________________
ઝળહળતાં નક્ષત્રો
૪૨૭
જન સાહિત્યમાં અભુત એવું (ક) સ્તોત્ર અને શશો શાહિબ્ધ અને
તેના ધુરંધર રચયિતાઓ
–ડો. મણિભાઈ ઈ. પ્રજાપતિ
જૈન સાહિત્યમાં સ્તોત્રકાવ્યોની સુદીર્ઘ અને સમૃદ્ધ પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તીર્થકરો, સિદ્ધો તેમજ અન્ય દેવોનાં આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીનકાળથી અદ્યપર્યત સ્તોત્રસાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહ્યા છે. સંસ્કૃત સ્તોત્ર સાહિત્યના આરંભિક યુગમાં ભદ્રબાહુ, આચાર્ય સમન્તભદ્ર, સિદ્ધસેન દિવાકર વગેરે જૈન સ્તોત્રકારોએ સ્તોત્રકાવ્યને પ્રતિષ્ઠિત કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આચાર્ય માનતુંગ, બપ્પભટ્ટસૂરિ, શ્રીપાલ, વસ્તુપાલ, જિનપ્રભસૂરિ, સોમસુંદરસૂરિ, યશોવિજયજી વગેરેનાં સ્તોત્રો લોકમુખે-હૈયે ચિરંજીવ બન્યા છે. સ્તોત્રં ચ ન તુટશે ? સ્તોત્ર કોને સંતુષ્ટિ ન આપે ? | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગળ પ્રારંભ જૈન રાસો-સાહિત્યથી થાય છે. રાસ, રાસો, રાસુ વગેરે શબ્દો સમાનાર્થી છે. “રાસો'ની અનેક વ્યાખ્યાઓ, પ્રકારો વગેરે મળે છે. રાસો-સાહિત્યની પણ સુદીર્ઘ પરંપરા મળે છે. છેક ૧૧મી સદીથી આજ સુધી “રાસો' લખાતા રહ્યા છે. આવી કૃતિઓમાં ઉપદેશરસાયનરાસ', ભરતેશ્વર-બાહુબલી રાસ', બુદ્ધિરાસ', “જીવદયા-રાસ’, ‘જંબૂસ્વામી રાસ” “રેવંતગિરિ-રાસ', “આબુરાસ', સમરારાણું, ‘ગૌતમરાસ’ વગેરે પ્રમુખ છે. જૈન રાસો સાહિત્યમાં કથાની સાથે સાથે સંયમી જીવનધર્મ પ્રબોધ્યો છે. વ્યાપક સમાજમાં ધર્મામૃતનું સીંચન કરવામાં આવું સાહિત્ય ઉપકારક બની રહ્યું છે. આ લેખની રજૂઆત કરનાર શ્રી પ્રજાપતિ સાહેબ ગુજરાતના પ્રથમ હરોળના સાક્ષર છે. જન્મ : તા. ૧૮-૩-૧૯૩૮ (વતન : મણુંદ, હાલ મહેસાણા નિવાસ), પદવી : એમ.એ., પીએચ.ડી. (સંસ્કૃત), અધ્યાપન અનુભવ: મહેસાણાની કોલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા ૧૨ વર્ષ, દ્વારકાની શંકરાચાર્ય સંસ્કૃત
એકેડેમી એન્ડ ઈન્ડો. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને નિયામક ૧૨ વર્ષ, થરા કોલેજના પ્રિન્સીપાલ
૯ વર્ષ (હાલ નિવૃત્ત). પુસ્તક પ્રકાશન સંસ્કૃતિ સ્તોત્રકાવ્ય, તત્ત્વવિચાર સૌરભ, સ્વાધ્યાય-મંજૂષા, સ્વાધ્યાય યજ્ઞ, શ્રાવણી સબરસ,
રાધાકૃWI-મવર-જોશ (નરાત) વગેરે કુલ ૨૫ પુસ્તકો. વિશેષતાઓ : ગુજરાત સંસ્કૃત અકાદમી તરફથી સંસ્કૃત સાહિત્યકાર તરીકેનો ગૌરવ પુરસ્કાર', ભારત
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org