________________
ઝળહળતાં નક્ષત્રો
બ્રાહ્મણની વિધવા પત્ની દેવીલાની પુત્રવધૂ હતી. પતિનું નામ સોમભટ્ટ હતું. સ્વર્ગવાસી પોતાના પિતાના શ્રાદ્ધદિને જ કુળદેવીની પૂજા કર્યા વિના પિતૃઓને પિંડદાન કર્યા વિના પધારેલ માસોપવાસી તપસ્વી મુનિરાજને પ્રતિલાભેલ જેના કારણે સાસુના કોપથી અને પતિ સોમભટ્ટના આક્રોશથી સિદ્ધ અને બુદ્ધ નામના બે સંતાનો સાથે ગૃહત્યાગ કરવો પડેલ પણ પોતે ધર્મરાગિણી સતી નારી હતી તેથી બાળકો જ્યારે તરસથી ટળવળતા હતા ત્યારે સરોવર પાણીથી છલકાઈ ગયેલ. કિનારાના ઝાડ ઉપર ચમત્કારિકરૂપે આંબા આવી ગયેલ. ઉપરાંત તેણીના ઘેરથી નીકળી ગયા પછી ભિક્ષાદાનના વાસણો સોનાના થઈ ગયેલ. રસોઈથી બધાય પાત્રો ભરાઈ ગયેલ અને ભાતના બદલે મોતીના દાણા ઘરમાં દેખાતા હતા. તે પછી સાસુના કહેવાથી પતિ સોમભટ્ટ અંબિકાને માનભેર પાછી લાવવા જંગલની વાટે દોડ્યો, ત્યારે ખૂબ દૂર ચાલી ગયેલ અંબિકાને દેખી તેના નામની જેવી બૂમ નાખી, તરત અંબિકા ધ્રુજી ગયેલ અને ડરમાંને ડરમાં પતિના પરાભવ–તાડન– મારણના ભયથી બાજુના એક ઊંડા કૂવાના પાણીમાં બે બાળકો સાથે ઝંપલાવી આયુષ્ય પૂર્ણ કરી દીધેલ. પણ મૃત્યુ સમયે નેમિનાથ ભગવાનનું સ્મરણ સાથે નવકારનો રાગ હતો તેથી દેવગતિ થઈ છે. અને અનેક આરાધકોને ગિરનાર તીર્થના સર્જન, જાત્રા તથા રહેવાસ માટે સગવડો આપેલ છે.
તેણીનો પતિ પણ ત્રણેય જીવોને કૂવામાં ડૂબતા દેખી કૂવે પડ્યો પણ થોડી જ વારમાં મિશ્રભાવમાં પ્રાણ ખોયા અને તેથી કષ્ટ-મૃત્યુ વડે દેવલોકમાં જન્મ્યો છે પણ દેવી અંબિકાનું વાહન સિંહરૂપે સેવક દેવ બનેલ છે. આજેય પણ જૈનધર્મરાગિણી અંબિકાના પરચા જોવા મળે છે. પ્રસ્તુત લેખમાળામાં પણ તેમના પ્રભાવનો પરિચય આપતી કથાઓ લખાયેલી છે.
૫૭. કપર્દી યક્ષ
સિદ્ધગિરિના શિખરે જાત્રા કરવા જંતાં વાઘણ પોળ પછી ડાબા હાથે શાંતિનાથ ભગવાનનું જિનાલય છે ત્યાંથી આગળ વધતાં મૂળનાયક સુધી પહોંચતા પૂર્વે જ જમણા હાથે સમકિતધારી કપર્દીયક્ષની દેરી આવે છે. જે તીર્થાધિરાજના અધિષ્ઠાયક દેવ છે અને વરસોથી તીર્થરક્ષા સાથે શાસનરક્ષા કરી રહ્યા છે.
Jain Education International
૨૨૩
પણ અનંતાત્માના મુક્તિધામ શાશ્વત તીર્થના અધિષ્ઠાયક દેવ બનનાર તેમનો પૂર્વ ભવનો ઇતિહાસ વિચિત્ર લાગે તેવો છે. કારણ કે આગલા જન્મારામાં તે માંસાહારી અને દારૂપાન કરનારો કુવિંદ નામનો વણકર હતો. અચાનક એક દિવસ વજસ્વામિના પ્રવચનમાં આવેલ ગંઠશી, મુઠશી અને વેઢશી પચ્ચખ્ખાણની વાતો સાંભળી ભાવિત થયો હતો.
ભાવાવેશમાં આહાર–પાન પૂર્વે ગાંઠ છોડી વાપરવાની પ્રતિજ્ઞા માંગી હતી અને તેમાં પણ તેનું કલ્યાણ દેખી વજ્રસ્વામિજીએ તેવા પચ્ચક્ખાણ આજીવન માટે આપેલ હતા. પોતે હિંસાચારી છતાંય ગંઠશી વ્રતને બરાબર પાળતો હતો. એક દિવસ જૂની દોરી ખોવાઈ જવાથી સાવ નવી નકોર રેશમની દોરી લઈ આવ્યો અને તેમાં એક ગાંઠ લગાવી કમરે ખોસી, ભૂખ લાગતાં દોરી ખોલવા ગયો પણ ગાંઠ મડાગાંઠમાં ફેરવાઈ ગયેલ હોવાથી ઘણી મુશ્કેલી પછી પણ ન ખૂલી. તેથી ક્ષુધા અને તૃષાથી શરીર તૂટવા લાગ્યું. નશાનું વ્યસન હોવાથી કાયા કરમાવા લાગી અને ભૂખ–તરસ અને તલપમાં કુર્વિદે પ્રાણ છોડ્યા. પણ નાનું આ વ્રત અભંગ-અખંડ રાખ્યું તો પચ્ચખ્ખાણના પ્રભાવે દારૂબાજમાંથી દેવતા બની ગયો. તે જ આ કપર્દી યક્ષ જે વરસોથી યાત્રાળુઓને પણ છૂપી સહાય બક્ષે
છે.
આ જ યક્ષે વ્રજસ્વામિના છ'રી પાળતા સંઘમાં આવેલ મિથ્યાત્વી દેવના અંતરાયો દૂર કરવા આચાર્ય ભગવંતને પ્રત્યક્ષ દર્શન આપી પોતાનો પૂર્વ ભવનો પરિચય તાજો કરાવેલ, તે પછી જૂના મિથ્યાત્વી બનેલા કપર્દીના સ્થાને આ સમ્યદ્રષ્ટિ દેવની સ્થાપના ગિરિરાજ ઉપર કરવામા આવી છે જે આજેય પણ હયાત છે. સિદ્ધાચલજીના શિખરે અનેક ઐતિહાસિક સ્થાપનામાંથી કપર્દી પક્ષની દેવકુલિકા પણ એક દર્શનીય સ્થાન બની ગયેલ છે. જેમ શિખરજીના અધિષ્ઠાયક ભોમીયાજી દેવ છે તેમ સિદ્ધગિરિના છે યક્ષરાજ કપર્દી.
૫૮. વંકચૂલની ઉર્ધ્વગતિ
પરમાત્મા પ્રરૂપિત વ્રત–નિયમનો પ્રભાવ જ એવો છે કે નાનો પણ સચોટ નિયમ મહાદોષોને ટાળી શકે અને તેથી વિપરીત નાનો પણ પોતાનો દોષ ઉપેક્ષવામાં આવે તો વિરાટ પાપમાં ફેરવાઈ જતાં વાર ન લાગે અને યમ–નિયમ વગરનો માનવ પશુતુલ્ય બની જાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org