________________
૪૮૪
S
.
પી
,
જિન શાસનનાં તે પૃથ્વીની આજુબાજુ ફરે છે અને સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરીને ચમકે છે. આ ઘટનાઓની સમજૂતી માટે ન્યૂટનની ગુરુત્વાકર્ષણની થિયરી પણ વિદ્યાર્થીઓને ભણાવાય છે.
પંદરમી સદીના યુરોપમાં પણ પૃથ્વી સ્થિર છે, સપાટ છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરે પૃથ્વીની આજુબાજુ ફરે છે, એવી જ માન્યતા પ્રચલિત હતી અને તેનો સાર્વત્રિક સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. કોઈપણ જાતના વૈજ્ઞાનિક આધાર કે પુરાવા વિના નિકોલસ કોપરનિકસ, જોહાનિસ કેપલર અને ગેલિલિયોએ જ્યારે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે એવી કપોળકલ્પિત માન્યતાનો પ્રચાર કરવા માંડ્યો ત્યારે ખ્રિસ્તી ધર્મગુરુઓએ અને સામાન્ય પ્રજાએ પણ તેનો વિરોધ કર્યો હતો અને તે માન્યતાનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
એકને એક જૂઠાણાંનો વારંવાર પ્રચાર કરવામાં આવે છે ત્યારે પ્રજા તેને સત્ય માની લે છે એ ન્યાયે ઓગણીસમી સદીમાં યુરોપની બહુમતી પ્રજા પણ માનવા લાગી હતી કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતાં અનેક ગણી નાની છે, તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ પરિભ્રમણ કરે છે. ભારતમાં રહેલા બ્રિટીશ શાસકોએ ઈસુની ઓગણીસમી સદીમાં જ્યારે ભારતીય પ્રજાને અંગ્રેજી પદ્ધતિની કેળવણી આપવાનો પ્રારંભ કર્યો ત્યારે આધુનિક ભૂગોળખગોળની આ ખોટી માન્યતાઓ ભારતના વિદ્યાર્થીઓના માથે ઠોકી બેસાડવામાં આવી હતી.
ઓગણીસમી સદીનું ભારત લગભગ સંપૂર્ણપણે અંગ્રેજોની ગુલામીનો સ્વીકાર કરી ચૂક્યું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ઈ.સ. ૧૮૫૭નો બળવો ડામવામાં સફળતા મળી ગઈ હતી. ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ભારતને બ્રિટીશ સંસદના સીધા અંકુશ હેઠળ આણવામાં આવ્યું હતું. પ્રજાને માનસિક રીતે પણ ગુલામ બનાવવા માટે ભારતભરમાં અંગ્રેજી પદ્ધતિનું આધુનિક શિક્ષણ આપતી સંસ્થાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ સમયે શુદ્ધ ભારતીય પદ્ધતિએ શિક્ષણ આપતી પાઠશાળાઓ, નીતિશાળાઓ અને ગુરુકુળો મૃતપ્રાય: અવસ્થામાં મૂકવામાં આવેલી હતી. ભારતીય પ્રજાનો અંતરાત્મા જાણે કે મૂરઝાઈ ગયો હતો.
આ પરિસ્થિતિમાં અંગ્રેજી કેળવણી આપતી શાળાઓમાં આપણાં સંતાનોને જયારે એમ શીખવવામાં આવ્યું કે પૃથ્વી દડા
ભારતમાં લોર્ડ મેકોલેએ અંગ્રેજી પદ્ધતિના ભૌતિકવાદી શિક્ષણનો પાયો નાખ્યો તે અગાઉ આપણી તમામ પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે પૃથ્વી થાળી જેવી ગોળ છે, સપાટ છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ પૃથ્વીની કેન્દ્રમાં આવેલા મેરુ પર્વતની આજુબાજુ પરિભ્રમણ કરે છે, આર્યાવર્તના તમામ ધર્મોમાં પણ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર વગેરે પરિભ્રમણ કરે છે, એવા શાશ્વત સત્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને તર્કશુદ્ધ સત્યનો સમગ્ર આર્યાવર્તની પ્રજાએ બુદ્ધિપૂર્વક સ્વીકાર પણ કર્યો હતો. આ મુજબ જ આપણા દેશમાં ભૂગોળ-ખગોળનું શિક્ષણ અપાતું હતું.
ઈસુની ઓગણીસમી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજી પદ્ધતિએ શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોની સ્થાપના થઈ અને તે સાથે આધુનિક પદ્ધતિના ભૂગોળ અને ખગોળનું શિક્ષણ આપણાં બાળકોને આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ શિક્ષણમાં એવા પાઠો ભણાવવામાં આવતા હતા કે પૃથ્વી દડા જેવી ગોળ છે, સૂર્ય કરતા નાની છે અને તે પોતાની ભ્રમણકક્ષામાં તેમજ સૂર્યની આજુબાજુ પણ ફરે છે. આ પાકોમાં એવું પણ ભણાવવામાં આવે છે કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org