________________
ઝળહળતાં નક્ષત્રો.
૫૪૩
નઝર
આપણી સંસ્કૃતિની ધરોહર વિશ્વની સંસ્કૃતિઓમાં માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ જીવંત રહી છે અને ત્યારથી અદ્યાપિ તે વિદ્યમાન રહી છે. આપણી સંસ્કૃતિનાં લક્ષણ અલૌકિક છે. સમયાંતરે પરિવર્તન પામતાં હોવા છતાંય એનાં મૂળ સત્ત્વ અને તત્ત્વ તો અકબંધ રહ્યાં છે અને તેથી જ આપણી સંસ્કૃતિ જીવંત રહી છે. આપણા રાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિઓ મૂળે તો વૈદિક સંસ્કૃતિના અવાંતર પામેલાં વિવિધ સ્વરૂપો જ છે. આનું મુખ્ય કારણ આપણો ઔદાર્યભર્યો અભિગમ. આને કારણે જ આપણે “વિશ્વ એક કુટુંબની ભાવનાથી–ભક્તિથી તરબોળ છીએ. શ્રેય અને પ્રેય એવું સઘળું આપણે સતત અપનાવતા રહ્યા છીએ અને આપતા રહ્યા છીએ. આ કારણે આપણે આક્રમણનો અભિગમ ક્યારેય અપનાવ્યો નથી અને તેના મૂળમાં છે અહિંસાની અદ્ભુત વિભાવના. વ્યવસ્થા એ આપણી સંસ્કૃતિની બુનિયાદ છે. જગતની સંસ્કૃતિઓને પ્રેરણાનાં પીયૂષ પાવાનું ઉદારકાર્ય આપણી હાથવગી આધારશીલા છે.
વૈદિક સંસ્કૃતિના પ્રારંભ સમયથી આપણા ઋષિમુનિવરોએ આપણી પ્રજાના જીવનને વ્યવસ્થિત સ્વરૂપ બહ્યું છે. આ વાસ્તે ચાર આશ્રમની અદ્ભુત વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિની અદ્વિતીય દેણગી છે. ચાર આશ્રમની વિભાવનાથી આપણું માનવજીવન, કહો કે આપણો સમાજ, સુમધુર અને સુચારુ રીતે કાર્યરત રહ્યો છે અને આ કારણે જ આપણો સમાજ સંવાદિતાના સૂત્રથી બદ્ધ છે. આ ચાર આશ્રમ છે : બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. માનવજીવનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનું સ્વીકારાયું છે અને આથી આ 100 વર્ષને સરખે હિસ્સે ચાર તબક્કામાં વિભાજિત કર્યા છે. પ્રથમ પચીસ વર્ષ જ્ઞાનપ્રાપ્તિ અર્થે નિર્ણાત કરાયાં છે. પછીનાં બીજાં પચીસ વર્ષ ગૃહસ્થજીવન તરીકે વિતાવવાનો નિર્દેશ છે. ત્રીજ પચીસ વર્ષ નિવૃત્તજીવન અર્થે વિતાવવાનાં છે અને છેલ્લાં પચીસ વર્ષ સંસારની સઘળી મોહમાયા ત્યજીને સંન્યસ્તજીવન તરીકે પસાર કરવાનાં છે. અલબત્ત, આ ચારેય તબક્કાની જીવનવ્યવસ્થા નિર્ણત હોવા છતાંય એમાં થોડાઘણા ફેરફારની સંપૂર્ણ આવશ્યકતા છે. જ્ઞાનપ્રાપ્તિ સાથે અપવાદરૂપે ગૃહસ્થજીવન જીવી શકાય, તેમ ગૃહસ્થજીવન દરમિયાન જ્ઞાનપ્રાપ્તિનો પણ કોઈ નિષેધ નથી. વાનપ્રસ્થજીવન દરમ્યાન વ્યક્તિએ ગૃહસંસારી જીવન જીવતાં જીવતાં મહદ્અંશે તો સલાહકારની ભૂમિકા અદા કરવાની છે. તેમ પ્રભુભક્તિનો પણ
rishitij..sim :
'
S
S
==
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org