________________
૬૧૪
VAVAAVAAVAVAAVAAVANANAMAN તીર્થભદ્રવિજયજી મ.નો પરિચય આગવી શૈલીમાં આપી ઉપસ્થિત દરેકને ભાવિવભોર બનાવી દીધા હતાં. સુરેન્દ્રનગરથી પધારેલા તીર્થંકલા ભક્તિમંડળના રમેશભાઈ તથા સાથીદારોએ ભાવવાહી સ્તવનો રજૂ કરેલા.
મહોત્સવના છઠ્ઠા દિવસે ભવ્ય વરસીદાનનો વરઘોડો બાલમુમુક્ષુના નિવાસસ્થાનેથી શરૂ થઈ શહેરના રાજમાર્ગો પર પસાર થઈ શાસ્ત્રીમેદાનમાં ઊતરેલ હતો. બપોરે સિદ્ધિદાયક શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સુપ્રસિદ્ધ સુશ્રાવક ડૉ. પ્રવિણભાઈ મહેતાએ ખૂબ જ ઉલ્લાસથી ભણાવેલ હતું. રાજકોટના યુવા સંગીતકાર શ્રી દિનેશભાઈ પારેખે સ્તવનોની રમઝટ બોલાવી ઉપસ્થિતોને ડોલાવી દીધા હતા. ત્યારબાદ તરબુચની પ્રભાવના રાખેલ હતી. રાત્રિના સમગ્ર રાજકોટના ચારેય ફિરકાના જૈન સંઘો દ્વારા બાળમુમુક્ષુનો બહુમાન સમારોહ રાખેલ જેમાં ચારેય ફિરકાના અગ્રણીઓ, હોદ્દેદારો, યુવકમંડળો, મહિલામંડળો, જૈન સોશિયલ ગ્રુપોએ બાળમુમુક્ષુનું હૃદયથી આશીર્વાદ આપી બહુમાન કરેલ હતું. પ્રોગ્રામની શરૂઆત દાદાવાડી સંઘના પ્રમુખ તથા જાગનાથ સંઘના પ્રમુખે સ્તવન ગાઈને કરી હતી. વચ્ચે જૈનશાળાના બાળકોએ અદ્ભૂત જય હો, જય હો નૃત્ય કરી બાલમુમુક્ષુનું અભિવાદન કરેલ. આ નૃત્ય એટલી સુંદર રીતે થયું કે વન્સમોરના નાદથી મંડપ ગાજી ઊઠ્યો અને ફરીને બધાએ નૃત્ય માણ્યું. શ્રોતાઓએ અંતરથી શાબાશી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિક્ષાર્થી પરિવારના યુવકોએ સંભાળેલ હતું.
જિન શાસનનાં
મહોત્સવના સાતમા દિવસે શાસ્ત્રી મેદાનના શમિયાણામાં પૂ. ગુરુદેવના પ્રવચન બાદ મુમુક્ષુના ઉપકરણોનો થાળ ભરવાનો હૃદયદ્રાવક પ્રસંગ રાખેલ હતો. દિક્ષાર્થી પરિવારના સૌભાગ્યલક્ષ્મી બહેનો વિશિષ્ટ રીતે શણગારેલા થાળમાં મુમુક્ષુના ઉપકરણો પૂ. ગુરુભગવંત પાસે રડતી આંખે વાસક્ષેપ કરવા લઈ જતાં હતાં ત્યારે ફક્ત એક બાલમુમુક્ષુ જ હર્ષથી, આનંદથી નાચતા-નાચતા ઉપકરણોને વધાવતાં હતાં. સહુની આંખો રડતી હતી માત્ર મુમુક્ષુ જ હસતાં હતાં. ત્યારબાદ પ્રીતિદાનનો કાર્યક્રમ શરૂ થયો. બાલમુમુક્ષુના પવિત્ર કરકમલો દ્વારા હજારો લોકોએ લાઈનમાં ઊભા રહીને સ્વયંશિસ્તથી પોતાના વહાલા બાલદીક્ષાર્થીએ ભાવપૂર્વક પ્રેમથી આપેલ પ્રીતિદાન સાડી, પેન્ટપીસ, શર્ટપીસનો સ્વીકાર કરી પોતાની જાતને ધન્ય અને પવિત્ર બનાવી હતી.
બપોરના વિજયમુહૂર્તે શ્રી લઘુશાંતિસ્નાત્ર પૂજન રાખેલ હતું. સુવિશુદ્ધ વિધિકાર સુશ્રાવક શ્રી ભૂપતભાઈ શેઠે પોતાના હૃદયના ભાવથી સુંદર માંડલું રચી તેને ઉત્તમ દ્રવ્યોથી સુશોભિત કરી શણગારેલ હતું. પૂજન બાદ ખજૂરના પેકેટની પ્રભાવના કરી હતી. કાર્યક્રમ દરમિયાન પાલીતાણાથી પધારેલા અમીતભાઈએ સ્તવનો રજૂ કરેલ હતાં.
રાત્રિના ડભોઈથી પધારેલા ડભોઈ શ્રી સંઘના આલોકભાઈ અને તેમના સાથીદારો દ્વારા અદ્ભુત રૂપક “રંગ-રાગ–વિરાગ” શ્રી જંબુસ્વામીનું ચરિત્ર રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધેલા. એકે એક પાત્રના હુબહુ અભિનયે અને હૃદયદ્રાવક સંવાદોએ લોકોના હૈયા હલબલાવી દીધા હતા. ઉપસ્થિત દરેક લોકોના હૈયામાં વૈરાગ્યના દીપકને પ્રજ્વલિત કરી દીધો હતો. આ અદ્ભુત રૂપકના કલાકારો કોઈ વ્યાવસાયિક લોકો ન હતાં પરંતુ ડભોઈ શ્રી સંઘના ભાઈ-બહેનો જ હતા, જેમણે છેલ્લા બે-ત્રણ માસ સતત મહેનત કરીને આવું અદ્ભુત રૂપક વ્હાલા બાલમુમુક્ષુને અંતરના સદ્ભાવ દ્વારા અર્પણ કરી અદ્ભુત લોકચાહના મેળવી. બાલમુમુક્ષુ ડભોઈમાં ભાવદીક્ષિત તરીકે રહ્યા હતાં ત્યારે લોકોમાં ખૂબ જ પ્રિય બની ગયેલા. પોતાની અંતરની લાગણી, પ્રેમ અને સદ્ભાવને આ રૂપકમાં અહોભાવપૂર્વક રજૂ કરી ડભોઈ શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકાઓએ પોતાની જાતને ધન્ય
AAA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrarv.org