલી આગાહીઓ અસત્ય કેમ તે ઠરે? જેમ કે, વિ.સં. ૪૭૨ પછી વનવાસની વિકટતાના કારણે વનવાસી ગચ્છના નૂતન દીક્ષિતો પણ શ્રાવકોની વસતીમાં આવવા લાગ્યા, પણ ચાતુર્માસ પછી પાછા સતત વિહારીપણે રહેતા હોવાથી મધ્યમાચારી તરીકે સંયમ વહન કરતા હતા. પણ કાળબળે વિહારાદિમાં પડતી તકલીફોને કારણે શિથિલાચાર ચાલુ થયો અને તે ચૈત્યવાસમાં પલટાઈ ગયો.
આ. હરિભદ્રસૂરિજીના સમયકાળમાં પણ તે વિપરીત સ્થિતિ હશે, તેથી જ તેઓએ તે સમયના ઘરવાસ જેવા ચૈત્યવાસની માહિતી આપતા જણાવેલ છે કે સંયમીઓ પણ સંયમ ગુમાવી આધાકર્મી ભિક્ષા, સચિતગ્રહણ, જોડા, વાહન, સ્નાન, વિલેપન, સુવિહિત સાધુની નિંદા, તેવા સંયમીના ઉપદેશનો નિષેધ, શાસન-પ્રભાવના કરવા ઝઘડા, દેવદ્રવ્યભક્ષણ વગેરે દોષોથી હોમાયા હતા. સાધ્વીઓ પણ એકલા પુરુષોની સભામાં વ્યાખ્યાન કરતી થઈ હતી. બીજા પણ કલ્પનાતીત બયાનો આચાર્ય ભગવંતે રજૂ કરી શાસનની દુર્દશા માટે બળાપો કાઢ્યો છે. જે સંબોધ પ્રકરણના ગુરુ અધિકારની ગાથા નં. ૫૦ થી ૭૩માં જોવા મળે છે.
છતાંય જયવંતા જિનશાસનમાં વિકૃતિ પામેલ ચૈત્યવાસની સામે આચારશુદ્ધ શ્રમણ પરંપરા પણ ઊભી જ હતી, કે જેના કારણે આ. જગચંદ્રસૂરિજી વગેરે સંવેગી મહાત્માઓએ ક્રિયોદ્ધાર કરાવી પરમાત્માની ઉજ્જ્વળ પાટપરંપરા અખંડિત રાખવામાં સફળતા મેળવી છે. તે પછીના આ. આનંદવિમલસૂરિજી વગેરે મહાત્માઓના સુપ્રયાસથી
For Private & Personal Use Only
www.jainelibrary.org