________________
૫૮૬
જિન શાસનનાં
જેન-દર્શનમાં માનવ-પ્રામાણ્વી 2સાંપ્રત સમયમાં ઉપાદેયવા*
–પ્રો. ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિ
જૈન ધર્મ-દર્શન માનવને જ સ્વતંત્ર તેમજ પ્રમાણ સ્વરૂપ માનીને વ્યાપક સમાજમાં સમતા-સમાનતાની ખીલવણી અને જાળવણી માટે કેટલાક વ્યવહારુ સિદ્ધાન્તો આપે છે. પ્રાચીન જૈન આગમો, પુરાણો અને દર્શનગ્રંથોમાં સામાજિક સમતાના વિચારો રજૂ થયા છે. જેન-ધર્મ-દર્શનમાં વર્ણવ્યવસ્થાને કોઈ સ્થાન નથી. જૈન-વિચારથી પ્રભાવિત કેટલાંક શ્રુતિ-પરંપરાનાં વૈષ્ણવ તંત્રો પણ વર્ણવ્યવસ્થાનું ખંડન કરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની ભેદષ્ટિ દૂર કરવામાં પણ જૈન ધર્મની કેટલીક જોગવાઈઓ નોંધપાત્ર છે. દૃષ્ટિભેદ અને મતભેદોમાંથી અનેક વિષમતાઓ અને કલહો જન્મે છે. આવી વિભાજક ભેદ-દષ્ટિ દૂર કરવા માટે જૈનાચાર્યોએ વિશ્વને “અનેકાન્તવાદ'ની ભેટ આપી. કોઈપણ પદાર્થ-વસ્તુને અનેક દૃષ્ટિબિંદુઓથી જોઈ શકાય. માત્ર પોતાની દૃષ્ટિને સત્ય ન માનતાં બીજાઓની દૃષ્ટિનો પણ આદર કરવો–આ સામ્યદષ્ટિ અનેકાન્ત (સ્યાદ્વાદ)ની ભૂમિકા છે. “સમતા'ના ઉપાસકો “શ્રમણ' કહેવાયા. ભગવાન મહાવીરે જાતિવાદનો વિરોધ કરીને માનવ-પ્રામાણ્યને પ્રતિષ્ઠિત કર્યું. આવું માનવ-પ્રામાણ્ય જ આજના સમયમાં પણ સામાજિક સમતા સ્થાપી શકે.
આ લેખની રજૂઆત કરનાર આયુષ્યના સાત દાયકા નિર્ભેળ જ્ઞાનોપાસના કરનાર ડૉ. મણિભાઈને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ પરિષદ, ગઢડાએ એમને “સાહિત્ય-ભાસ્કર’ એવોર્ડ આપ્યો. એ પૂર્વે એમજ રાજ્ય-કેન્દ્રશાસનના “ગૌરવ પુરસ્કાર', “શાસ્ત્રચૂડામણિ વિદ્વાન' તેમજ One of the Ten outstanding young persons of India' જેવા વિવિધ એવોર્ડ મળ્યા છે. ૧૨ વર્ષ મહેસાણાની મ્યુ. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક રહેલા મણિભાઈએ દ્વારકામાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને નિયામક તરીકે પણ બાર વર્ષ સેવાઓ આપી છે. થરા-કોલેજના આચાર્ય તરીકે નવ વર્ષ કાર્યરત રહીને આશરે પચ્ચીસેક પુસ્તકોનું પ્રકાશન કરીને, અનેક પરિસંવાદોમાં સ્વાધ્યાય-લેખો પ્રસ્તુત કરીને તથા અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં પીએચ.ડી.ની પદવી અપાવીને પોતાના સમર્થ અને વિશિષ્ટ વ્યક્તિત્વનું પ્રગટીકરણ કરેલું છે. તેઓ અનેક શૈક્ષણિક-સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે. શ્રી મણિભાઈએ અમારી ગ્રંથશ્રેણીમાં પ્રસંગોપાત ખૂબ જ સહયોગ આપ્યો છે. ધન્યવાદ.
–સંપાદક લેખકનું સંપર્ક સ્થાનઃ ૧૧, નીલકંઠ બંગ્લોઝ, નીલકંઠ મહાદેવ રોડ, નાગલપુર, મહેસાણા-૨
* ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં તા. ૨૩/૨૪-૧૨-'૯૭ના દિવસોમાં યોજાયેલ Vision of Buddhist and Jain thoughts
in 21st centuryમાં વંચાયેલ લેખ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org