________________
જિનશાસનનાં વિક્ટોરિયા-આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગૃહીત પાર્શ્વનાથ તીર્થકરની પ્રતિમા છઠ્ઠી સદીના અંત ભાગની કે ૭મી સદીના આરંભની માની શકાય. પદ્માસનમાં પીઠિકા પર બેઠેલા તીર્થકરનું સુંદર આલેખન આ મૂર્તિમાં જોઈ શકાય છે. તીર્થકરના મસ્તક પાછળ સપ્તફણા નાગનું છત્ર અવલોકનીય છે. એની ઉપર ઘુમ્મટાકાર છત્રને ધારણ કરતા ઊડતા ગંધર્વો અને ઊડતા માલધારી વિધાધર સેવક-સેવિકાઓ જણાય છે. તીર્થકરની બંને બાજુ બે વાધધરો ઊભેલા છે. પીઠિકાની નીચેના ભાગમાં વચ્ચે વામન યક્ષ વડે ઊંચું કરાયેલ ધર્મચક્રનું આલેખન કરેલું છે. ધર્મચક્રની બંને બાજુ ગોળ વળાંક લીધેલ બે નાગનું અંકન આકર્ષક લાગે છે. (ચિત્ર નં. ૭).
રાજગીર(બિહાર)માંથી પ્રાપ્ત ૮મી-૯મી સદીની પાર્શ્વનાથ તીર્થકરની પ્રતિમાના પરિકરમાં બંને બાજુએ ૮ ગ્રહોની નાની આકૃતિઓ બેઠેલી અવસ્થામાં કોતરેલી છે.
-
ક
(ચિત્ર નં. ૫) મથુરા કંકાલી ટીલાની મહાવીર સ્વામીની કુષાણકાલીન પ્રતિમા
કોતરેલી છે. પીઠિકાની ઉપર નીચેની પટ્ટિકાઓમાં તેમજ બેસણીની ધારની પટ્ટિકાઓમાં કુષાણકાલીન બ્રાહ્મી લિપિમાં લેખ કોતરેલો છે. મૂર્તિલેખમાં અંકિત વર્ષ ૩૫ (ઈ.સ. ૧૧૩) હોવાનું જણાવાયું છે. (ચિત્ર નં. ૫)
વારાણસીમાંથી પ્રાપ્ત, હાલ ભારત કલાભવન, વારાણસીમાં સંગૃહીત જિનપ્રતિમા રેતિયા પથ્થરની બનેલી, ઈ.સ.ની છઠ્ઠી સદીની ગુપ્તકાલીન પ્રતિમા છે. આ પ્રતિમા ૧૪૦ સેમી. ઊંચી અને ૬૬ સેમી. પહોળી છે. તીર્થકર પદ્માસનમાં ઊંચી પીઠ પર બેઠેલા છે. પીઠિકા પર દ્વિદલ કમલની વિકસિત પાંદડીઓ કોતરેલી છે. તીર્થકરની બંને બાજુ બે ચામરધારી ઊભેલા છે. તીર્થકરના મસ્તક પાછળ પ્રભામંડળ કોતરેલું છે જેની બંને તરફ બે ઊડતા ગંધર્વો નજરે પડે છે. પીઠિકાની છેક નીચેના ભાગમાં બે તીર્થકરો બેઠેલા છે. વચ્ચે ધર્મચક્રનું આલેખન કરેલું છે. એની બંને બાજુ બે ખંડિત પ્રાણીઓની આકૃતિઓ કોતરેલી છે. (ચિત્ર નં. ૬)
મધ્યપ્રદેશના ગ્યારસપુરમાંથી પ્રાપ્ત અને હાલ લંડનના
(ચિત્ર નં. ૬) વારાણસીના ભારત કલાભવનમાંની
ઈ.સ.ની છઠ્ઠી સદીની પ્રતિમા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org