________________
ઝળહળતાં નક્ષત્રો
(૧૦) ગજસુકુમાર
પોતે જૈનમાર્ગીય સાધક અને પોતાના સસરા બ્રાહ્મણ હતા. પત્નીને તો ધર્મરાગ ઓછો હતો જ પણ સસરા સોમિલ તો ધર્મદ્વેષી હતા. તેથી જ તેમની રજા લીધા વગર પોતાની નવોઢા પત્નીનો ત્યાગ કરી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષિત થઈ જનાર્ ગજસુકુમાર ઉપર સસરાનો જ પ્રકોપ મરણાંત ઉપસર્ગરૂપે ફેરવાઈ ગયો. નિર્જન અને એકાંતમાં સવિશુદ્ધ સાધના કરી રહેલ નૂતનસાધક ગજસુકુમાર એમને એમ અંતકૃત કેવળી નથી બન્યા, પણ તેમ થવામાં તેમની જીવંત વૈરાગ્યવાસના કામ કરી ગઈ છે. વિકટ સંજોગ વચ્ચે પણ સચોટ જાગૃતિ કેવી તે જાણીએ.
“સામે આવેલ વ્યક્તિ તે મારો કોઈ દુશ્મન કે મિત્ર નથી, પણ સગા સસરા જ છે. પોતાની પુત્રીના વ્યામોહમાં મને દોષિત ઠરાવી મારા માથે ખેરના અંગારા ઠાલવી દીધા છે. હવે એકાંતમાં મારી રક્ષા કરનાર ભલે કોઈ નહિ, પણ પરમાત્મા દૂર-સુદૂરથી પણ મારી આરાધનાને જાણે જ છે. શા માટે મારે નાહક મન બગાડી સાધના વેડફી નાખવી?
હકીકતમાં તો સસરાજી ઉપકારી થવાના, કારણ કે જે કર્મો લાંબી તપસ્યા કરીને પણ ખપાવી ન શકાય, તે બળી રહેલ મસ્તકને કારણે ક્ષણવારમાં બળી જવાના. કદાચ મોક્ષની પાઘડી પહેરાવવા માટે જ સસરા ઉપસર્ગ લઈને આવ્યા છે. ધન્ય છે આ ક્ષણને કે મસ્તકની સાથે ઝપાટાબંધ કર્મો બળી રહ્યાં છે.
વળી કાયાની માયા પણ શા માટે ? શરીર તો ભવોભવ મળ્યું ને હજુ પણ મળશે. પણ સમજણ સાથેનો માનવભવ અને કર્મ ખપાવવાનો અવસર ફરી નહિ મળે. દેહ ક્ષણભંગુર છે, આત્મા તો અવિનાશી જ છે ને? અને તેથીય વધીને પ્રભુ નેમિનાથે પણ જ્ઞાનબળમાં મારું કલ્યાણ દેખીને જ મને એકાંત સાધવા માટે અનુમતી આપી છે ને? હે મારા આત્મા! હવે તું લગીર ચલાયમાન ન થઈશ. રાગ–દ્વેષથી વ્યાકુળ ન બનીશ. બહુ બહુ તો મરણ થશે, તેથી વધીને શું?”
ક્ષણો પછી દાઝેલો દેહ ઢળી પડ્યો પૃથ્વી ઉપર અને હજુ તો તે કાયાની અંતિમ ક્રિયા બાકી હતી અને આતમરામ મોક્ષની સિદ્ધશિલા પૃથ્વી ઉપર બિરાજીત હતો.
Jain Education International
૬૨૩
(૧૧) ઢંઢણ મુનિરાજ
વાસુદેવ કૃષ્ણના સુપુત્ર અને પરમાત્મા નેમિનાથજીના જ શિષ્ય તે જ ઢંઢણર્ષિને જ્યારે લાભાંતરાય કર્મોનો ઉદય થયો, ત્યારે દ્વારિકા જેવી સુખી નગરીમાંથી પણ ભિક્ષા મળવી દુર્લભ થવા લાગી. બલ્કે જેમની સાથે જાય તે સાધુઓને પણ પ્રાસુકાહારના અંતરાયો પડવા લાગ્યા હતા. તેથી સ્વલબ્ધિનો જ આહાર ગ્રહણ કરવાના અભિલાષી મુનિરાજને પૂર્વભવના ભોજનાંતરાય કર્મવશ અલાભપરિષહ સહન કરતાં છ માસ વીતી ગયા અને જ્યારે એકસો એશી દિવસના ઉપવાસી અને ક્ષીણકાય મહાત્માને મળેલ સિંહકેસરિયા મોદક પણ સાંસારિક પિતા કૃષ્ણની લબ્ધિના છે તેવી જાણ કેવળી ભગવાન થકી થઈ ત્યાર પછીની સંવેગી ભાવના કેવી ઉત્કૃષ્ટ હતી તે જાણવા જેવી નિમ્નાંકિત છે.
“પરમગુરુ પ્રભુ નેમિનાથજીએ જે જ્ઞાનબળે દીઠું તે સત્ય જ છે. ઘણા જ દિવસે મળેલા આ મોદક અને ભગવંત તરફથી પણ તે દ્વારા જ પારણું કરવા કોઈ પ્રતિબંધ નથી, છતાંય મારો અભિગ્રહ પૂરો નથી થયો. બલ્કે આવી ઉત્તમ સામગ્રી પણ પર લબ્ધિના પ્રભાવની છે કહીને કેવળજ્ઞાની પરમાત્માએ મારા અભિગ્રહની જ રક્ષા કરી છે. આવા સૂક્ષ્મ જ્ઞાન વિના મારી ભિક્ષાની પણ સૂક્ષ્મ અને ગુપ્ત વાતોને કોણ જાણી શકે? પારણું કદાચ ન પણ થયું અને કાયા જ વોસરાવવી પડે તો પણ શું? આજે તો આ મોદકને ઇંટ પકવવાના નિંભાડા પાસે જઈને વોસરાવવામાં જ કર્મોનો ક્ષય છે. તે માટે તો અભિગ્રહ લીધો છે.”
અઢાર હજાર સાધુઓમાં પણ દુષ્કર ક્રિયા કરી કર્મો સામે જ જંગ ખેલનાર ઢંઢણર્ષિએ મોદકના ચૂરચૂર કરતાં અને પરઠવતાં પોતાના ચારેય ઘાતી કર્મો ચૂરી નાખ્યાં. પરિણામે શુદ્ધ સ્થંડિલ ભૂમિમાં કેવળજ્ઞાની બન્યા. મહાજ્ઞાની બન્યા પછી પણ તરત જ સમવસરણમાં પધારી ત્રણ પ્રદક્ષિણા સાથે નમસ્તીર્ણાય બોલી કેવળીઓની પર્ષદામાં બિરાજીત થયા. ચરમભવી હતા તેથી હરિપુત્ર તેઓ નિઃસ્પહિતા અને નિસંગતાથી મોક્ષે સીધાવી ગયા છે.
(૧૨) કપિલ કેવળી
છેલ્લા ભવભ્રમણના અંતિમ ભવમાં પણ કામવાસનાની સતામણી અને પ્રતિપક્ષે ઉપાસનાની સરવાણી કેવી હોઈ શકે તેનું જીવતું-જાગતું ઉદાહરણ બની
For Private & Personal Use Only
www.jainelibrary.org