________________
૬૧૨
જિન શાસનનાં SVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAWASAVAM
મહોત્સવના ત્રીજા દિવસે પૂ. ગુરુ-ગુરુણી ભગવંતોની હાજરીમાં “ઉપકરણ વંદનાવલિ”નો ખાસ કાર્યક્રમ આયોજિત કરેલ. ભાવનગરથી દીક્ષાર્થીના પરિવારની ખાસ વિનંતીને માન આપી પધારેલ શ્રી સંજયભાઈ ઠારે પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી બપોરે ૧ વાગ્યા સુધી શ્રોતાગણોને ખસવા દીધા નહોતા. સંજયભાઈના વક્તવ્યને સંગીતમય સથવારો મુંબઈથી પધારેલ શ્રી કેતનભાઈએ આપેલ અને ઉપસ્થિત સહુના દિલને ડોલાવી
દીધેલ. સર્વ ઉપસ્થિતોને આયોજકના રસોડે સાધર્મિક ભક્તિભાવથી વપરાવી વિદાય કરેલ હતા. બપોરે 8. વિજય મુહૂર્ત મુંબઈથી પધારેલ શ્રી દક્ષેશભાઈ શાહે પચ્ચીસ કુસુમાંજલિ પૂજન ભણાવેલ. ખૂબ જ અદ્ભુતઉત્તમ દ્રવ્યોથી રચના કરેલ હતી. પૂજાની ઢાળો શાસ્ત્રીય રાગોમાં ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરેલા. આ પૂજનમાં
પ્રવજ્યા પ્રસંગનું અનુમોદનીય દર્શન
NSSS
તા.
SASAASAASISWASANASIASANASSS
જૈનધર્મ એ ત્યાગપ્રધાન ધર્મ છે, અને તેનું અંતિમ કે એકમાત્ર લક્ષ્ય મોક્ષ છે, અને તે ત્યાગવરા-પ્રવજ્યાના માર્ગે જ પ્રાપ્ત થાય છે. અને તે કારણે જ જે કોઈ ભાઈ કે બહેન પ્રવજ્યાના પુનિત પંથે પગ માંડે છે એ પ્રસંગનું ઉપરોક્ત દર્શન પણ અનુમોદનીય બની રહે છે.
આ કલ્યાણકારી માર્ગના ઉત્સુક દીક્ષાર્થી નાણ સમક્ષ દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ પ્રાપ્ત કરેલ રજોહરણ સાથે સભામંડપમાં સાધુ-સાધ્વીવેશે સૌપ્રથમ પધારી ઉભડક બેસે છે. તેના ફરતું કપડું ટાંકીને ભાઈ હોય તો વડા સાધુ ને બેન હોય તો વડા સાધ્વીમહારાજ કુંભક પ્રાણાયામ કરીને દીક્ષાર્થીના મસ્તક પર બાકી રાખેલા સાત વાળનો લોચ કરે છે. આ વાળ તેમના માતુશ્રી બહુમાનપૂર્વક કપડામાં ગ્રહણ કરે છે. દીક્ષા-ક્રિચાવિધિ આગળ ચાલતાં માતાપિતાની પુનઃ સંમતિ લઈ ગુરુદેવ દીક્ષાની પ્રતિજ્ઞા લેવડાવે છે. નામકરણ વિધિપૂર્વક નામ જાહેર કરાય છે. ત્યાર બાદ નાતન દીક્ષિતને “તમારો કલ્યાણમાર્ગ નિર્વિઘ્ન બનો અને ચારિત્ર સુંદર રીતે પાળો” એવા શુભ
ભાવપૂર્વક ગણવાર માંગલિક વાસક્ષેપમિશ્રિત અક્ષતથી સૌ કોઈ વધાવે છે. This asszasza zas zanzanasz znanzas zaszszszarze
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org