________________
૬૨
હવે તો સ્વાર્થના સંસારને સહી-સહી સાવ થાકી ગઈ છું. ચારિત્ર વિના વિશ્રામ ક્યાં અને ભવનો વિરામ પણ કેવો? કદાચ પતિ પણ મારા પગલે પવિત્ર પગલાં પાડે.”
જૈનમાર્ગીય અનુપ્રેક્ષાઓથી ભાવિતાત્મા સીતાદેવીએ મસ્તકના વાળો ઉતારી રામને સોંપી દીધા. આદર્શ સન્નારી જૈન શ્રમણી બની ગયા. મોક્ષ તો કદાચ ન સાધી શક્યા પણ એકાવતારી અચ્યુતપતિ ઇન્દ્ર બની મળેલ સ્ત્રી જન્મને સફળ કરી ગયા.
(૮) લવણ અને અંકુશ
લવ અને કુશ બેઉ શ્રીરામના જ પુત્ર, પણ જન્મ સમયે માતા સીતા જંગલવાસમાં હતી. બેઉ પરાક્રમી અપત્યોએ પિતા અને કાકા લક્ષ્મણને હંફાવી દઈ પોતાનો પરિચય શ્રીરામને કરાવેલ અને પછી જ અયોધ્યાના રાજસિંહાસને બેસવા યોગ્ય બન્યા હતા. પણ જે દિવસે બે દેવોના કૌતુકના કારણે શ્રીરામના મૃત્યુના સાવ ખોટા સમાચાર સાંભળી ભાતૃપ્રેમમાં આસક્ત બનેલા લક્ષ્મણ સાચોસાચ મરણ પામી ગયા, ત્યારે શત્રુઘ્ન, વિભીષણ કે સુગ્રીવ અને આખોય રાણીસમૂહ કલ્પાંત કરવા લાગ્યો. બીજી તરફ પોતાના સગાભાઈને મૃત જાણવા છતાંય તે વાતનો અસ્વીકાર કરી રહેલ શ્રીરામનો મોહ દેખી લવણ-અંકુશ પોતાના ક્ષયોપશમ પ્રમાણે એવું વિચારવા લાગ્યા કે.......
“ધિક્કાર છે આ સ્વાર્થમય, અજ્ઞાન અને મોહમય સંસારને. અમારા પિતાએ એક માત્ર પોતાની પ્રતિષ્ઠા ખાતર માતા સીતાને જંગલની વાટ પકડાવી, તે પછી પણ માનસન્માનની ભૂખ શમાવી માતા તો સાધ્વી બની ગયા, જ્યારે આ તરફ કાકા લક્ષ્મણના શબને ખભે ઉપાડી ફરી રહેલ પિતાની મોહઘેલછા કેવી છે કે સુજ્ઞજનોની વાતોને પણ સ્વીકારતા નથી. મૃતદેહનો અગ્નિસંસ્કાર તો દૂર પણ શબની સાથે વાતો કરે છે, તેને સ્નાન કરાવી પૂજવાનો આંધળો મોહ છતો કરે છે. જ્યાં પિતાશ્રી સ્વજનો અને વડીલોની વાત જ સાંભળવા તૈયાર નથી, ત્યાં અમે તો સાવ નાના પડી જવાના છીએ. હવે તો આવી મોહમાયાથી સર્યું. માતા સંયમી બની સુખી થયા છે, અમારે હવે સમ્રાટ બની દુઃખી નથી થવું. કાકાનું મરણ અને પિતાનું અશુદ્ધ આચરણ આ જ સંસાર છોડવા માટે પ્રબળ નિમિત્ત છે.''
બેઉ ભાઈઓએ વિચારને આચારમાં મૂકી દીધા.
Jain Education International
જિન શાસનનાં
રાજ્યલક્ષ્મી છોડી દીધી, પણ સંયમ પ્રભાવે મોક્ષલક્ષ્મી સાધી છે. અભિનંદન છે તેમના પરાક્રમને.
(૯) રાજીમતી
નવ નવ ભવની પ્રીત બાંધી જ્યારે કન્યા રાજીમતી નેમકુમારને પરણવા તૈયાર થઈ ત્યારે જે ઘટના બની ગઈ તેનો ઇતિહાસ લગભગ જૈનો જાણે છે. સ્નેહરાગમાં આબદ્ધ રાજીમતી મનોભંગથી રડવા લાગી, પણ જ્યારે આંસુ જ ખૂટી ગયા અને નયનો સૂકાઈ ગયા, ત્યારે આંતરમન રડવા લાગેલ તેની સંવેદનાઓ આવી હતી.......
“એક દિલના વૈરાગી આત્માને પામર એવો રાગી આત્મા કેમ પહોંચી શકે? ન જાણે કોઈ પ્રત્યક્ષ પરિચય કે દર્શન વગર પણ મારું મન નેમકુમાર તરફ કેમ આકર્ષાયું? અને સામે ચઢી લગ્ન કરવા આવેલ રાજપુત્ર પશુઓના પોકારનું બહાનું બનાવી, પાછા કેમ વળી ગયા? તેમના માતા–પિતા, સ્નેહી-સ્વજનો પણ આવા વિચિત્ર અપમાનને કેમ સહન કરી ગયા? જરૂર તેમાં ગુપ્ત રહસ્ય છે. જે હોય તે, પણ જ્યાં સતી નારીને એક જ પતિ હોય છે, ત્યાં હવે મારે બીજા લગ્નનો વિચાર પણ કેમ કરાય? સાંભળવા મળે છે કે નેમકુમાર તો દીક્ષા લેવાના છે, અને તીર્થંકર પણ થવાના છે, તો તેમના ધર્મમાર્ગમાં હું અંતરાયભૂત તો કેમ બની શકું?
પ્રાણપ્યારા જે પતિદેવે મારા હાથ ઉપર પોતાનો હાથ રાખી મારું પાણિગ્રહણ પણ ન કર્યું, તે જ પુણ્યવંતા પવિત્રાત્માનો હાથ દીક્ષા લઈને મારે માથે મુકાવીશ. મસ્તકે વાસક્ષેપ પ્રદાન કરી દીક્ષિત તેઓ જ કરશે અને તારશે. આબાલ બ્રહ્મચારી નેમકુમારને અહીંથી r મારી
ભાવવંદના.''
જેવી મતિ તેવી ગતિ, અને તે ન્યાયે રાજીમતીએ પણ સ્નેહરાગ સૂકાવી દઈ, પતિદેવ પાસે જ સંયમ સ્વીકાર્યું અને દેવાધિદેવ નેમિનાથજીના નિર્વાણ પૂર્વે જ તેઓ તેમના જ શાસનમાં મુક્તિ પામી જનારા શ્રમણી તરીકે ઓળખાયા છે. પ્રભુ નેમિનાથે પણ લગ્નની જાન પાછી વાળી રાજીમતીને મૂક સંદેશ આપી દીધેલ કે, જો સાચી પ્રીતિ હોય તો પ્રીતને સ્થિર કરવાનું સ્થાન મોક્ષ છે, તે માર્ગથી જ પ્રીત કર અને સિદ્ધગતિ પામ્યા પછી તો કોઈ પુરુષ નથી કે કોઈ સ્ત્રી નથી, બધાય જીવો નિરંજન નિરાકારરૂપે સહજાનંદમાં ત્યાં સ્થિર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org