________________
ઝળહળતાં નક્ષત્રો
૫૯૫
૧
સંયમ જીવનની શી ચૂદ્ધમતાઓ
પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી)
(
જિનશાસનની ગૌરવગાથાના ગુણાનુવાદ કરવા સર્જાયેલ અમારા અનેક ગ્રંથોમાંથી પચ્ચીસમા ગ્રંથ વિશ્વ અજાયબી–જેન શ્રમણમાં શ્રમણધર્મની પરંપરા, ક્ષમાશ્રમણ = જેનશ્રમણ, મોક્ષમાર્ગી શ્રમણધર્મને ભાવ વંદનાઓ વગેરે સમીક્ષાત્મક લેખો રચી તે ગ્રંથનું ગૌરવ વધારનાર સ્વાધ્યાયલક્ષી મહાત્મા પ.પૂ. જયદર્શન વિજયજી મ. સા. (નેમિપ્રેમી) અમારા ખાસ આગ્રહથી આ ૨૭મા ગ્રંથમાં સાધુના ૨૭ ગુણોની સ્પર્શના કરતાં પ્રશસ્ત પ્રકાશ પાથરી રહ્યા છે કે એક સાધુ પોતાના સંયમજીવનથી ચારિત્ર સ્વીકારના દિનથી જ મહાન છે. જે મુમુક્ષુ મહાભિનિષ્ક્રમણ કરે છે તે સંયમ માટે, ન કે પ્રવચનશાસનપ્રભાવના અથવા કલાકુશળતા માટે. તે જો સંયમી છે તો બાકી બધુંય સંયમ બાગના પુષ્પો સમાન છે. તેની મહેક પ્રસરવાની જ છે. અસંયમથી તો બાગને જ આગ લાગવાની પછી પુષ્પો સજાવીને પણ શું?
અનેક જન્મો જીવાત્માએ લીધા, જીવનમાં દીક્ષા પણ લીધી છતાંય જીવનાંતે પણ મોક્ષ ન થયો તે નિશ્ચયનયની વાતો સામે વ્યવહારનય પણ જવાબ આપે છે કે જ્યારે જ્યારે જીવ ચારિત્રવાન હતો ત્યારે ત્યારે તેણે અનેક જીવોને આપેલા અભયદાનના કારણે પણ ધર્મનો સૂર્ય ઝળહળતો રહ્યો હતો, અસ્ત પામ્યો ન હતો અને જ્યારે ધર્મચક્રવર્તી એવા તીર્થકરોનું શાસન ન હતું ત્યારે મુક્તિપુરીના દરવાજા પણ બંધ થઈ ગયેલા હતા.
વૈરાગીઓની ૨૭ આત્મકથાઓ શ્રમણગ્રંથના છૂટાછવાયા પાના ઉપર વૈરાગ્યકથા નં. ૧ થી ૨૭ની સંખ્યામાં જે પ્રકાશિત થઈ છે તેના પરિશીલનથી ખ્યાલ આવશે કે સત્ત્વહીન જીવો જ્યારે દુઃખના
અતિરેકમાં આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જાય છે ત્યારે સત્ત્વશાળી આત્માઓ દુઃખોને ઓળંગવા દીક્ષાના દિવ્ય માર્ગે સંચરણ કરે છે. તે જ પ્રમાણે પ્રસ્તુત લેખમાં પણ ઠીક ૨૭ મુદ્દાઓનો વિસ્તાર આપી ઐતિહાસિક સત્યપ્રસંગો રજૂ કરાયા છે. સાથે લેખારંભે અને લેખાતે પણ અમુક તાત્ત્વિક વાતો સરળભાષામાં પ્રસ્તુત કરાણી છે. લેખ સમીક્ષાત્મક હોવાથી માનસિક સમતુલા જાળવી અવગાહવા લેખકશ્રી ભલામણ કરી રહ્યા છે. કારણ કે શાસ્ત્ર અને સિદ્ધાંતની વાતોમાં સૌની સમજણ ઊંડી નથી હોતી.
અજ્ઞજનો કેવી પણ કલ્પનાઓ કરે પણ તોય ચાસ્ત્રિજીવન ખાન-પાન કે માન-સન્માન અથવા એશ-આરામ કે અમન-ચમન માટે નથી, પણ ભવવિરામ તેનું લોકોત્તર લક્ષ્ય હોય છે. માટે જ તો પુષ્પચૂલા સાધ્વી ભિક્ષા ગવેષણા કરતા કેવળી બની ગયેલા તાપસી ગૌતમ ગુરુદેવના દ્વારા લાવેલ ખીરનું પારણું કરતાં કરતાં કૈવલ્યજ્ઞાન વરી ગયા હતા, તો ઢંઢણ અણગાર ગોચરી પરઠવતાં પંચમજ્ઞાન પામી ગયા હતા. અનાદિકાળથી આહાર સંજ્ઞાને કારણે ઝાડ-પાન, જીવ-જંતુ, પશુ-પંખી અને કીડા-મકોડા પણ પેટ ભરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org