________________
૬૦૪
વાતો આવે છે, પણ તે સાંભળી કે વિચારી જેઓ ઉગ્ર આચાર પાળે કે ઉગ્ર વિહારો કરે તેમને છોડી અન્યને શિથિલાચારી કલ્પી ન શકાય. પાંચ પ્રકારના ચારિત્રમાંથી ત્રણ તો ઉચ્છેદ પામી ગયા છે તેથી ભરતૈરાવતથી મુક્તિમાર્ગ રૂંધાઈ ગયો છે, પણ તેથી બહુ બહુ તો મધ્યમાચારી આરાધકો થકી શાસન ચાલવાનું. ફક્ત બાહ્ય આચારોથી અંતરના વિચારો માપી નથી શકાતા અને સાથે જેના વિચારો વિશુદ્ધ છે તેના આચારો પતનકારી નથી હોતા તે નિર્વિવાદ સત્ય છે.
એક તરફ ખેમર્પિ જેવા ઉત્કૃષ્ટ અભિગ્રહધારી તપસ્વી અને ઉગ્રાચારી મહાત્માઓ જોવા મળે છે, બીજી તરફ રગડુ, ક્ષુલ્લક મુનિ, સિંહ કેસરીયા મુનિ વગેરે મધ્યમાચારી છતાંય સાધુધર્મની સભાનતાના કારણે પતન અને ઉત્થાન પણ પામી ગયેલા જોવા મળશે. શીતલાચારી કે શિથિલાચારી બનેલા ગોશાલક, અંગારમર્દક આચાર્ય, સુકુમાલિકા સાધ્વી, નંદિપેણ મુનિ, આર્દ્રકુમાર વગેરેના પ્રસંગો નોંધાયા છે, જેની જિનશાસને અનુમોદના નથી કરી. હાલમાં જ થયેલ આ. હીરસૂરિજીએ ઉના મુકામના અંતિમ ચાતુર્માસમાં ઔષધિઓનો પણ ત્યાગ કર્યો હતો.
(૨૪) ગુણસ્થાનકે અભિરોહણ અને દૈનિક ચર્ચાઓ ઃ—છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકને સ્પર્શ કરતા નિગ્રંથોને બે સમયના પ્રતિક્રમણ, ત્રિકાળ જિનાલયદર્શન, પડિલેહણ, તપની ક્રિયાઓ, નવકારાદિ મંત્રજપ, નવ કલ્પીવિહાર અને પરચુરણ અનેકવિધ સંયમસાધનાઓથી સમય જ ક્યાં બચે કે પારકી પંચાતો કે છાપા-નોવેલ વગેરેમાં ગળાડૂબ બને. ક્યાં વર્તમાનમાં વધી ગયેલા ગૃહસ્થોના વિલાસી કાર્યક્રમો અને ક્યાં સતત શુભક્રિયા અને શુભલેશ્યામાં વીતી જતી સંયમીઓની ધન્ય પળો. દુ:ખ, મોહ કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર દીક્ષાના કષ્ટો સ્વેચ્છાએ સહન કરવા અને કહેવાતા સોહામણા સંસારનો ત્યાગ કરવા કોણ તૈયાર પણ થાય?
ભલે હાલ પૂર્વકાળના પ્રસન્નચંદ્ર રાજર્ષિ, વલ્કલચિરી, અરણિકમુનિ, અઇમ્મુત્તા કે અનાથીમુનિની જેવા ક્ષપકશ્રેણિ માંડી ઝટપટ ૧૩મા ગુણસ્થાનકે પહોંચતા મહાત્માઓ જોવા ન મળે, છતાંય શુભભાવોથી ઉચ્ચ ગુણસ્થાનકને પામી વર્ધમાનસૂરિજી જેવા શંખેશ્વરતીર્થના અધિષ્ઠાયક દેવ થનારા, તપાગચ્છના પ્રસ્થાપક થનારા જગચંદ્રસૂરિજી જેવા ઘોર તપસ્વી, કે ઉપમિતિ ભવપ્રપંચકથા
Jain Education Intemational
જિન શાસનનાં
જેવા વિશિષ્ટ ગ્રંથો રચનારા સિદ્ધર્ષિ ગણિ જેવા મહાત્માઓ થયા છે અને થવાના. શુભ ભાવો વગર શાસ્ત્રસર્જન કે તપસ્યાઓ કેમ પાર પડે?
(૨૫) સ્વાધ્યાયપ્રધાન શ્રમણધર્મ :—વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપી પાંચ પ્રકારના સ્વાધ્યાયથી પંચપ્રકારી પ્રમાદ હણાય છે. શાસ્ત્રસર્જન, શાસ્ત્રદોહન, શાસ્ત્ર-અધ્યાપન કે સંશોધન વગેરેની પ્રવૃત્તિઓ જેટલા અંશે સંયમજીવનમાં ખીલે છે, તેટલા અંશે સંયમ સુરક્ષિત બને છે અને કદાચ જ્ઞાનાંતરાયનો કાઠીયો સતાવે તોય સૂત્રાર્થમાં પુરુષાર્થ કરવાથી ધીમેધીમે પણ પ્રજ્ઞા વિકસે છે, અન્યથા જ્ઞાનીઓની વૈયાવચ્ચ, સેવા, વિનય, ગુણાનુરાગ વગેરે આપ્યંતર સાધનાઓ પણ ઓછા ફળવાળી નથી. પીઠ અને
મહાપીઠ મુનિરાજોએ જો ગુરુભાઈઓ પ્રતિ અસૂયાન ધારી હોત તો બ્રાહ્મી અને સુંદરી એમ સ્ત્રી રૂપે અંતિમ ભવ ન હોત છતાંય તે જ સ્વાધ્યાય યોગના પ્રભાવે બ્રાહ્મી લિપિજ્ઞાનમાં અને સુંદરી ગણિતવિજ્ઞાનની નિષ્ણાત બનેલ. વિપરીત પણે અધ્યયન કરતાં દમસાર મુનિના નિમિત્તે ઉત્થાન અને સમુત્થાન શ્રુતનું પારાયણ થવા માત્રમાં ગામ આખાયમાં ઉપદ્રવ મચી ગયો હતો. ભદ્રબાહુસ્વામીએ જ્યારે ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી ત્યારે ગામ આખાયમાં મરકીનો ઉપદ્રવ ઉપશમી ગયો હતો. નિગોદનું વર્ણન બહુશ્રુત બની કરનાર આર્યરક્ષિતસૂરિજીને વાંદવા ઇન્દ્ર મહારાજા પણ આવ્યા હતા.
(૨૬) જયેષ્ઠ-લઘુનો લોકોત્તર વ્યવહાર : દુનિયાના લૌકિક વ્યવહાર જેવા નાના-મોટાના ભેદો સંયમ જીવનમાં નથી હોતા. બલ્કે દીક્ષાની પર્યાય પ્રમાણે વંદનવ્યવહાર હોય છે. તેમાંય સાધ્વી સમુદાય તો એક દિવસના નૂતન દીક્ષિતને પણ પોતાથી વડેરા માની અભિવંદે છે જો દીક્ષિત આત્મા સાધુ પદે છે. માતા-પિતા અને ભાઈઓ કે બહેનો સાથે દીક્ષા લે તો પણ તેમના વંદન વ્યવહારનો ક્રમ લોકોત્તર શાસનના નિયમો પ્રમાણે લાગુ પડે છે. પર્યાય સ્થવિર, વય સ્થવિર અને જ્ઞાનસ્થવિર એમ પણ ભેદો દર્શાવ્યા છે, ઉપરાંત રત્નાધિકો માટેનો પણ પ્રકલ્પ શાસ્ત્રોમાં વિચારાયો જ છે. પછી લોક સમાજમાં અજ્ઞાનદશાથી કોઈ પોતાના દ્રષ્ટિરાગ કે મત–માન્યતા પ્રમાણે કોઈ પણ સાધુ કે સાધ્વીને નાના—મોટા બનાવી નાખે, તેટલા માત્રથી સંયમીઓએ રાગ–દ્વેષમાં નથી આવી જવાનું રહેતું. શેવક નામનો ખેડૂ જ્યારે દીક્ષિત થયો ત્યારે ઉપકારી ચંદનબાળાને વંદન કરવા લાગેલ અને તે
For Private & Personal Use Only
www.jainelibrary.org