________________
૫૪૦
શેઠ દ્વારા આગમો લખાવવા વગેરે વીતરાગવાણીનો પ્રભાવ હતો.
(૧૬) નિકટના વરસોમાં જ એક મહાત્માની જ્ઞાનશિબિરમાં ગયેલ એક બાળકે ઘેર આવી માતા-પિતાને પ્રણામ કરવાના ચાલુ કર્યા, તે દેખી માતા-પિતાએ સ્વયંના માબાપને વંદન પ્રારંભ્યા.
(૧૭) કચ્છમાં જ્યારે વિ.સં. ૨૦૫૬ની સાલમાં ભયાનક ધરતીકંપ થયેલ ત્યારે કેટલાય પુણ્યવંતા આત્માઓ તે સમયે જિનાલય અને ઉપાશ્રયે હતા, સામાયિકસ્વાધ્યાયમાં હતા અને બચી ગયા હતા. (૧૮) દેદાશાહે ફક્ત કલ્પસૂત્રજીના પ્રવચનો સાંભળી ત્રિશલારાણી અને સિદ્ધાર્થ રાજાના અલગ અલગ શયનખંડની વાતો ઉપર ચિંતન કરી ચાલુ પર્યુષણમાં જ આજીવન ચતુર્થવ્રત સજોડે લીધેલ.
આ અંતિમ દૈનિક કર્તવ્યને બજાવનાર શ્રાવકોએ આધુનિક સાધનો દ્વારા થઈ રહેલ જ્ઞાનપ્રચારમાં મોહાવાનું નથી. પુસ્તકીય જ્ઞાન, પાઠશાળા પ્રવૃત્તિ કે જ્ઞાનભંડારોના અથવા ટેપ, માઈક, સીડી, કેસેટ વગેરેના માધ્યમોથી થતો જ્ઞાનબોધ જડ છે, જ્યારે જીવિત ગુરુદેવોના મુખમાંથી ઝરતી અમૃતવાણી ચેતન છે, જિનવાણી શ્રવણના આ કર્તવ્યને બજાવવા લાઈટ, માઈક, આડંબરો વગેરેના ઉપયોગનો આગ્રહ મહાવ્રતધારિઓને કરવો તેમના સંયમ સિદ્ધાંતને વિરુદ્ધ છે અને બીજી તરફ સવિશુદ્ધ સંયમધારિઓના પ્રવચન કરતાંય તેમની જીવનચર્યા એ જ લોકોપદેશ છે. પ્રત્યેક મહાત્માઓની વિદ્વતા, જ્ઞાનબોધ, પ્રભાવકતા, વિસ્તાર કરવાની રીત વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની હોય તે સ્વાભાવિક છે. તેમ છતાંય તેમની પાસેથી અનુભવના ધોરણે વહેતી વાણી ખાસ અવગાહવા જેવી કહી શકાય. ફક્ત ચાતુર્માસમાં જ કે પર્યુષણ સુધી જ કે ફક્ત પર્યુષણ મહાપર્વમાં જ પ્રવચનો સાંભળવા તે દૈનિક કર્તવ્યથી વિપરીત બની જાય છે એટલે અર્થ એવો પણ
Jain Education Intemational
જિન શાસનનાં
સરે છે શેષકાળમાં પણ વ્યાખ્યાનને પ્રધાનતા આપવી. આજથી લગભગ ચારસો વરસો પૂર્વે જયારે પૂજા-પૂજનો વગેરેનો વિશદ વ્યવહાર ન હતો ત્યારે જિનવાણી શ્રવણનો વ્યવહાર સમુચિત સચવાતો હતો, આજે તે પરંપરા તૂટતી દેખાય છે અને તેમાંય અનેકોને તો સાંસારિક ઉલઝનોમાં ભગવંતવાણી સુણવા ઉલ્લાસ જ નથી પ્રગટતો. થાય તેટલી શ્રુતભક્તિ કરવી, શ્રુતની સાધના માટે તપ-જપ કરવા સાથે બહુશ્રુતો પાસેથી કે ગીતાર્થો પાસેથી માર્ગદર્શન લેવા, પ્રશ્નોત્તરીઓ કરવી કે જ્ઞાનગોષ્ઠી યોજવી વગેરે ઉપાયો છે. વર્તમાનમાં ચાલતી જ્ઞાનશિબિરો પણ જિનવાણી શ્રવણ કરાવે છે.
અત્રે આ કર્તવ્યના સારરૂપે એ પણ લખવાનું કે જ્ઞાનરચ તું વિરતિ: જ્ઞાનનેવ પરં મોક્ષઃ। જે જે પણ આરાધના કરીએ તેના લક્ષ્યમાં કેવળજ્ઞાન પ્રાપ્તિના ઉમદા ઉદ્દેશ્યો હોવા જ જોઈએ. લક્ષ્યો ભલે લાંબા હોય પણ ભાવનાના બળે ભયાનક અટવી જેવો અપારપારસંસાર ઓળંગી શકાય છે.
નાના આ લેખાંતે સારતત્ત્વરૂપે એ જણાવવાનું કે જેટલા અંશે દૈનિક કર્તવ્યો પ્રતિ એક શ્રાવક-શ્રાવિકા જાગૃત છે તેટલી તેની કર્મનિર્જરા કરવાની તક ઉજળી છે. આ જ ભવમાં મુક્તિના માર્ગે ચઢી જવાની મોકળાશ મળે તેમ છે, અન્યથા ભવાંતરે સદ્ગતિ અને પરંપરાએ મુક્તિ પણ નિશ્ચિત છે. આનંદ, કામદેવ વગેરે દસ ધનાઢય શ્રાવકો કે પુણીયા, લલ્લિગ, જિણહ વગેરે દરિદ્ર શ્રાવકોનો ઇતિહાસો તેમના ગુણવિકાસની સાક્ષીરૂપ હાલે પણ મૌજુદ છે એક શ્રાવક, શ્રમણોપાસક બની શ્રમણધર્મ સુધી કર્તવ્યોની કેડીએ પહોંચી શકે છે. વર્તમાનમાં પણ આંખ સામે પ્રત્યક્ષ દેખાતાં આચારવંત શ્રાવકોને કલ્યાણમિત્ર બનાવવા, પ્રોત્સાહન આપવું અને ગુણાનુવાદ કરવા તે પણ શ્રેષ્ઠ સાધર્મિક વાત્સલ્ય કહેવાશે.
00
For Private & Personal Use Only
www.jainelibrary.org