________________
ઝળહળતાં નક્ષત્રો
૫૫૩
છેજેના શાસનમાં નિશ્ચય-વ્યવહાર
જૈનાચાર્ય પૂ. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
પ.પૂ. પંન્યાસશ્રી ગુણસુંદરવિજયજી ગણી
શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન સમ્યગ્દર્શનપૂર્વક જ હોય. આ સમકિતનું વચન ચાલ્પદ લાંછિત હોય. સ્યાદ્વાદયુક્ત વાણી જ સત્યવાણી કહેવાય. આવી વાણીમાં ઉત્સર્ગ-અપવાદ આવે, જ્ઞાન-ક્રિયા આવે–એમ નિશ્ચય-વ્યવહાર પણ આવે જ. પ્રશ્ન ઉદ્ભવે છે કે નિશ્ચય જ કાર્યસાધક છે, વ્યવહાર કાર્યસાધક નથી અને એટલે જ એ નકામો છે. અત્યાર સુધી અનંતીવાર વ્યવહાર સેવ્યો એનું ફળ કાંઈ નથી આવ્યું માટે નિશ્ચયધર્મ જ સાધવા જેવો છે. આવા નિશ્ચયધર્મ પરની એકાંત શ્રદ્ધા ધરાવતા સાધક ભવ્યજીવને સિક્કાની બીજી બાજુ સ્વરૂપ વ્યવહારધર્મનું પણ પોતાના સ્થાને મહત્ત્વ છે જ એ વાત અહીં બહુ સાદી-સીધી ભાષામાં જણાવાઈ છે.
પ્રસંગોપાત જૈનધર્મની મૌલિકતા અને અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન, વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૩૬ના આરાધક પ.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૬ વર્ષનો દીક્ષાપર્યાય છે. આ બંને ગુરુ બંધુઓ-સહોદરો નવું નવું સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી-સૌરાષ્ટ્રના જિનધર્મી લીલાવતી નવલચંદ કીરચંદ ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વકની રજા પામીને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યા છે. પૂજયોને સાદર વંદનાઓ.
વાંચકો એ વાંચે-વિચારે અને બન્ને માર્ગના યોગ્ય સમન્વય દ્વારા મોક્ષમાર્ગ પર ઝડપી ગતિ કરે એ જ શુભાભિલાષા.
–સંપાદક,
જેનશાસનમાં નિશ્ચય-વ્યવહાર
ઉપાધ્યાયજી ભગવાન શ્રી યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર ગ્રન્થના આત્મનિશ્ચય અધિકારમાં નિશ્ચયનયની શુદ્ધિ અને અશુદ્ધ દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ દર્શાવતા કહી દીધું
લેવાની ભૂલ કરી બેસે છે. વ્યવહારદૃષ્ટિમાં જે સંસાર ભાસમાન થાય છે તે સંસાર નિશ્ચયેષ્ટિમાં જ્ઞાની આત્માને દેખાતો જ નથી. તેને તો આત્મા શુદ્ધ સ્વરૂપે જ ભાસતો હોય છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્માઓનો ભેદ બ્રાન્ત સાબિત થઈ જાય છે. જગતમાં આત્મા એક જ છે. અનંત આત્માઓની કલ્પના બ્રાન્ત છે.
અફસોસની વાત એ છે કે વિવેકશૂન્ય આ જીવને અમૂર્ત આત્મામાં મૂર્તતાનો ભ્રમ થઈ ગયો છે. જીવ એ નથી તો પુણ્યપાપ કર્મવાળો કે નથી તો પુણ્ય પાપ સ્વરૂપ. રાગાદિ ક્લેશયુક્ત સંસાર એક જ છે. સંસાર બીજી કોઈ વસ્તુ નથી. આત્મા પુણ્યપાપનો કર્તા છે જ નહિ.
“જેણે આત્મા જાણ્યો તેણે સઘળું જાણ્યું. અહા! કર્મો સર્જેલા કર્મના વિકારોનો આત્મામાં આરોપ કરી દઈને વ્યવહારવાદીઓ ભીમ–ભયાનક સંસારમાં ભટક્યા કરે છે! આ રીતે કર્મે કરેલા ભેદોને અજ્ઞાની માણસ આત્મામાં જ માની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org