________________
ઝળહળતાં નક્ષત્રો
આપતા હોવાથી તપસ્વી તરીકે જાહેરમાં ન આવ્યા હોય તોય તેમનું મહત્ત્વ ઘટતું નથી. કારણ કે ગૃહસ્થોના માસક્ષમણ સામે પરિણત સંયતની નવકારશી પણ મહાફળદાયી કહેવાઈ છે અને પાછો લૌકિક વ્યવહાર ફક્ત બાહ્ય તપને મહત્ત્વ આપે છે. જ્યારે લોકોત્તર શાસનમાં તપના બાર પ્રકારમાં અત્યંતર તપ સુધી પહોંચવા બાહ્યતપનું સંબલ લેવાનું છે. સૂક્ષ્મના સાધકો માટે તપના અનેક વિભાગો પડી જાય છે. દુર્બલ પુષ્યમિત્ર નામના મુનિરાજ નવ પૂર્વનો અભ્યાસ એવો જોરદાર કરતા હતા કે ઘી વગેરે જે કંઈ વાપરે તે બધુંય પચી જતું છતાંય શરીર દુર્બળ રહેતું હતું. બલ્કે જ્યારે ગુર્વાશાના કારણે તેમણે સ્વાધ્યાય બંધ કરી સાદો ખોરાક ચાલુ કર્યો ત્યારે શરીર તંદુરસ્ત બનેલ. છઠ્ઠના પારણે છઠ્ઠના તપસ્વીની સુંદર અને તગડી કાયા દેખી વૈશ્રમણ દેવને પણ ગૌતમસ્વામીના તપ ઉપર શંકા થઈ હતી. બીજી તરફ ધના અણગારે તેવો તપ સાધ્યો ત્યારે શરીરના હાડકા પણ દેખાવા લાગ્યા હતા.
(૧૩) સાંસારિકોની અપેક્ષાથી પર સંયમીઓ ઃ—અનેક પ્રસંગે ગૃહસ્થોને સાધુ-સાધ્વી ભગવંતો પાસેથી ચિત્ર-વિચિત્ર અપેક્ષાઓ ઊભી થતી હોય છે. જન્મ-મરણસગાઈ–લગ્ન–નૂતન દુકાન કે મકાનના ઉદ્ઘાટન, બિમારી કે અમુક લાચારીઓ આવતી વખતે તેઓ પોતપોતાની રજૂઆતો ગુરુભગવંત પાસે કરતા હોય છે, કોઈ તો વળી ભોગવાંછિત ગુરુપૂજનો પણ કરતા હોય છે. તે વખતે સંવેગી પૂજ્યો સામે પક્ષે આશા-અપેક્ષા લઈને આવેલને સમુચિત ધર્મોપદેશ આપી ધર્મમાર્ગ બતલાવે છે. સંસારની અસારતા સમજાવે છે, વિશિષ્ટ જ્ઞાનબળથી ભાવિભાવ જણાવે છે પણ દોરા-ધાગા, મંત્ર-તંત્ર કે ગ્રહ–રાશિ-કુંડલી-જડીબુટ્ટી કે ઔષધોપાય વગેરે દ્વારા ઉપચારમાર્ગ ન દેખાડે તોય ગૃહસ્થોએ ઓછું લાવવું. કારણ કે સંસાર છોડનાર પાસે સંસારવર્ધક માર્ગદર્શનની અપેક્ષાઓ ન રાખી શકાય. તે બધાય કારણોથી શ્રમણોની ઉપાસના કરી સાચા શ્રાવક બનવું તે કર્તવ્ય છે. જેમકે જંબુસ્વામીની પ્રાપ્તિ માટે ધારિણી શ્રાવિકાએ ગુરુદેવના માર્ગદર્શનથી ૧૦૮ આયંબિલનો તપ કરેલ, પુત્ર થયો પણ દીક્ષા લઈ અંતિમ કેવળી બની મોક્ષ મેળવ્યો. મયણાસુંદરીના આગ્રહથી આ. મુનિચંદ્રસૂરિજીએ કોઢ રોગ મુક્તિ માટે સિદ્ધચક્રજીની આરાધના દર્શાવેલ હતી. તેવું જ જ્ઞાનપ્રાપ્તિ માટેના ઉપાયો માટે સમજવું.
Jain Education Intemational
૬૦૧
(૧૪) ગૃહસ્થો સાથેના વાર્તાલાપમાં ઉપયોગ :—લગભગ નૂતન દીક્ષિતો વાત વ્યવહારમાં પડતા જ નથી અને પર્યાયધારીઓને પણ શ્રાવકો સાથે સંપર્ક રાખવો પડે તેમાં અનેક પ્રકારના જયણપ્રધાન અભિગમો કાર્ય કરતા હોય છે. સામે પક્ષે ધર્મ વધે તેવી જ તેટલી જ હિત-મિત-પ્રીતકારી વાતો વ્યાવહારિક બને છે. બાકી સાંસારિકોની ભાષા જેવી છૂટછાટ સંયમ જીવનમાં નથી હોતી. ધર્મલાભ, દેવ-ગુરુપસાય, વર્તમાનજોગ, જયણા, નવકાર, માંગલિક, પચ્ચક્ખાણ, સામાયિક દંડક, પ્રતિક્રમણ, સૂત્રોચ્ચારણ, પ્રવચન-પ્રદાન અને પ્રાસંગિક પ્રશ્નોત્તરી કે અનુષ્ઠાનોઆયોજનોના માર્ગદર્શન સિવાયની ગતિવિધિઓ જો સંયમપૂતોને નામંજૂર હોય તો પણ સામે પક્ષે ઓછું ન લાવી, બલ્કે તેમના ચારિત્રિક ઉચ્ચ વ્યવહારની અનુમોદના કરવા જેવી છે. ભાષાકીય અસંયમને કારણે પણ સંસાર પોતાનો કે સામેવાળાનો વધવાની શક્યતાઓ રહે છે.
માયાયુક્ત આત્મપ્રશંસાના કારણે ધર્મદત્તમુનિએ સ્ત્રીવેદનો બંધ કર્યો હતો. પતિના ખરા આગમનની વાત અને ઘોડીના પેટમાં રહેલ બે બચ્ચાની સાચી વાત કરનાર જ્ઞાની જૈન મુનિના સત્યવચનની ઉતાવળને કારણે બે બચ્ચા સાથેની ઘોડી કપાઈ ગઈ, શ્રાવિકાએ પણ આત્મહત્યા કરી.
(૧૫) લોકપરિચય અને આવાગમન :વિશેષ કારણો અને પ્રસંગો વગર સંયતો સામે ચઢીને નવા પરિચયો કરતા નથી. કરવા પણ પડે તો તેમાં તેમની પરિણત ધર્મબુદ્ધિ કાર્ય કરતી હોય છે. કોઈક મહાત્માને મળવા અનેકો આવે અને કોઈક સ્થાને સાધનારત સાધુઓ સ્વાધ્યાય, ધ્યાન કે સંયમ ક્રિયારત જોવા મળે તો પણ તેમના માટે વિચિત્ર વિચારો કરવા જેવા નથી, કારણ કે દરેક સાધકની સાધનાઓ તરતમતાયુક્ત રહે છે, રહેવાની. ગૃહસ્થો સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવા આવે તે તેમની ભલાઈ માટે અને પૂરા દિવસમાં પણ કોઈ સંપર્કમાં ન આવે તોય અભ્યાસી શ્રમણોને ઓછું નથી આવતું. તેવી જીવનચર્યા એ પણ શ્રમણજીવનની અજાયબી જ છે. વર્તમાનમાં વાહનવ્યવહાર વધી ગયો હોવાથી લોકોનું અવાગમન વધેલ છે, જેને કારણે પૂર્વકાળ જેવી એકાંત સાધનાઓ નહિ દેખાય છતાંય પણ ઘણા અંશે સંયતો લોકપરિચયનો અતિરેક નથી કરતા. હમણાં જ થઈ ગયેલા મણિઉદ્યોત મહાત્મા એકાંતપ્રેમી હતા. પીઠના પાઠામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org