________________
૫૩૬
જિનશાસનનાં
(ચિત્ર નં. ૧૮) કરુખનસ્વામી ખડક (મદુરાઈ જિ.)માં
કોતરેલ જેન પ્રતિમાઓ (ઈ.સ. પમી-૬ઠ્ઠી સદી)
ચંદ્રગુપ્ત બસદિ (૧૦મી સદીના ઉત્તરાર્ધ) અને ચામુંડરાય બસદિ (ઈ.સ. ૯૮૩)માં સહુથી જૂનાં મંદિરસમૂહો આવેલા છે. વરુણાના મંદિરો જર્જરિત અવસ્થામાં છે જ્યારે કંબડહલ્લીના મંદિરો અને પ્રતિમાઓ ઘણી સારી અવસ્થામાં સચવાયેલ છે. કંબડહલ્લીની પંચકૂટ બસદિમાંના મંદિરમાં પદ્માસનમાં પીઠિકા પર બેઠેલી જિનપ્રતિમા ઈ.સ.ની ૧૦મી સદીના ઉત્તરાર્ધની છે. પ્રભામંડળ ખંડિત છે. ગંગ રાજાઓના સમયની શિલ્પકલાની ઝાંખી થાય છે. તીર્થકરની પ્રતિમાની પાછળ ઊભેલા બે ચામરધારીઓની આકૃતિ નયનરમ્ય છે. એમણે ધારણ કરેલ કિરીટ મુકુટ, ગળાનાં સુંદર આભૂષણ, મેખલા, ચામરનું સુંદર આલેખન જાણે ચિત્રિત હોય તેમ લાગે છે. આ જ પ્રમાણે અહીંની શાંતિનાથ બસદિમાંના મંદિરની જિનમૂર્તિ ભવ્ય અને આકર્ષક લાગે છે. ગંગ રાજાઓના સમયની ઈ.સ.ની ૧૦મી સદીની આ પ્રતિમા પથ્થરની છે અને મોટી પીઠિકા ઉપર પદ્માસનમાં બેઠેલી છે. પ્રતિમાની પાછળ ઊભેલા બે ચામરધારીઓની આકૃતિઓ કલાત્મક છે. પીઠિકાની નીચેના ભાગમાં ૧૦મી સદીની વિકસિત બ્રાહ્મી લિપિમાં લેખ કોતરેલ છે. પ્રતિમાના મુખ પરના ભાવોનું સુંદર નિદર્શન કરેલું છે. ગંગરાજાઓના સમયની આ ભવ્ય જિનેશ્વર પ્રતિમા પૂર્ણ શિલ્યાંકનયુક્ત છે. (ચિત્ર નં. ૧૯)
'A
::
(ચિત્ર નં. ૧૯) શાંતિનાથ બસદી (કમ્બડહલ્લીકર્ણાટક)માંની ઈ.સ. ૧૦મી સદીની જિનપ્રતિમા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org