________________
ઝળહળતાં નક્ષત્રો
બઈસઈ સૂહઈ શ્રમણસંઘ સાવય ગુણવંતા, જોયઈ ઉચ્છવુ જિનહ ભુર્વણ મન હરષ ધરંતા. તીછે. તાલારસ પડઈ બહુ ભાટ પઢતા, અનઈ લકુટારસ જોઈઈ ખેલા નાચંતા.'
(શ્રમણોનો સમૂહ અને ગુણવંત શ્રાવકો બેસે છે, મનમાં હર્ષ ધારણ કરીને જિનમંદિરમાં થતા ઉત્સવ નિહાળે છે. ત્યાં તા. રાસ થાય છે. ભાટ લોકો વાણી બોલે છે ને ખેલાડીઓ લકુટારાસ ખેલે છે.)
‘રેવંતગિરિરાસ’અને ‘આબુરાસ' જેવા તીર્થમહિમા પ્રતિપાદક રાસોની પરંપરામાં પ્રજ્ઞાતિલકસૂરિ (ઇ. ૧૩૦૭) એ ‘કછુલી–રાસ’ રચ્યો. એમાં આબુની તળેટીમાં સ્થિત જૈન તીર્થ કછૂલી નગરી (અચલેશ્વર પાસે) અને ત્યાંના ત્રણ મુનિઓની મહિમાગાથા રજૂ થઈ છે. આરંભમાં કલીના પાર્શ્વજિનમંદિર અને ત્યાંના અધ્યાત્મવૃત્તિસંપન્ન શ્રાવકોનો મહિમા નિરૂપાયો છે. તે પછી માણિકપ્રભુસૂરિની જીવનગાથા છે. માણિકપ્રભુસૂરિએ અંબિલાદિ વ્રતો દ્વારા પોતાનું શરીર કૃશ બનાવી દીધું. અંતકાળ નજીક આવતાં તેમણે ઉદયસિંહસૂરિને પોતાના પટ્ટ પર બેસાડ્યા. તે પછી ઉદયસિંહે તપોવિજયી બનીને ગુર્જરપ્રદેશ, મેવાડ, માળવા, ઉજ્જૈન વગેરે રાજ્યોમાં શ્રાવકોને સદ્ધર્મનો ઉપદેશ આપ્યો. અનેક સ્થળે તેમણે સંઘની પ્રભાવના કરી અને વૃદ્ધાવસ્થામાં કમલસૂરિને પોતાના પટ્ટ પર વિભૂષિત કરી અનશન દ્વારા પોતાના આત્માને શુદ્ધ કર્યો. આ રાસનું વિભાજન ‘વસ્તુ’ નામે થયું છે. કાવ્યદૃષ્ટિએ આ નિમ્ન કક્ષાની કૃતિ છે.
ચૌદમી સદીના લગભગ મધ્યભાગ સુધી રાસ-કાવ્યોનો જૈન દેરાસરમાં અભિનય થતો; પરંતુ એમાં ભાગ લેનાર યુવકયુવતીઓના સંગીત–માધુર્યથી ચારિત્રિક પતનની આશંકાથી જૈન સંઘે રાસનૃત્ય અને અભિનય પર નિષેધ મૂક્યો. પરિણામે અભિનયપ્રધાન લઘુ ગેય કાવ્યોને બદલે હવે ચૌદમી સદીથી બૃહદાકારરાસો કાવ્યોનું સર્જન થવા લાગ્યું. આ સદીમાં જૈનધર્મ-પ્રતિપાલક કેટલાય મહાનુભાવોના જીવનને કેન્દ્રમાં રાખી વિવિધ રાસ રચાયા.
અંબદેવરચિત ‘સમરારાસુ' (લગભગ ઇ. ૧૩૧૫)માં પાટણના સંઘપતિ સમસિંહની સંઘયાત્રાનું વર્ણન છે. એમાં સમરસિંહ દ્વારા શત્રુંજય ઉપર આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર, સમરસિંહના પૂર્વજો, પાલનપુરી નગરી, પાલનપુરના ઉપકેશ ગચ્છના આચાર્યો, પાટણ નગરી ઇત્યાદિનું કાવ્યાત્મક વર્ણન
Jain Education International
૪૪૩
થયું છે. કુલ છંદ સંખ્યા ૧૧૦ની છે. બંધની દૃષ્ટિએ એમાં કુલ ૧૩ ‘ભાસા' છે. કાવ્યમાધુર્યની અનુભૂતિ માટે શત્રુંજય પર્વત પર ચડતા પંઘના વર્ણનનો એક અંશ દર્શનીય છે :
‘ચલઉ ચલઉ સહિયડે સેત્રુજ ચડિય એ, આદિ-જિણ પત્રીઠ અમ્પિ જોઈ સઉ એ. માણિકે મોતીએ ચઉકુ સુર પૂરઈ, રતનમઈ વેહિ સોવન જ્વારા. અશોક વૃક્ષ અનુ આમ્ર પલ્લવ-દલિહિં, રિતુપતે રચિયલે તોરણ માલા.'
(હે સખીઓ, ચાલો ચાલો, શત્રુંજય ઉપર ચડીએ. આપણે આદિનાથની પ્રતિષ્ઠા મૂર્તિનાં દર્શન કરીશું. દેવો માણેક—મોતીથી ચોક પૂરી રહ્યાં છે. સોનેરી જ્વારા રત્નમય પાત્રોમાં વવાઈ રહ્યાં છે. વસંતઋતુએ અશોકવૃક્ષ અને આમ્રપત્રોની તોરણમાળા રચી આપી છે.)
ગુજરાત-સૌરાષ્ટ્રની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પૂરી પાડનાર પ્રસ્તુત રાસ મૂલ્યવાન બની રહે છે.
લગભગ ‘સમરારાસુ' પ્રકારના ‘પેથડરાસ' (લગભગ ઇ. ૧૩૦૩)ના કર્તા અજ્ઞાત છે. કુલ ૬૫ શ્લોક ધરાવતા આ રાસમાં પાટણ નજીક સંડેર ગામના પોરવાડ પેથડશાહની સંઘયાત્રાનું વર્ણન છે. એમાં રોળા, દોહરા, ચોપાઈ, સવૈયા પદ્મડી, સોરઠા ઇત્યાદિ છંદ પ્રયોજાયા છે. યાત્રાસ્થાનોમાં પિલુયાણા, ડાભલ, નાગલપુર, પેથાવાડ, જંબુ, લોલિયાહાપુર, પિપલાઈ, પાલીતાણા, અમરેલી, વિસમગિરિ, તેજલપુર, ગિરનાર, સોમનાથ ઇત્યાદિનો સમાવેશ થાય છે.
જૈનાચાર્યોના પટ્ટાભિષેકને વિષય બનાવીને પણ કેટલાક રાસ રચાયા છે. આવો એક રાસ છે ધર્મકુશલ નામના સાધુએ રચેલો ‘જિનકુશલસૂરિ પટ્ટાભિષેકરાસ' (ઇસુની ૧૩મી સદી). ૩૮ કડીઓનો આ એક લઘુ રાસ છે. એમાં ચંદ્રગચ્છના શ્રી જિનકુશલસૂરિના પટ્ટાભિષેક મહોત્સવનું વર્ણન છે. પટ્ટાભિષેકનું સ્થાન છે અણહિલવાડ પાટણ. જિનકુશલસૂરિની પ્રશસ્તિમાં ઉપમાદિ અલંકારો પ્રયોજાયા છે :
‘જિમ ઉગઈ રવિ–બિંબ વિ હરષુ હોઈ પંથિઅહ કુલિ, જણ–મણ–નયણાણંદુ તિમ દીઠઈ ગુરુ-મુહકમલિ.’
(જેમ સૂર્યનો ઉદય થતાં પથિક–વૃંદને આનંદ થાય છે, તેમ ગુરુના મુખકમળનાં દર્શન થતાં મનુષ્યોનાં મન અને નયનોને આનંદ થઈ રહ્યો છે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org